અમીર બીઝનેસમેનની પુત્રી છે રાજ કુંદ્રાની પહેલી પત્ની, કવિતા પ્રેગ્નેન્ટ હતી શિલ્પા સાથે કર્યુ અફેર

GUJARAT

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને એડલ્ટ ફિલ્મ બનાવવા માટે મુંબઈ પોલીસ કસ્ટડીમાં છે. ઉદ્યોગપતિ પરના આક્ષેપો બાદથી શિલ્પાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. અભિનેત્રી રાજ કુંદ્રાની સાથે ઘણી કંપનીઓમાં બિઝનેસ પાર્ટનર પણ છે. શિલ્પા શેટ્ટીના નામે 23 કંપનીઓ છે અને તેનો પતિ નવ કંપનીનો માલિક છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેની ફિલ્મી કારકિર્દી હિટ રહી છે. આ પછી, તેણે વર્ષ 2009 લંડન સ્થિત ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. નોંધપાત્ર વાત એ છે કે રાજ પહેલાથી જ પરિણીત હતો અને તેની પહેલી પત્ની ભલભલી અભિનેત્રીને પાછળ રાખે તેવી હતી. રાજ કુંદ્રા લંડનમાં ભારતીય મૂળના એક મોટા ઉદ્યોગપતિ છે. 2004 માં, તેણે બ્રિટનના 198 સૌથી ધનિક લોકોની રેન્કિંગમાં પોતાનું સ્થાન બનાવ્યું.

રાજ કુંદ્રાએ અગાઉ કવિતા કુંદ્રા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ પરસ્પરના તકરારના કારણે 2006 માં કવિતાથી છૂટાછેડા લીધા હતા. કહેવાય છે કે આ પછી કવિતાએ શિલ્પા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. રાજ અને કવિતા કુંદ્રાને એક પુત્રી પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કવિતાએ શિલ્પા શેટ્ટીને છૂટાછેડા માટે સ્પષ્ટ દોષી ઠેરવી હતી.

રાજે પહેલા શિલ્પાને પરફ્યુમ બ્રાન્ડના પ્રમોશનમાં મદદ કરી. આ દરમિયાન બંને મીડિયાની નજરમાં આવી ગયા અને તેમની લવ સ્ટોરી ચર્ચામાં આવી.શિલ્પાની માતાએ પણ શિલ્પા પર લગ્ન માટે દબાણ લાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ બંને એકબીજા સાથે વધુ ભળી જવા લાગ્યા. એવું કહેવામાં આવે છે કે જ્યારે રાજ કુંદ્રાનું શિલ્પા સાથે અફેર હતું, તે સમયે તેની પત્ની કવિતા ગર્ભવતી હતી. કવિતાના ડિલિવરી પછી રાજ કુંદ્રાએ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

આ નિકટતાને વધતી જોઈને રાજની પહેલી પત્ની ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી અને તેણે શિલ્પા પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું. એવા સમાચાર મળ્યા હતા કે કવિતાએ શિલ્પાને ઘર ભાંગનારી કહી હતી. કવિતાએ જણાવ્યું હતું કે, પુત્રી ડેલીનાના જન્મના માત્ર બે મહિના પછી રાજે તેને છૂટાછેડાની નોટિસ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *