મીઠાઈ માટે ખાંડને બદલે આ 5 આરોગ્યપ્રદ વિકલ્પોનો ઉપયોગ કરો

kitchen tips

દિવાળીમાં આપણે ત્યાં મીઠાઈ ખૂબ જ ખવાય છે. પણ આ બધી મીઠાઈ એટલી વધુ ગળી હોય છે કે જે આપણને શારીરિક રીતે નુકશાન પહોંચાડે છે. મીઠાઈઓમાં ખાંડનો ઉપયોગ મોટી માત્રામાં થાય છે અને ખાંડ પણ કોઈ ઝેરથી કમ નથી. ખાંડ ધીમા ઝેરની જેમ કામ કરે છે અને ઘણી બીમારીઓનું કારણ બની જાય છે. ભલે શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે છે, પરંતુ તેને સાફ કરવા અને બનાવવાની પ્રક્રિયામાં એટલા બધા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે કે તેમાં કોઈ પોષક તત્ત્વો બચતા નથી.

જો તમે દિવાળીના અવસર પર ઘરે જ મીઠાઈની વાનગીઓ બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખાંડના કેટલાક એવા વિકલ્પો જણાવી દઈએ કે જે તમારી વાનગીનો સ્વાદ તો વધારશે જ પરંતુ તેમાં રહેલા પોષક તત્વોથી સ્વાસ્થ્યને ફાયદો થશે.

મધ

કાચુ મધ ખાંડનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, એન્ટીઑકિસડન્ટ, વિટામિન-બી6, એન્ઝાઇમ્સ, રિબોફ્લેવિન, કેલ્શિયમ અને નિયાસિન જેવા ખનિજો હોય છે. તે એન્ટિમાઇક્રોબાયલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો ધરાવે છે.

ગોળ

ગોળ બનાવવાની રીત પ્રાકૃતિક હોય છે, ગોળ જેટલો કાળો હોય તેટલો તે વધુ શુદ્ધ હોય છે, જ્યારે ચમકતો અને લાલ ગોળ શુદ્ધ ગણાતો નથી. એવામાં કાળા ગોળથી બનેલી મીઠાઈઓ ખાવી જોઈએ.

ખજૂર

ખજૂરમાંથી બનેલો ગોળ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે નેચરલ રીતે બનાવવામાં આવે છે અને તેમાં કોઈ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે તે ખાવાની પણ મજા આવે છે.

નાળિયેરની ખાંડ

નાળિયેરની બ્રાઉન કલરની હોય છે. તે નાળિયેરના ઝાડના તાજા પાણીમાંથી બનાવવામાં આવે છે. નાળિયેરના પાણીને બાળીને ખાંડ બનાવવામાં આવે છે. તે કુદરતી હોય છે, અને તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

સ્ટીવિયા

સ્ટીવિયા એક છોડ છે જેના પાંદડા મીઠા હોય છે. દક્ષિણ અમેરિકામાં રહેતા લોકો સદીઓથી તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેની મીઠાશ શુદ્ધ ખાંડ કરતાં વધુ હોય છે. તેના પાનને સૂકવીને તેનો પાવડર બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ડાયાબિટીસ અથવા મેદસ્વીતાના દર્દીઓ માટે પણ સુરક્ષિત હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *