સુપરસ્ટાર પુનીત રાજકુમારનું શુક્રવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. માત્ર 46 વર્ષની ઉંમરે પુનીતઆ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. અભિનેતાનું અવસાન કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટો આંચકો છે.
સોનુ સૂદ અને વીરેન્દ્ર સેહવાગ સહિત તમામ સેલિબ્રિટીઓએ ટ્વિટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પુનીતના મૃત્યુ પછી તેના કરોડો ચાહકો અને શુભેચ્છકો તેને યાદ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં પુનીતના મૃત્યુના થોડા કલાકો પહેલા તે સુપરસ્ટાર યશ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. KGF સ્ટાર યશ અને પુનીત રાજકુમારનો આ છેલ્લો વીડિયો છે.
This was Puneeth Rajkumar’s last public appearance, just 24 hours back!
Life is so uncertain! pic.twitter.com/5njlaGRkVc
— Mahesh Vikram Hegde 🇮🇳 (@mvmeet) October 29, 2021
આ તેમનો છેલ્લો વીડિયો છે જે સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ગઈકાલે રાત્રે ‘બજરંગી 2’ના પ્રમોશન ઈવેન્ટનો છે. આ ઈવેન્ટમાં પુનીત રાજકુમાર ‘KGF-2’ સ્ટાર યશ સાથે સ્ટેજ પર મસ્તીમાં ડાન્સ કરતો જોવા મળે છે.
પુનીત રાજકુમારે પણ આજે સવારે ટ્વીટ કરીને ફિલ્મ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. 6 કલાક પહેલા તેનું છેલ્લી ટ્વીટ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અભિનેતા હવે આ દુનિયામાં નથી. પુનીતના નિધન પર તમામ દિગ્ગજ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. અભિનેતા સોનુ સૂદે લખ્યું, ‘દિલ તૂટી ગયું. તમે હંમેશા યાદ રહેશો ભાઈ.