મેરેજ એનિવર્સરી પર પત્નીએ પતિને ચંદ્ર પરની જમીન ગિફ્ટમાં આપી

nation

સિટીની જીએલએસ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શિબાની રૉય દ્વારા પોતાની લગ્નની વર્ષગાંઠ પર પતિને યુનિક ગિફ્ટ આપી સપ્રાઇઝ આપવા માટે ચંદ્ર પર 1 એકર જમીન ખરીદી છે. ગઈકાલે મેરેજ એનિવર્સરીના દિવસે જ પ્રોફેસર શિબાની રૉય દ્વારા પતિને આ જમીનના એગ્રિમેન્ટ ગિફ્ટ કર્યા હતા.

શિબાનીએ આ જમીન પતિના નામે રજિસ્ટર કરાવી છે. શિબાનીના પતિ ગુજરાતના જાણીતા સિંગર મીત જૈન છે. જેમણે ગુજરાતી ફિલ્મોની સાથે બોલિવૂડમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. શિબાનીએ સિટી લાઇફ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘હું મારા પતિને મેરેજ એનિવર્સરી પર કંઈક યુનિક ગિફ્ટ આપવા માંગતી હતી ચંદ્ર સિમ્બોલ ઓફ લવ કહેવાય છે. આથી મેં ચંદ્ર પર પતિના નામે જમીન ખરીદી છે.’

ચંદ્ર પર જમીન તમારી છે તેવા પુરાવા રૂપે મળશે આ ડોક્યુમેન્ટ જેના નામે જમીન લીધી હોય તેમના નામે લેન્ડ એગ્રીમેન્ટ તમે ચંદ્ર પર કયા સ્થળે જમીન લીધી છે તેનું ગૂગલ મેપ- લોકેશન સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ કૉપી તમે મૂન પરની આ જમીન કોઇને ગિફ્ટ પણ કરી શકો છો. માન્ય વેબસાઇટ પરથી માલિકી જોઇ શકો છો.

અમદાવાદમાં પ્લોટ શોધતા શોધતા ચંદ્ર પર લેવાનો વિચાર આવ્યો

પ્રોફેસર શિબાની રૉયએ કહ્યું કે, ‘ચંદ્ર પર જમીન લેવાની ઘટના થોડી રમૂજી છે. હું અને મારા પતિ અમદાવાદમાં એક પ્લોટ લેવાનું વિચારતા હતાં. અમે ઘણા પ્લોટ જોયા પણ. આ પછી મેં સોશિયલ મીડિયામાંથી માહિતી મેળવી કે શાહરુખ ખાનને તેના એક ફ્રેન્સ દ્વારા ચંદ્ર પર સાત એકર જમીન ગિફ્ટમાં આપવામાં આવી છે અને સુશાંતસિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન લીધી છે. ત્યાર બાદ મને વિચાર આવ્યો કે હું પણ પતિના નામે ચંદ્ર પર જમીન લઈને તેમને સપ્રાઇઝ આપું. ત્યાર બાદ થોડું સોશિયલ મીડિયામાં સર્ચ કરીને તેમના માટેનો ઓથેન્ટિક સોર્સ શોધી લીધો અને ફાઇનલી ચંદ્ર પર પતિના નામે એક એકર જમીન ખરીદી લીધી.’

અમદાવાદના પ્રોફેસર શિબાનીએ કેવી રીતે ચંદ્ર પર જમીન ખરીદી?

ચંદ્ર પર જમીન લેવા માટે પ્રોફેસર શિબાનીએ સૌપ્રથમ ઇન્ટરનેટ પર સર્ચ કરીને અમેરિકામાં ચંદ્ર પર જમીન સેલ કરતી કંપની શોધી હતી. ત્યાર બાદ લૂનર લેન્ડ રજિસ્ટ્રી નામની વેબસાઇટ પરથી તેમણે એક એકર જમીન લેવા માટે એપ્લિકેશન કરી હતી. અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત સેલેશિયલ રીઅલ એસ્ટેટ કંપની ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ હ્યુમન પ્લેનેટરી ઓફ એક્સ્પ્લોરેશન દ્વારા સંચાલિત છે. જેને યુ.એસ. દ્વારા માન્યતા આપવામાં આવી છે. મેલ દ્વારા એપ્લિકેશન કર્યા બાદ ઓથેરિટી દ્વારા ચંદ્ર પર અમદાવાદના આ કપલને અમુક રકમ પર જમીન એલોટ કરી આપવામાં આવી હતી.

આ પહેલાં સુરતના વેપારીએ દીકરા માટે મૂન પર જમીન ખરીદી હતી

સુરતના વેપારી વિજય કથીરિયા નામના વેપારીએ પોતાના બે માસના દીકરા નિત્ય માટે ભેટમાં આપવા માટે જમીન લીધી હતી. સુરતના વિજયભાઇ ચાંદ પર જમીન ખરીદનાર પહેલા વેપારી છે. મૂળ સૌરાષ્ટ અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી તરીકે કાચના વેપાર સાથે જોડાયેલા વિજયભાઈએ પોતાના દીકરાને જન્મ સમયે કોઈ યુનિક ભેટ આપવા માટે ચંદ્ર પર જમીન ખરીધી છે. ચંદ્ર પર જમીન ખરીદીને ગિફ્ટમાં આપવાનો ટ્રેન્ડ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને અમદાવાદમાં જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.