મેકઅપ વગર આવી દેખાય છે ઉર્ફી જાવેદ, વીડિયો થયો વાયરલ

Uncategorized

ફેશન ડીવા ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીમાંથી બહાર નીકળ્યા બાદ સફળતાની એવી ઊંચી ઉડાન ભરી રહી છે, જેની ચમક દરરોજ વધી રહી છે. ઉર્ફી ભલે ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા ન મળે, પરંતુ તેના બોલ્ડ અને સિઝલિંગ લુક્સથી ઉર્ફી સતત ચર્ચામાં રહે છે. ઉર્ફીનો દરેક લુક બહાર આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. ઉર્ફી ચાહકોની ફેશન આઇકોન બની ગઈ છે. હવે આ દરમિયાન ઉર્ફીનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર વાયુવેગે વાયરલ થઇ ધૂમ મચાવી રહ્યો છે.

ઇન્ટરનેટ પર છવાયો ઉર્ફીનો વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

શું તમે ક્યારેય ઉર્ફી જાવેદને મેકઅપ વિના જોઇ છે? જે હંમેશા સારી રીતે ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળે છ. જો નહીં તો હવે એક વાર જોઇ લો. ખરેખરમાં સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવી રીલ શેર કરી છે.

મેકઅપ વિના આવી દેખાય છે ઉર્ફી

વીડિયોમાં ઉર્ફી જાવેદે પોતાના બે લુક્સ શેર કર્યા છે. પ્રથમ લુકમાં તે મેકઅપ વિના નજર આવી રહી છે. મેકઅપ વગરના લુકમાં ઉર્ફીએ પોતાના વાળમાં બન બનાવ્યા છે અને બીજા લુકમાં ઉર્ફીનો મોસ્ટ સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે.

રીલ વીડિયોની શરૂઆત ઉર્ફીના નો-મેકઅપ લુકથી થાય છે. જેના પછી તરત જ ઉર્ફી રેડ ઓફ સોલ્ડર ડ્રેસમાં ગ્લેમરસ અવતાર લઇ લે છે. ઉર્ફી પોતાના સેકન્ડ લુકમાં કોઇ સ્ટાઇલિશ ડીવાથી ઓછી નથી લાગી રહી. લાલ ડ્રેસ અને ન્યૂડ ગ્લોસી મેકઅપમાં ઉર્ફી ખુબ જ સ્ટનિંગ દેખાઇ રહી છે. હેર સ્ટાઇલની વાત કરીએ તો તેણે વાળને એક સાઇડમાં રાખીને કર્લી લુક આપી ખુલ્લા રાખ્યા છે.

ઉર્ફીનો ફેન્સને ખાસ સવાલ

ઉર્ફીએ પોતાનો વીડિયો શેર કરતા ફેન્સને સવાલ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું-‘તમને લોકોને તૈયાર થવામાં કેટલો સમય લાગે છે?’ ઉર્ફીના આ વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.