મેં પેહલીવાર સમાગમ માણ્યું મને લાગે છે કે મને ગર્ભ રહેશે તો મારે શું કાળજી લેવી પડે ???

GUJARAT

સમસ્યા : મારી ઉંમર 24 વર્ષ છે. મારે જાણવું છે કે શું નપુંસકતા એ કોઈ બીમારી છે? તેનાથી શું નુકસાન?

ઉકેલ : જાતીય નબળાઇ કે નપુંસકતા જીવલેણ નથી, પરંતુ તેને હળવાશથી પણ ન લેવી જોઈએ. નપુસંકતાને જાતીય ઉણપના નામે પણ ઓળખવામાં આવે છે. જે ભવિષ્યમાં થનારા કોઈ મોટા રોગ તરફ ઈશારો કરે છે. પ્રયત્નપૂર્વક જાગૃત કરાતી કામોત્તેજના કે સમાગમ અગાઉના ચોકકસ સમયે શિશ્નોત્થાન ન થવું તે ભવિષ્યમાં થનારી શારીરિક તકલીફોનો નિર્દેશ કરે છે. જાતીય ઉણપથી પીડાતા લોકોને મોટા ભાગે હૃદયને સંભવિત કંઈ બીમારી હોવાની સંભાવનાઓ રહેલી છે.

કામોત્તેજના વખતે શિશ્નની રક્તવાહિનીઓમાં પૂરતા પ્રમાણમાં લોહીનું વહન થવાથી શિશ્નોત્થાન થાય છે. આથી રક્તવાહિનીઓને અસર કરતાં રોગને કારણે શિશ્નમાં પહોંચતાં લોહીના પ્રવાહને અસર થાય છે. સ્કલેરોસીસ તથા હાઈ બ્લડ પ્રેશર જેવા રોગને કારણે શિશ્નોત્થાનમાં સમસ્યા ઊભી થાય છે. હૃદયરોગની સારવાર માટે અપાતી તેમજ હાઈ બ્લડ પ્રેશરમાં અપાતી કેટલીક દવાઓ પણ શિશ્નોત્થાનની સમસ્યા સર્જી શકે છે. આ તમામ બાબતોને જોતાં શિશ્નોત્થાનની સમસ્યાવાળી વ્યક્તિની સારવાર કરતી વખતે ડોક્ટરોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવા દર્દીને હૃદયરોગ થવાની શક્યતાઓ રહેલી છે.

સમસ્યા : મારી સમસ્યા એ છે કે મે ફર્સ્ટ ટાઇમ સમાગમ કરેલ છે એને હજી મહિનો પણ થયો નથી, પણ મને એવું લાગે છે કે મને ગર્ભ રહેશે. મારે ગર્ભ રાખવો નથી. હું હમણાં મા બનવા માગતી નથી. પ્લીઝ ગર્ભ પડાવવા કે ગર્ભ ન રહે માટે જરૂરી દવા કે સલાહ આપો અને ભવિષ્યમાં સેક્સ કરવાથી ગર્ભ ન રહે એ માટે કોઇ સારી દવા જણાવશો. મારી મૂંઝવણ તમે દૂર કરી આપશો?

ઉકેલ : સૌ પ્રથમ તમે મહિનો પુરો થાય તેની રાહ જુઓ અને જો દસેક દિવસ ઉપર ચઢી ગયા હોય અને પિરિયડ્સમાં ન થાઓ તો પેશાબની તપાસ કરાવી લો. જો એમાં પ્રેગ્નન્સી રહેલ હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લો. આ માટે ડોક્ટરની રૂબરુ મુલાકાત લેવી જરૂરી છે. અત્યારે કોઇ જ દવા ના લેવી જોઇએ. ગર્ભ ન રહે તે માટેની દવા સમાગમના 72 કલાકની અંદર લેવાની હોય છે. પણ હવે તે સમય જતો રહ્યો છે. આ દવાને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ કહેવામાં આવે છે.

તેથી અત્યારે આ દવા લેવાથી કોઇ જ ફાયદો થશે નહી. જો આપનાં લગ્ન ના થયેલ હોય તો ભવિષ્યમાં સમાગમ વખતે તમારા માટે નિરોધનો પ્રયોગ ઉત્તમ રહેશે. તેનાથી ગર્ભ રહેવાની શક્યતા 99% રહેતી નથી. સાથે સાથે જાતીય બીમારીઓથી પણ રક્ષણ મળશે. જો આપનાં લગ્ન થઇ ગયા હોય તો આ પતિ પત્ની સાથે મળીને કોઇ એક નિર્ણય પર આવી શકો છે. મારા મત મુજબ આપ ત્રણ કે પાંચ વર્ષ જે સમય માટે આપ મા બનવા નથી માગતા તેટલા સમય મર્યાદાની કોપર-ટી પહેરી શકો છો અથવા તો આપનાં પતિ કોન્ડોમનો પ્રયોગ કરે તો આપ બંને માટે સુરક્ષિત છે. હવે નિર્ણય આપ બંનેએ આંતરિક સહમતિથી કરવાનો રહેશે કે આપ ગર્ભ ધારણ ન થઇ જાય તે માટે કયું સાધન ઉપયોગ કરવા માગો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *