મેકેફીએ સેક્સ વર્કરને એક રાત માટે હાયર કરી અને પછી કરી દીધા લગ્ન

WORLD

સુપ્રસિદ્ધ કોમ્પ્યૂટર એન્ટિવાઇરસ સોફ્ટવેર McAfee ના સ્થાપક જોન મેકેફીએ સ્પેનની જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. બુધવારે સ્પેનની એક કોર્ટે કર ચોરીના એક કેસમાં 75 વર્ષના મેકેફીનું અમેરિકામાં પ્રત્યાર્પણ કરવાનો ચુકાદો આપી દીધો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોર્ટના આ ચુકાદાથી પરેશાન મેકેફીએ બુધવારે જ જેલની પોતાની કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. રંગીન મિજાજી મેકેફીએ ત્રણ લગ્ન કર્યા હતા. એક કોલગર્લ તેની ત્રીજી પત્ની બની હતી.

જોન મેકેફી અને તેની પત્ની લક્ઝરી અને ગ્લેમરસ લાઇફ સ્ટાઇલ માટે જાણીતા હતા. જોન મેકેફીએ એક કોલ ગર્લ સાથે લગ્ન કર્યા હતા. તે તેના ત્રીજા લગ્ન હતા. 75 વર્ષના જોન મેકેફી પોતાની 34 વર્ષની પત્ની જેનિસ ડાયસનને પહેલી વાર ત્યારે મળ્યો હતો જ્યારે એક રાત સાથે વીતાવવા જેનિસનને કોલગર્લ તરીકે પોતાની પાસે બોલાવી હતી. એક કાર્યક્રમમાં તેણે આ વાતની સ્પષ્ટતા કરી હતી.

જોન મેકેફીએ જેનિસ ડાયસનને ગ્વાટેમાલાથી અમેરિકાની સરહદ પાર કર્યાના એક દિવસ બાદ મિયામી બીચ કાફે ખાતે એક દિવસ અને એક રાત સાથે રહેવા માટે કામ પર રાખી હતી. ત્યારબાદ વર્ષ 2013માં જોન મેકેફીએ જેનિસ ડાયસન સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ ડાયસને પણ પોતાની અટક બદલીને મેકેફી કરી દીધી હતી. તેમની પત્નીએ આ વિષય અંગે જણાવ્યું હતું કે તે ઘટના જાદુ જેવી હતી. જોન મેકેફીએ જેનિસને એક હિંસક દલાલ અને યૌન દાણચોરથી એટલા માટે બચાવી લીધી હતી, જેથી તેની પત્ની તેનાથી દૂર થઇ ગયેલા પુત્ર સાથે જોડાઇને નવા જીવનની શરૂઆત કરી શકે. જોન મેકેફીની પત્નીએ પોતે આ સ્પષ્ટતા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.