ગુલાબના કેટલાક ફાયદા અંગે તમે સાંભળ્યું હશે જે માત્રને માત્ર સુંદરતાથી જોડાયેલા હશે. પરંતુ શુ તમે ગુલાબના ફુલથી બનેલા ગુલકંદના ફાયદા અંગે જાણો છો જો ના તો આજે અમે તમને કેટલાક ફાયદા જણાવીશું.
ગુલકંદમાં રહેવા વિટામીન સી,ઇ અને બી રહેલા છે. તેમા શરીરને ઠંડક પહોંચાડવાના ગુણ હોય છે. ગુલાબની પાંખડીથી બનનારું ગુલકંદ ન ફક્ત ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. આવો જોઇએ કેવી રીતે તેને બનાવવામાં આવે છે. જો તમને મોંમાં ચાંદા પડી જાય છે તો ગુલકંદ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે ફક્ત ન મોંમા થયેલા ચાંદાને સારા કરવામાં મદદ કરે છે. પરંતુ સ્થૂળતા પણ ઓછી કરે છે.
સામગ્રી
200 ગ્રામ – ગુલાબની પાંખડી
100 ગ્રામ – પીસેલી ખાંડ
1 ચમચી – પીસેલી ઇલાયચી
1 ચમચી – પીસેલી ખાંડ
બનાવવાની રીત
ગુલાબની પાંખડીઓને ધોઇ લો અને તેને કોઇ કાચના વાસણમાં ઢાંકીને રાખી દો. હવે તે બરણીમાં પીસેલી ખાંડ મિક્સ કરો. ત્યાર પછી તેમાં પીસેલી ઇલાયચી અને વરિયાળી મિક્સ કરીને 10 દિવસ ઢાંકીને રાખી મૂકો. તેને વચ્ચે – વચ્ચે હલાવતા રહો. જ્યારે લાગે કે પાંખડીઓ ગળી ગઇ છે તો સમજો કે ગુલકંદ તૈયાર છે.
મોંમાં ચાંદા
જો તમેને જડબામાં સોજો રહે છે તો સવાર સાંજ એક-એક ચમચી ગુલકંદ ખાઓ. જેથી જડબામાં સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થાય છે. સાથે જ ગુલકંદ ખાવાથી મોંમાં પડેલા ચાંદાની સમસ્યા પણ દૂર થાય છે.
વજન ઓછું કરવા
ગુલાબમાં લેક્સેટિવ અને ડ્યૂરેટિક ગુણ હોય છે. જે મેટાબોલિજ્મને તેજ કરે છે. જો તમને વજન ઓછુ કરવું હોય તો રોજ ગુલાબની 20 પાંખડીઓને પાણીમાં ઉકાળો અને તેને ગાળીને તેમા મધ મિકસ કરી લો. આ મિશ્રણને દિવસમાં બે વખત પીઓ.
કબજિયાતની સમસ્યા
જો કોઇને કબજિયાતની સમસ્યા છે તો ભોજન કર્યા બાદ 1-2 ચમચી ગુલકંદનું સેવન કરી શકો ચો. તેનાથી તમારું પાચન સારુ રહેશે અને કબજિયાતની સમસ્યાથી રાહત મળશે. કારણકે ગુલકંદ આપણા આંતરડામાં હેલ્પફુલ ગટ બેક્ટેરિયા વધારવામાં મદદરૂપ હોય છે. જે ભોજન પચાવવામાં મદદ કરે છે.
ઔષધિ તરીકે બેસ્ટ
આયુર્વેદમાં ગુલકંદને ઔષધિની સંજ્ઞા આપવામાં આવી છે. કેટલીક દવાઓનો ખાસ બીમારીઓમાં અસર વધારવા માટે ગુલકંદ ખાવાની સલાહ આપવામાં આવે છે. તો આવો જોઇએ ગુલકંદ ખાવાના શુ ફાયદા થાય છે.