મોદી સરકાર એક નવી સ્કીમ પર કામ કરી રહી છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો હાઉસ વાઇફને થશે. આ સ્કીમ હેઠળ મહિલાઓ ઘરે બેસીને બીપીઓ માટે કામ કરી શકશે. જેનાથી પર્સનાલીટી ડેવલપમેન્ટની સાથે જ સારી આવક પણ થશે. જલદી જ સરકાર આ યોજના લાવવા જઇ રહી છે. આ યોજનામાં એવા પ્લેટફોર્મ ડેવલપ કરવામાં આવશે, જેમાં આશરે 100 મહિલાઓ તેમના ઘરેથી બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં કામ કરી સારી સેલેરી લઇ શકે છે. સરકારની આ સ્કીમ સારી હશે તો મહિલાઓના કરિયર માટે સારી તક સાબિત થશે.
માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે તેઓએ તેમના વિભાગથી કહ્યું કે તે એક સ્કીમ બનાવે. આ સ્કીમ એવી હોય જેમા મહિલાઓને ઘરેથી કામ કરવાની છૂટ મળે. જેમા આશરે 100 મહિલાઓનુ ગ્રુપ એકઠુ થઇને એક પ્લેટફોર્મ તૈયાર કરે અને મળીને કામ કરે. તેઓએ આ જાણકારી હાલમાં રુરલ બીપીઓ પ્રમોશન સ્કીમના એક કાર્યક્રમમાં આપી છે.દેશમાં માહિતી અને ટેકનોલોજી સેક્ટરનો વિકાસ પસંદગીના શહેરોમાં થઇ છે. વધારે આઇટી કંપનીઓ દિલ્હી-નોઇડા-ગુરુગ્રામ, મુંબઇ-પુણે, હૈદરાબાદ,બેંગલુરુ-મેસુર અને ચેન્નાઇમાં છે. જેને લઇને કેન્દ્ર સરકારે વર્ષ 2014માં નિર્ણય લીધો હતો કે નાના શહેરોમાં પણ આઇટી સેક્ટરની નોકરીઓની તક વધારવામાં આવશે. આ રીતે સરકારે બીપીઓ પ્રમોશન સ્કીમની શરૂઆત કરી છે.
સરકારે આ યોજના હેઠળ દરેક સીટના હિસાબથી એક લાખ રૂપિયા સુધીનું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનાઓમાં મહિલાઓ અને દિવ્યાંગો,યુવાઓને રોજગાર આપવા પર ફોકસ કરવમાં આવે છે. બીપીઓ પ્રમોશન સ્કીમ હેઠળ 48300 સીટો અને પૂર્વોત્તર બીપીઓ પ્રોત્સાહન યોજના અંતર્ગત 5000 સીટો લાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી 87 કંપનીઓની 109 એકમોને 18160 સીટો અલોટ પણ કરવામાં આવી છે. આ સીટ 19 રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોની 60 જગ્યાઓમાં ફેલાયેલી છે. બીપીઓ પ્રમોશન સ્કીમ ઉત્તર પ્રદેશ સહિતના દેશના ઘણાં રાજ્યોને અલગ-અલગ શહેરોમાં શરૂ થઇ ગઇ છે. જેમા વધારે ટિયર-2 શહેર છે. યૂપીના બરેલી, કાનપુર અને વારાણસી,આંધ્ર પ્રદેશના તિરુપતિસ,ગુંટુપલ્લી, રાજમુંદરી, બિહારના પટના અને મુજફ્ફરપુર,છત્તીસગઢના રાયપુર, હિમાચલ પ્રદેશના બદ્દી અને શિમલા,મધ્ય પ્રદેશના સાગર,ઓડિશાના ભુવનેશ્વર,કટક અને જલેશ્વર, તમિલનાડુના કોટ્ટાકુપ્પમ ,મદુરે,મઇલાદુથુરઇ,તિરુચિરાપલ્લી,તિરુપ્પચૂર અને વેલ્લોર, તેલંગાનાના કરીમનગર,જમ્મુ અને કાશ્મીરના ભદેરવાહ,બડગામ,જમ્મુ,સોપોર અને શ્રીનગર,મહારાષ્ટ્રના ઔરંગાબાદ,ભિવંડી,સાંગલી અને વર્ધામાં આ યોજના શરૂ થઇ છે. પુર્વોત્તરના ગુવાહટી,જોરહાટ,કોહિમા,ઇમ્ફાલ સહિતમાં બીપઓ શરૂ થઇ ગયા છે.
યુપીનામથુરા,બેતાલપુર,ફુર્રખાબાદ,જહાનાબાદ,ગયા,ચિત્તુર,દલસિંહસરાય,પઠાનકોટ,અમૃતસર,ગ્વાલિયર,રાયસેન,શ્રૃંગેરી,ઉડ્ડીપી,હુબલી,બાલાસોર,કટક,પુરી,રાંચી,દેવઘર,વેલ્લોરમાં આવનાર દિવસોમાં બીપીઓ શરૂ કરવામાં આવશે.પુર્વોત્તરના આસામમાં દીફુ,મજૂલી,કોકરાઝાર અને સિલચર,દીમાપુર અને અગરતલામાં બીપીઓ ખુલશે.બીપીઓની તરફથી પ્રથમ સર્વિસ કસ્ટમર સપોર્ટ સર્વિસ તરીકે આપવામાં આવે છે. જેમા બીપીઓ કર્મચાપી વાઇસ,ઇ-મેઇલ અને ચેટ દ્વારા 24*7 ગ્રાહકોની શંકાઓનું સમાધાન કરે છે. ઉદાહરણ માટે જો તમે કોઇ મોબાઇલ કંપનીના કસ્ટમર કેરમાં વાત કરો છો કે કોઇ સેવા સંબંધી જાણકારી માટે કોલ કરો છો. બીજી સર્વિસ બીપીઓ ટેક્નિકલ સપોર્ટ સર્વિસ આપે છે. આ સર્વિસમાં 24 કલાક ઓઇએમ કસ્ટમર અને કોમ્પ્યુટર હાર્ડવેર,સોફ્ટવેર,પેરીફેરલ અને ઇન્ટરનેટ ઇંફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ટેકનિકલ સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે.