મેં મારી ગર્લફ્રેન્ડ જોડે કોન્ડોમ વગર સમાગમ માણ્યું તો શું એને ગર્ભ રહેશે ??? મને હવે બોવ ચિંતા થવા લાગે છે

GUJARAT

પ્રશ્ન : મને ઘણી વખત રાત્રે ઊંઘમાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ડોક્ટરે સ્લીપ એપ્નિયા હોવાનું કહે છે. શું આ કોઇ મોટી બીમારી છે? એક પુરુષ (વડોદરા)

ઉત્તર : ઘણીવાર એવું બને છે કે ઊંઘમાં જ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અથવા કેટલીક વાર શ્વાસ રુંધાય છે. આ ખરેખર તો સ્લીપ એપ્નિયાનાં લક્ષણ છે. જો રાત્રે ઊંઘતી વખતે તમારા નસકોરાં બોલતાં હોય અને આખી રાત ઊંઘ્યા પછી પણ થાક દૂર ન થતો હોય તો એ સ્લીપ એપ્નિયા હોઇ શકે છે. આ ઊંઘની સમસ્યા છે, જે મોટા ભાગે નસકોરાં બોલાવતાં હોય તેમને વધારે થાય છે કેમ કે ઊંઘમાં વારંવાર ખલેલ પડે છે.

આમાં શ્વાસ રુંધાતો હોય એવો લાગે છે, જેનો અર્થ એ થાય છે કે મગજ અને આખા શરીરનો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો. સ્લીપ એપ્નિયા કોઇને પણ ગમે તે ઉંમરે થઇ શકે છે. સ્થૂળ લોકોને આવી સમસ્યા થવાની સંભાવના વધારે હોય છે. વજન નિયંત્રણમાં રાખવાથી, કસરત કરવાથી અને બને ત્યાં સુધી સ્લીપિંગ પિલ્સ લેવાનું ટાળવાથી ફાયદો થાય છે. આ સમસ્યામાં વધારે પરેશાની થાય તો ડોક્ટરની સલાહ લેવી.

પ્રશ્ન : મારી ઉંમર 24 વર્ષની છે મે મારી ગર્લફ્રેન્ડ સાથે હાલમાં જ અનસિક્યોર જાતીય સંબંધ માણ્યો છે. હવે અમને બંનેને ડર લાગે છે. શું પ્રેગ્નેન્સી રહેવાના ચાન્સિસ છે? જો હા તો શું કરવું જોઈએ? એક યુવક (ગાંધીનગર)

ઉત્તર : જો તમે અનસિક્યોર જાતીય સંબંધ માણ્યો હોય તો પ્રેગ્નેન્સી રહેવાની શક્યતા વધી જાય છે. હકીકતમાં બાળક થવા માટે એક જ શુક્રાણુની જરૂર હોય છે અને એક વખતના સ્ખલનમાં લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે જે નરી આંખે દેખાતા નથી. જો હાઈલી ફર્ટાઈલ પીરિયડમાં અનપ્રોટેક્ટેડ સેક્સ માણવામાં આવ્યુ હોય તો પ્રેગ્નેન્સી રહેવાના ચાન્સિસ વધુ હોય છે.

જો કોઇ કારણોસર અનસિક્યોર જાતીય સંબંધ ભૂલથી બાંધી જ લીધો હોય તો આ કિસ્સામાં 72 કલાકની અંદર ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટિક પીલ્સ સ્ત્રીએ લેવી પડે છે. જો આમ ન કરેલ હોય તો, તમારી પાસે પીરિયડ્સમાં આવવાની રાહ જોયા સિવાય અન્ય કોઈ ઉપાય રહેતો નથી, જો માસિક નિશ્ચિત સમય કરતા પાંચ દિવસ ઉપર ચઢી જાય તો યૂરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.