ના હોય! સલમાન ખાને લગ્ન કરી લીધા? એક્ટ્રેસની માંગમાં સિંદૂર…

GUJARAT

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દબંગ ખાન સલમાન ખાનનું ફિલ્મી કરિયર હિટ સાબિત થયું છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે અને પોતાના ઉત્તમ અભિનયને કારણે દુનિયાભરના લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. સલમાન ખાનનું ફિલ્મી કરિયર ભલે સફળ રહ્યું. પરંતુ તેની લવ લાઈફ એટલી સફળ ના થઇ શકી.. આ જ કારણ છે કે 56 વર્ષની ઉંમરે પણ તે બેચલર છે. ઘણીવાર તે ઇન્ટરવ્યુ હોય કે એવોર્ડ શો સલમાન ખાનને ચોક્કસ પૂછવામાં આવે છે કે તે ક્યારે લગ્ન કરશે? જો કે મળતી માહિતી મુજબ સલમાને લગ્ન કરી લીધા છે તેની એક તસવીર પણ વાયરલ થઇ રહી છે

સલમાન વરરાજાના કપડામાં જોવા મળ્યો

હાલમાં જ સોશિયલ મીડિયામાં સલમાન ખાનની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં સલમાન ખાન વરરાજાના કપડામાં જોવા મળી રહ્યો છે. આ જ અભિનેત્રી સોનાક્ષી સિન્હા જે સલમાનની નજીક છે તે પણ માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળી રહી છે.સલમાન ખાન તેની દુલ્હનને વીંટી પહેરાવતો જોવા મળે છે. જો સલમાન ખાનના ફેન્સની વાત માનીએ તો સલમાને કહ્યા વગર જ લગ્ન કરી લીધા છે. આવો જાણીએ આ સમાચાર વિશે સમગ્ર મામલો.

સલમાને લગ્ન કર્યાની અફવા

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને સલમાન ખાનના લગ્નની જે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે ખોટી છે. હા, ફોટોશોપની મદદથી કોમ્પ્યુટર પર એડિટ કરીને આ તસવીર તૈયાર કરવામાં આવી છે. આ પહેલા આમિર ખાન અને ફાતિમા સના શેખની તસવીર પણ વાયરલ થઈ હતી. જેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ફોટો અસલી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *