મેં નવા નવા લગ્ન કર્યા હું મારી જાતીય જિંદગીમાં નવો રોમાંચ લાવવા માટે શું શું કરું મને તમે જણાવો

GUJARAT

પ્રશ્ન : હું કોલેજના ત્રીજા વર્ષમાં ભણું છે. હું મારી સાથે ભણતા એક સારા ઘરના છોકરા સાથે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું. મારા પ્રેમપ્રકરણની બધાને ખબર છે. ્હવે વર્ષ પણ પૂરું થ‌વાની તૈયારીમાં છે. આ સંજોગોમાં હું જ્યારે મારા બોયફ્રેન્ડમાં પોતપોતાના ઘરમાં અમારા સંબંધોની વાત જાહેર કરવાનું કહું છું તો એ ટાળી દે છે. તેના ઇરાદા તો બરાબર હશે ને? એક યુવતી, અમદાવાદ

ઉત્તર : તમે અને તમારો બોયફ્રેન્ડ હજી અભ્યાસ કરો છો અને કરિયરના મામલે કોઇ દિશા નક્કી નથી થઇ. આ સંજોગોમાં તમારો બોયફ્રેન્ડ પરિવારમાં તમારા સંબંધોની વાત કરવાનું ટાળતો હોય તો તેની સમસ્યા સમજી શકાય એવી છે. સામા પક્ષે તમને તેના આવા વર્તનથી શંકા થાય એ સ્વાભાવિક છે. આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ સમય છે.

તમારે આ સમયે થોડી ધીરજ રાખીને કરિયર પર ધ્યાન આપવાની જરૂર છે. તમે વયમાં હજી નાના છો અને વાસ્તવિક દુનિયા સાથે તમારો હજી સંપર્ક નથી થયો. આ સંજોગોમાં તમારે તમારા સંબંધને હજી થોડો વધારે સમય આપવાની જરૂર છે. જો તમારો પ્રેમ મજબૂત હશે તો ચોક્કસ અંત હકારાત્મક આવશે. જો બોયફ્રેન્ડના ઇરાદા વિશેની તમારી શંકા સાચી હશે તો સમયની સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે

પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડ છેલ્લા એક મહિનાથી જિમમાં જાય છે. છેલ્લા પંદર દિવસથી તે બ્લેક વોટર પીવાનો જ આગ્રહ રાખે છે. આ પાણી બહુ મોંઘું આવે છે, પણ આમ છતાં તે કહે છે કે તેના જિમ ટ્રેનરે કહ્યું છે કે આનાથી બહુ ફાયદો થાય છે. શું આ વાત સાચી છે? શું બ્લેક વોટર હેલ્થ માટે બહુ ફાયદાકારક છે? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : આ બ્લેક વોટર હકીકતમાં આલ્કલાઇન પાણી જ છે. આ વાતનો કોઇ નક્કર પુરાવો નથી પણ દાવો કરવામાં આવે છે કે 8 કરતાં વધારે pH વેલ્યુ ધરાવતું આ આલ્કલાઇન પાણી બોડીને ડીટોક્સ કરવા, વજન ઘટાડવા, હાડકાનું આયુષ્ય વધારવા, શરીરને હાઇડ્રેટ કરવા, એસિડિટી દૂર કરવા, ઇમ્યુનિટી વધારવા અને એજિંગ પ્રોસેસને સ્લો કરવા માટે ઉપયોગી છે.

આજે જ્યારે આપણી અનિયમિત જીવનશૈલી અને ખાણી-પીણીની આદતોએ શરીરમાં એસિડનું પ્રમાણ વધાર્યું છે ત્યારે હાઈ pH ધરાવતું આલ્કલાઇન પાણી આ વધારાના એસિડને સંતુલિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જોકે કુદરતે આપણા શરીરની કાર્યશૈલી જ એવી બનાવી છે કે ઘણી બાબતો એ પોતાની મેળે જ કરી લે છે. જેમ કે તમે કોઈ પણ પાણી પીઓ, એને જેવું તમે મોઢામાં નાખો અને એ તમારી લાળ સાથે ભળે એટલે તમારા મોઢામાં આપમેળે જ એ આલ્કલાઇન બની જાય.

ફરી પાછું એ પાણી પેટમાં જાય ત્યારે પાચન થાય એ માટે એણે એસિડિક બનવું જ પડે. આમ શરીરમાં પાણીની અને ભોજનની pH વેલ્યુ એની જરૂરિયાત મુજબ ચેન્જ થઈ જ જતી હોય છે એટલે બહારથી તમે એ પ્રકારનું પાણી આપીને એક રીતે જોઇએ તો શરીરનાં તંત્રને ડિસ્ટર્બ જ કરી રહ્યા છો. આમ એક રીતે જોઇએ તો આ પાણીથી ખાસ ફાયદો નથી થતો. જોકે આલ્કલાઇન વોટર શરીરના વધારાના એસિડને સંતુલિત કરે છે એ વાત પણ સાચી છે

સવાલ: હું 28 વર્ષનો છું અને અમારા લગ્ન હમણાં ડિસેમ્બરમાં જ થયા, તો હું મારી જાતિયજિન્દગીમાં નવો જોશ લાવવા માટે શું કરું, મને તમે બતાવો,
એક યુવક

જવાબ: સૌથી પેહલા તમને અભિનંદન, બીજું તમે હાલ જ લગ્ન કર્યા અને જાયતીયજીન્દગી માણવા માટે જે કરવું જોઈએ એ મેં પેહલા પણ લખેલું જ છે પણ ફરીવાર લખું, હાલ માર્કેટમાં સેક્સ ડાઇસ આવે છે એને તમે લઇ આવો અલગ અલગ રીતે એમાં આપેલી જ હોઈ છે જેને લઈને તમે તમારી રોમાન્સની દુનિયામાં એક નવો જ અનુભવ કરી શકો છો

Leave a Reply

Your email address will not be published.