નાહતી વખતે આપણે હંમેશા કેટલીક એવી ભૂલો કરીએ છે જેનાથી સ્કિન અને વાળને નુકશાન પહોંચે છે. આ સાથે જ સ્વાસ્થ્યલક્ષી કેટલીક સમસ્યાઓનું કારણ પણ બને છે. આમ, જો તમને પણ બાથરૂમમાં નાહતી વખતે સમય લાગતો હોય તો વાંચી લો પહેલા આ નુકસાન..
શાવરમાં વધારે સમય કરવો
જો તમે લાંબા સમય સુધી શાવરમાં રહો છો તો તેનાથી તમારા શરીરમાંથી નીકળતા પ્રાકૃતિક તેલને તે છીનવી લે છે. એટલા માટે શાવરમાં 10 મિનિટ કરતા વધારે સમય ના લગાવવો જોઈએ.
શરીરને સારી રીતે ના ધોવું
એક વાત હંમેશા યાદ રાખો કે શરીરમાંથી સાબુ અને વાળમાંથી શેમ્પુ સારી રીતે ધોઈ નાખો, નહિં તો ઇન્ફેક્શન થશે.
વધારે ગરમ પાણીથી નાહવું
વધારે ગરમ પાણીથી નાહવાથી શરીરમાંથી પ્રાકૃતિક તેલ નીકળી જાય છે. હંમેશા ઠંડા પાણીથી નાહવું જોઈએ કારણકે ઠંડા પાણીથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
જુના રેઝરનો ઉપયોગ
સમય સાથે-સાથે જુના રેઝરમાં બેક્ટેરિયા જમા થતા જાય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે.
રોજ સાબુ લગાવવાની આદત
સાબુ તમારી ત્વચાને સૂકી કરી નાખે છે અને લાંબા ગાળે ત્વચાને નુકસાન પણ કરે છે. એક સર્વે અનુસાર રોજ સાબુ લગાવવાથી કેન્સર જેવી બીમારીઓનો ભય રહે છે.