પ્રશ્ન : હું અને મારા પતિ એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ પણ સમસ્યા છે કે અમારો શારીરિક સંબંધ બહુ લાંબો સમય ટકી નથી શકતો. આ સમસ્યા દૂર કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપાય જણાવશો. એક મહિલા (સુરત)
ઉત્તર : શારીરિક સંબંધ લાંબો ન ટકી શકે તો ઘણીવાર પુરુષોની ચિંતા વધી જતી હોય છે. આ પરેશાનીને દૂર કરવા માટે એક ઘરેલુ નુસખો કામ આવી શકે છે. શારીરિક સંબંધ દરમિયાન વધારે સમય ટકી રહેવા માટે પુરુષો અનેક ઉપાયો કરે છે પરંતુ જો સફળતા ન મળે તો એ વાત પુરુષ સાથીને ચિંતામાં મૂકી શકે છે. આદુંંને વોર્મિંગ હર્બ માનવામાં આવે છે.
આ પરિભ્રમણને વધારે છે અને જાતીય અંગોમાં બ્લડ ફ્લોને સુધારીને જાતીય સંબંધને સારી રીતે માણવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-ઈન્ફ્લમેટરી ગુણ હોય છે, જેના કારણે ઓછી થતી સેક્સ ડ્રાઈવને બૂસ્ટ મળે છે.
મધમાં રહેલા બોરોન એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવોના લેવલને મેન્ટેન રાખે છે જે લાંબા સમય સુધી જાતીય સંબંધને ટકાવી રાખવા માટે યોગ્ય રહે છે.
આ સિવાય માનસિક સ્થિતિની પણ જાતીય જીવન પર સીધી અસર થાય છે. આ કારણોસર ખોટી ચિંતા કે વિચારો ન કરવા અને મનને શાંત રાખવું. શક્ય હોય તો નિયમિત રીતે કસરત કરવી જોઇએ. એનાથી શારીરિક ફિટનેસ જળવાય છે.
સવાલ : હું ૨૪ વર્ષની યુવતી છું. મેં મારા બોયફ્રેન્ડ સાથે ગઈ કાલે અનેક વખતે સેક્સ કર્યું હતું. અમે કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો, પણ હું માનું છું કે, એક વખત એ સ્લિપ થઈ ગયું હતું.
મેં ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લીધી હતી, પણ એની અસરકારક્તાની મને ખાતરી નથી. હું પ્રેગ્નન્ટ થઈ છું કે નહિ એ ચેક કરવા માટે મારે ક્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવો જોઈએ?
ઉકેલ : અત્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો અને એક અઠવાડિયા પછી એને રીપીટ કરો.