મુંબઈની આ હોટેલમાં સેક્સ રેકેટનો મોટો પર્દાફાશ! બોલિવૂડ સાથે સીધું કનેક્શન, ફી હતી 80 હજાર

GUJARAT

અવાર નવાર સેક્સ રેકેટ ચાલતા ઝડપાય છે. ગુજરાતમાં પણ આ પહેલા રાજકોટમાં ઝડપાયું હતું એ પછી હવે બોલિવૂડનાં પ્રોડક્શન મેનેજરની મુંબઈમાં ફોર સ્ટાર હોટેલમાં સેક્સ રેકેટમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે.

આ સાથે જ બે ઉઝબેકિસ્તાનના નાગરિકોની પણ ધરપકડ કરાઈ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અગાઉ પણ આ જ હોટેલમાંથી સોશિયલ સર્વિસ બ્રાન્ચે ત્રણ મહિલાઓને સેક્સ રેકેટમાંથી છોડાવી હતી.

પોશ વિસ્તાર ગણાતા જુહુમાં એક ખ્યાતનામ હોટેલમાં આ કથિત સેક્સ રેકેટ ચલાવાતું હોવાની જાણ થતા પોલીસે દરોડા પાડ્યા અને તેમાં બોલિવૂડના પ્રોડક્શન મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ય માહિતી અનુસાર, સોશિયલ સર્વિસ બ્રાન્ચની બાતમીને આધારે જુહુમાં એક હોટેલમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને બોલિવૂડ સાથે સંકળાયેલા પ્રોડક્શન મેનેજર રાજેશ કુમાર લાલની ધરપકડ કરી હતી.

પોલીસ અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચ પાસેથી વિગતો મળી હતી કે ઝરીના નામની ઉઝબેક મહિલા વિદેશમાં રહીને લાલ મારફતે આ હોટેલમાં સેક્સ રેકેટ ચલાવી રહી છે. આ હોટેલમાં તે વિદેશી મહિલાઓને મોકલે અને ગ્રાહકો પાસેથી રૂ. 80,000 વસૂલે. હવે લાલ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે અને તેની ધરપકડ પોલીસે કરી છે. ઝરીના અહીંયા નથી એવી માહિતી પોલીસે આપી છે.

Leave a Reply

Your email address will not be published.