મેં સાંભળ્યું છે કે બટાકા ખાવાથી સમાગમ વધુ સમય ચાલે શું આ સાચુ છે ???

GUJARAT

સવાલ: હું૨૩ વર્ષની યુવતી છું. એક વર્ષથી મારા લગ્નની વાત ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા યુવકોએ મને રિજેક્ટ કરી છે. હું હવે કંટાળી ગઇ છું. મને થાય છે કે ક્યાંક હું ડિપ્રેશનનો શિકાર બની ના જાઉં. આને લીધે હંમેશાં તાણમાં રહું છું. શું કરું?- એક યુવતી (વાપી)

જવાબ: તમારા ઘરના લોકોએ જ્યાં પણ તમારા લગ્નની વાત ચલાવે ત્યાં અગાઉથી બધી જ વાત નક્કી કરી લેવી જોઇએ. સૌપ્રથમ ફોટો બતાવી જુઓ. જો યુવક તરફથી થોડું પણ પોઝિટિવ લાગે ત્યારે છોકરી દેખાડવાની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ.

સવાલ:હું અને મારી પત્ની અત્યાર સુધી બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે. હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે. શું આ બટાટાને આભારી હશે? – એક ભાઈ (મુંબઈ)

જવાબ: બિલકુલ નહીં… બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે. બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે. લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળતો આવતો હોવાથી લોકોમાં એવી ભાવના પ્રવર્તતી હોય છે કે આમાં પણ હોર્મોન વધારવાની જડીબુટ્ટી છૂપાયેલી હશે. આવી ભ્રામક ભાવના ઈંડા, કાંદા વગેરે માટે પણ પ્રવર્તે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય નથી.

સવાલ: હું મેરિડ છું. મારી ઉંમર 26 વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું.મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે. હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને ? – એક મહિલા

જવાબ; પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *