મીરા રાજપૂત થઈ ટ્રોલ, લોકોએ કહ્યું- આને કારણે બગડે છે યુવાનો

BOLLYWOOD

શાહિદ કપૂર પોતાના પરિવાર સાથે માલદીવથી પરત ફર્યો, આ દરમિયાન તે પત્ની મીરા રાજપૂત અને બાળકો સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહિદે પુત્ર ઝૈનને ઉંચકેલો હતો જ્યારે મીરાએ મીશાનો હાથ પકડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ લોકો મીરા રાજપૂતને તેના કપડાં માટે ટ્રોલ કરવા લાગ્યા.

એરપોર્ટ પરનો વિડીયો વાયરલ થયા બાદ મીરા થઈ ટ્રોલ

વાસ્તવમાં, શાહિદ કપૂરનો એરપોર્ટ પરનો વિડીયો વિરલ ભાયાણીના એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં મીરા માલદીવથી પરત ફરતી વખતે ટી-શર્ટ સાથે શોર્ટ્સ પહેરેલી જોવા મળી હતી. આ જોઈને લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું. મીરાના આવા ટૂંકા કપડાં પહેરવા લોકોને પસંદ ન આવ્યું અને હવે યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા.

એક યુઝરે લખ્યું કે પરિવારના બાકીના લોકોએ પૂરા કપડાં પહેર્યા છે, તો મીરા તમને એકને જ ગરમી લાગી રહી છે. જ્યારે બીજાએ લખ્યું કે મહિલાઓને આવા ટૂંકા કપડાં પહેરીને શું મળે છે. તો કોઈએ લખ્યું કે નીચે કંઈક પહેરવાનું ભૂલી ગઈ છે કે શું. હદ તો ત્યારે થઈ જ્યારે એક યુઝરે તેમના પર જનરેશન ખરાબ કરવાનો આરોપ લગાવ્યો. જયારે કેટલાક લોકો એવા છે જેમને મીરાનો આ લુક એકદમ કૂલ લાગ્યો.

જણાવી દઈએ કે શાહિદ પોતાના પરિવાર સાથે માલદીવ વેકેશન પર ગયો હતો. અહીંથી મીરા રાજપૂત તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published.