મેલડી માતાના આ મંદિરનું રહસ્ય આજે પણ છે અકબંધ જાણીને વિશ્વાસ નથી થાય,જાણો અહીં..

about

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના ટેક્નોલોજીના યુગમાં પણ ઘણી એવી ચમત્કારિક જગ્યાઓ છે કે જેમનું રહસ્ય આજસુધી કોઈ ખોલી શક્યું નથી. બુદ્ધિજીવી લોકો પણ નથી જાણી શક્યાએ આ જગ્યા પર આવું કેમ બની રહ્યું છે. આવું જ એક ચમત્કારિક મેલડી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ઘણા ભમરા મધના મધપૂડા આવેલા છે. મંદિરની છત ભમરા મધથી ભરાયેલી છે પણ આજ દિન સુધી અહીં આવતા એક પણ ભક્તને એક મધમાખી પણ નથી કરડી.

આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આ મંદિર સાતતાળી મેલડી માતાના મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં મંદિરમાં એટલા મધપૂડા આવેલા છે કે લોકો તો તેમને જોઈ ને જ ડરી જાય પણ મેલડીમાતાની કૃપા છે કે અહીં આવતા એક પણ ભક્તને આજદિન સુધી મધમાખી નથી કરડી.લોકો કહે છે કે આ મધ મેલડી માતાના મંદિર ની રક્ષા કરે છે.કહેવામાં આવે છે. જે લોકોને સંતાન નથી થતા તેવા લોકો આ મંદિરના બાધા રાખે છે અને જેટલા લોકોએ પણ સંતાનની બાધા રાખી છે.તેમની બાધા માં મેલડીએ પુરી કરે છે. અહીં મંદિરમાં તમે નાના બાળકોના ફોટા લાગેલા જોઈ શકો છો. આ મંદિર આખું મધપૂડાથી ઢાંકાયેલું છે. મંદિરની બહાર કે મંદિરની અંદર બધી જ જગ્યાએ મધપૂડા આવેલા છે. આ મેલડીમાતાની કૃપા છે કે આજ સુધી એકપણ મધ અહીં દર્શન કરવા માટે આવતા ભક્તોને કરડ્યું નથી. આવા ચમત્કારિક મંદિરમાં દર્શન માત્રથી જ ભક્તોની તકલીફો દૂર થાય છે.

આવું જ એક મંદિર સિહોરના દરબાર ગઢમાં આવેલું છે જેની કથા આજે પણ એટલી જ પ્રચલિત છે, આ મંદિરની અંદર હાજર હજુર માતા મેલડી બિરાજે છે અને ગોહિલકુળની કુળદેવી ખોડિયાર મા હોવા છતાં પણ ભાવનગરના રાજવી ગોહિલ મેલડી માતાજીની પૂજા કરે છે.મેલડી માતાજીના આ ધામ વિશેની એક કથા જોડાયેલી છે, જે મેલડી માતાજીના ભક્તોએ જાણવા જેવી છે. ગોહિલકુળની મૂળ ગાદી પહેલા સિહોરમાં આવેલી હતી. ભાવનગર તો એ વખતે વડવા નામનું એક નાનકડું ગામ, ભાવસિંહજીનાં જન્મ પછી તખ્તસિંહ ઠાકોરે ભાવસિંહજીનાં નામ ઉપરથી જ ભાવનગર શહેર વસાવ્યું અને સિહોરથી ગાદી ફેરવી ભાવનાગર આવી ગયા, પણ આ વાત તો એ પહેલાની વાત છે.

હાલના સિહોરનાં દરબારગઢમાં માતા મેલડીનું એક પુરાતન મંદિર આવેલું છે. ગોહિલકુળની કુળદેવી તરીકે તો આઈ શ્રી ખોડિયાર છે, પરંતુ આજે પણ ખુબ જ ભક્તિ ભાવથી મેલડી માતાજીની પૂજા થાય છે. એ સમયે ઠાકોર વખતસિંહજી નિયમિત માનો દીવો કર્યા બાદ જ અન્નજળ ગ્રહણ કરતા હતા. ગોહિલકુળતો એ સમયે ગરવું ગંગાજી જેવું પવિત્ર ગણાય. આ કુળમાં કોઈ દી કોઈ માંસાહાર કે સૂરાપાન નહોતું કરતુ. વળી આતાભાઈથી લઈને છેક કૃષ્ણકુમારસિંહજી સુધીના રાજવીઓ વિદ્વાન પણ એટલા જ હતા.નવરાત્રીની આઠમે બકરાની બલી ચઢાવવામાં આવતી.એ સમયે મેલડી માના મંદિરમાં વર્ષમાં એક વાર નવરાત્રીની આઠમે બકરાનો ભોગ ચઢાવવાનો નિયમ હતો. આ નિયમ એટલે ઘડાયો કે ઈ.સ. ૧૨૯૫ થી ૧૩૧૬ની આસપાસમાં થઇ ગયેલો દિલ્હીનો સુલતાન “અલાઉદીન બીજો” જે ઈતિહાસમાં “ખૂની સુલતાન” તરીકે પણ જાણીતો છે. તે પાટણ જીતી રુદ્રમાળ તોડ્યા પછી દેવ-દેવતાઓના મંદિરો તોડતો તોળાતો કાઠીયાવાડ સુધી આવી પહોચ્યો હતો.

સિહોરમાં સિહોરી માતાનું મંદિર, આઈ શ્રી ખોડિયાર મંદિર અને મેલડી માતાનું મંદિર જે દરબારગઢમાં હતું, તેને તોડી પાડવા અલાઉદીન બીજાએ સિહોર પર હૂમલો કર્યો હતો. સિહોરને તો ફરતા કોટની ઘેરાબંધી હતી. જેના ચારેય તરફના દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યાત. અલાઉદ્દીનનું લશ્કર ગામમાં પ્રવેશી ન શક્યું. લશ્કરે કિલ્લાની બહાર જ ઘેરો ઘાલ્યો. સિહોરના ઇતિહાસમાં આજે પણ આ ઘટનાનું વર્ણન છે. ઘણા લાંબા સમય સુધી ગામના દરવાજા બંધ રહ્યા. છેવટે અનાજ અને પાણી ખૂટવા લાગ્યા.

વખતસિંહને હવે ચિંતા થવા લાગી, વખતસિંહ ઠાકોર મેલડી માના મંદિરમાં જઈ આ મુસીબતમાંથી બહાર કાઢવા માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા માતાજીને વિનંતી કરી, સાથે માતાજીના ચરણોમાં બકરો ચઢાવવાની માનતા માની. માતાજીએ ખુશ થઇ આતાજીને પડદા પાછળથી કહ્યું. “કાલે સવારે તારું લશ્કર તૈયાર રાખજે. સૌથી આગળ તું રહેજે. હાથમાં સફેદ ધજાવાળો ભાલો રાખજે. હું કાળી દેવચકલી બની તારા ભાલા પર બેસું, પછી કોટનાં દરવાજા ખોલી બાદશાહના લશ્કર ઉપર તૂટી પડજે.”

માતાજીનું વચન સાંભળી વખતસિંહજીએ રાતના જ લશ્કરને તૈયાર રહેવા હુકમ કર્યો. નાહી-ધોઈ પવિત્ર થઇ માતાજીના મંદિરમાં જઈ પગે લાગી વખતસિંહ ઠાકોર અશ્વ પર સવાર થયા. હાથમાં બાર હાથનો ભાલો લીધો. ભાલા ઉપર મેલડી માતાજીની નાની ધજા લગાવીને ઠાકોર હવે સવાર થવાની રાહ જોવા લાગ્યા. સવાર પડ્યુંને એક કાળી દેવચકલી ફરર કરતી આવીને વખતસિંહ ઠાકોરના ભાલા પર બેસી ગઈ. વખતસિંહને માતાજીનો સંકેત મળી ગયો, વખતસિંહે ‘મેલડી માતની જય’ બોલાવી કોટનાં દરવાજા ખોલાવી નાખ્યા. ક્ષત્રિયોનું લશ્કર છૂટ્યું.

યવન સૈનિકો કઈ સમજે કે વિચારે તે પહેલા ગોહિલો માંડ્યા યવન સૈનિકોને કાપવા. અલાઉદીન પણ મેદાન છોડીને ભાગ્યો. આ લડાઈની યાદગીરીના ભીતચિત્રો આજે પણ સિહોરના દરબારગઢમાં જોવા મળે છે. મેલડી માતાની સહાયથી વખતસિંહ જીત્યા. ત્યારથી નવરાત્રીની આઠમે બકરાનો ભોગ માતાજીને ચઢાવવાનો નિયમ હતો.બલી ચઢાવવાના બદલે બકરાને રમતો મુકવાનો પ્રસંગ.વખતસિંહના જંગ જીત્યા પછી દરવર્ષે નવરાત્રીની આથમે માતાજીના ચરણોમાં બકરો ચઢાવવાની પરંપરા ચાલી આવીતી હતી, ત્યારે એકવાર નવરાત્રીની આઠમ આવી, ગામની અંદર ભોગ ધરાવવાની વાત થવા લાગી. એક બ્રાહ્મણની કન્યાએ આ વાત સાંભળી. કન્યા સમજુ હતી. ધાર્મિક પણ હતી. મા મેલડીમાં શ્રદ્ધા પણ ધરાવતી હતી. પણ કન્યામાં રહેલી જીવદયાના કારણે તે બકરાની બલી ચઢે એવું ઇચ્છતી નહોતી, કોઈપણ રીતે હિંસા ન થવી જોઈએ એમ દૃઢપણે તે માનતી હતી.

બ્રાહ્મણકન્યા જાણતી હતી કે વખતસિંહ બાપુ ખૂબ જ દયાળુ હતા. સાચી વાત સમજે અને સ્વીકારે તેવા ભલા હતા. છોકરી પહોચી દરબારગઢમાં. જઈને કુંવરીબા તથા બાસાહેબને મળી. પોતે ભોગનાં સમયે હાજર રહેવા માંગે છે તેવી વિનંતી કરી. અને વખતસિંહે પરવાનગી આપી.બાલી આપવાનો સમય થયો. રાજકુટુંબ મંદિરમાં આવ્યું. રાવળદેવે ડાક પર દાંડી પીટી. જાંજ, મંજીરા વાગવા લાગ્યા. ભૂવાએ બાજોઠ પર લાલ કપડું પાથર્યું. જુવારનાં દાણાની પોટલી ખોલી. સામે એક આસાન ઉપર વખતસિંહ બેઠા. ડાક મંજીરા બંધ થયા. મંદિરમાં નીરવ શાંતિ પ્રસરાઈ ગઈ. ભૂવાએ વખતસિંહ સામે જોયું. માનું સ્મરણ કર્યું. જુવારના દાણાની ચપટી લીધી અને બોલ્યા : “જો મા, તારો હુકુમ હોય તો આપજે વાસા….” ઠાકોર માનું સ્મરણ કરી જુવારના દાણાને બબ્બેની જોડમાં આંગળીથી ગોઠવવા લાગ્યા. એક દાણો વધ્યો. બાપુએ ભૂવા સામે જોયું.

ભૂવો મા સાથે વાત કરતો હોય એમ બોલ્યો : “મા, અમે તારા બાળકો કહેવાઈએ. તારા ખાજારૂ રખડે છે, એને લઇ લે અને અમને આશીર્વાદ આપ માવડી.” એમ બોલી ભૂવાએ ફરી દાણા નાખ્યાને વધાવો માંગ્યો. બાપુ સામે જોઈ બોલ્યો : “જુઓ તો, કેમ છે ?” બાપુની આંગળીઓ દાણા બબ્બેની જોડમાં ગોઠવવા લાગી. દાણો વધ્યો નહિ. બાપુ ને ભૂવો એકબીજા સામે જોઈ રહ્યા.આ બધું જોઈને બ્રામ્હણકન્યા બોલી બોલી કે .“ઠાકોર બાપુ, દાણા તો એકી-બેકી આવ્યા કરે. દસ વાર માગો તો એકવાર ખરું પણ પડે. પરંતુ માના પહેલા જ હુકુમનું પાલન શું કામ કરતા નથી ? જો માને બકરાનો ભોગ લેવો હોત તો પહેલા જ દાણા તમે માંગ્યા પ્રમાણે આવત. એ હજાર હાથવાળીને દાણા આપતા વાર કેટલી લાગે ?” વખતસિંહે કન્યા સામે જોયું. હાજર રહેલા બધા ગભરાયા કે હવે આ કન્યાની ખેર નથી. ભૂવાને ઈશારો કર્યો કે બકરાને રમતો મૂકી દો. ડાક, જાંજ, મંદિરા વાગવા લાગ્યા. રાજકુટુંબે માના દર્શન કર્યા અને પ્રતિજ્ઞા કરી કે આજથી જીવ-હિંસા નહિ કરીએ.

ત્યારથી આજ સુધી રાજપરિવારે બલિપ્રથા સદંતર બંધ કરી દેવાઈ. આજે પણ નવરાત્રીની આઠમના દિવસે માતાજીના મંદિરે બકરો લાવી તેને રમતો મૂકી દેવામાં આવે છે. સિહોરના દરબારગઢમાં આવેલા આ મંદિરમાં આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મંદિરમાં આવનાર ભક્તોના દુઃખ પણ મેલડી માતાજી દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *