2021ની સાલમાં મોંઘવારીએ માઝા મૂકી હતી તે હવે આવનારા વર્ષમાં પણ પીછો છોડવાની નથી. નવા વર્ષમાં પણ દેશની સામાન્ય પ્રજાને મોંઘવારીનો માર ઝીલવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. મોંઘા કાચામાલના કારણે 2021ની સાલમાં કંપની બે થી ત્રણ વખત ભાવ વધારો કર્યો છે. કોરોનાના કારણ પણ સપ્લાય ચેન સિસ્ટમ તૂટી પડી છે તેની સીધી અસર ભાવ પર પડી રહી છે.
એક સર્વે પ્રમાણે FMCG કંપનીઓએ કહ્યું છે કે, તે આગામી વર્ષે ત્રણ મહિનામાં પ્રોડક્ટ્સની કિંમતમાં 4-10 ટકાનો વધારો કરશે. ડિસેમ્બર મહિનામાં કંઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ પહેલા જ કિંમતોમાં 3-5 ટકાનો વધારો ચુકી છે. આ મહિને ફ્રીઝ, વોશિંગ મશીન, એર કંડીશનની કિંમતોમાં ઝડપથી વધારો આવશે. કહેવાય છે કે, 10 ટકા ભાવ વધારો થશે. ડિસેમ્બર 2020 બાદ વ્હાઈટ ગુડ્સની કિંમતોમાં ત્રણ વાર વધારો થઈ ચૂક્યો છે. જ્યારે હવે ચોથી વાર ભાવ વધારાની વાતો ચાલી રહી છે.
તદ્ઉપરાંત ઓટો સેક્ટરમાં પણ મોંઘવારીની અસર દેખાઈ રહી છે. આ વર્ષે ઓટો કંપનીઓ કેટલીય વાર કિંમતો વધારી ચૂક્યું છે. મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુન્ડાઇ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્કોડા, ફોક્સવેગન જેવી કંપનીઓ પહેલાની કિંમતોમાં વધારો થઇ ચૂકયો છે. મારૂતિ અને હીરો મોટોકોર્પે અગાઉ કહ્યું છે કે તેઓ 2022માં કિમતોમાં વધારો કરશે.
કન્ઝયુમર ડ્યુરેબલ્સ ઈન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે ઈનપુટ કોસ્ટમાં 22-23 ટકાનો ઉછાળો આવ્યો છે. સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને અન્ય કંપોનેંટની કિંમતોમાં આવેલા ઉછાળાથી ઈનપુટ કોસ્ટ ખૂબ વધ્યું છે. તદઉપરાંત સમુદ્રના રસ્તે આવતો કાચો માલ વહન કરવામાં પણ વધારો થયો છે. જે કન્ટેનરની મદદથી સપ્લાય થતી હતી તેની અછતના લીધે કંટેનર કોસ્ટ ખૂબ વધી ગઇ છે. તદ્ઉપરાંત ક્રૂડતેલના ભાવ, પેકેજિંગ કોસ્ટમાં પણ ઉછાળો આવ્યો છે.
FMCG કંપનીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, પહેલા બે ત્રિમાસિકમાં હિન્દુસ્તાન યુનિલિવર, ડાબર, બ્રિટાનિયા, મૈરિકો જેવી કંપનીઓ કિંમતોમા 5-12 ટકા સુધી વધારો કરી ચુકી છે. હવે આ કંપનીઓ માર્ચ ક્વાર્ટરમાં 5-10 ટકાનો બીજો વધારો કરી શકે છે.