મિથુનમાં વક્રી ચાલથી ચાલશે મંગળ, 5 રાશિઓના જીવનમાં આવશે મુશ્કેલીઓ

DHARMIK

મંગળ વક્રી થતાં કેટલીક રાશિઓના જાતકોના સ્વભાવમાં ચીડિયાપણું, ક્રોધ અને આક્રમકતા વધી શકે છે. આ બધા જ કારણોસર કરિયર અને અંગત જીવન પર અસર પડી શકે છે. અહીં જણાવીશું એ રાશિઓ વિશે જેને મંગળના પ્રભાવથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મેષ

મેષ રાશિના જાતકો પર મંગળ વક્રી થતાં અશુભ પ્રભાવ પડી શકે છે. તમારા સ્વભાવમાં ઉગ્રતા વધી શકે છે અને આ કારણે કોઈકની સાથે ઝઘડો થઈ શકે છે. આ દરમિયાન વેપારમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારી ઉપર માનસિક દબાણ વધારે રહેશે. ધન લાભના પ્રયાસ નિષ્ફળ રહેશે.

વૃષભ

વૃષભ રાશિના લોકોના સ્વભાવમાં મંગળના અશુભ પ્રભાવના કારણે ઉગ્રતા વધી શકે છે. તમારા આખાબોલા સ્વભાવને કારણે લોકો તમને અસભ્ય માની શકે છે. પરિવારના લોકો સાથે વિવાદ વધી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને ભાઈઓ સાથે બોલાચાલી થઈ શકે છે. લવ લાઈફ માટે સમય અનુકૂળ નથી. ખર્ચ પણ વધી શકે છે.

મિથુન

મંગળ વક્રી થતાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. તમારે સાવધાનીથી વાહન ચલાવવાની જરૂર છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈ નાની ભૂલ પરેશાનીમાં નાખી શકે છે. ક્રોધ અને અહંકાર પર કાબૂ રાખવો. પરણેલા લોકોના જીવનમાં સમસ્યા આવી શકે છે. આર્થિક મામલે કોઈ પણ રિસ્ક લેવાથી બચવું.

તુલા

મંગળના અશુભ પ્રભાવના લીધે પિતા સાથેના સંબંધો પ્રભાવિત થઈ શકે છે. કોઈ વાતે પ્રતિક્રિયા આપતા પહેલા વિચારી લેવું. કરિયર મામલે ક્રોધનો સામનો કરવો પડી શકે છે. મંગળનો અશુભ પ્રભાવ તમારા કાર્યોમાં અડચણ પેદા કરી શકે છે. એટલે જ સાહસ સાથે પરિસ્થિતિનો સામનો કરવાની જરૂર છે.

મીન

મીન રાશિના જાતકો માટે મંગળ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. આ દરમિયાન કોઈ દુર્ઘટનાથી પ્રભાવિત થઈ શકો છો એટલે દ્વિચક્રી વાહન ધીમે હાંકવું. મંગળના અશુભ પ્રભાવના કારણે પરિવારમાં મતભેદ થતાં દેખાઈ રહ્યા છે. કોઈ પ્રોપર્ટી ખરીદવાનો વિચાર હોય તો રિસ્ક ના લેવું. તમારું નુકસાન થઈ શકે છે. આ સમય તમારા માટે પ્રતિકૂળ રહેશે. સુખ-સુવિધામાં કમી આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *