પ્રશ્ન : મને આખો દિવસ જાતીય જીવન માણવાના વિચારો જ આવ્યા કરે છે. શું આ યોગ્ય છે કે મને કોઇ બીમારી હોઇ શકે છે? એક યુવક (વડોદરા)
ઉત્તર : વ્યક્તિને હાઇપર સેક્સ્યુઅલ ક્યારે માનવી તે અંગે ડોક્ટરોમાં પણ મતભેદ પ્રવર્તે છે. પરંતુ મોટાભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઇ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજિંદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય, જેમને માટે સેક્સ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી (ઇમ્પર્સનલ) વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠાના અસંખ્ય અનુભવો ઉપરાછાપરી લીધા બાદ પણ સરવાળે અસંતુષ્ટ રહી જતી હોય તેવી વ્યક્તિ હાઇપરસેક્સ્યુઅલ ગણાય છે.
આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે. આવી સ્ત્રીઓ ‘નિમ્ફો મેનિયાક’ તરીકે ઓળખાય છે. સાદી ભાષામાં સમજવું હોય તો કંઇક આ રીતે કહેવાય.
તમે ભરપૂર જમીને અડધો કલાક પહેલાં જ ઊભા થયા હો અને પાછી જમવાની ઇચ્છા કાયમ થાય તો બીમારી કહેવાય. તે જ રીતે સંતોષજનક સેક્સ ભોગવ્યા બાદ હંમેશાં તરત જ વારંવાર સેક્સની ઇચ્છાને હાઇપર સેક્સ્યુઅલ ગણવી જોઇએ.
વધારે પડતી કામુક્તા માટે ડોક્ટરી તપાસ જરૂરી બને છે. કેમ કે મેનિયા, સ્કીઝોફ્રેનિયા, ફ્રન્ટલ લોબ બ્રેઇન ટ્યુમર અથવા એપિલેપ્સિઝ નામની બીમારીઓ પણ કામુક્તાને અમર્યાદ, અસંગત બનાવી દે છે. તમારે આ વિશે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
સવાલ : હું ૨૬ વર્ષનો યુવક છું. મેં લવ મેરેજ કર્યા છે. મેરેજ પહેલાં મારા પાર્ટનર અને મારી ગ્રેટ સેક્સ લાઈફ હતી, ક્યારેક તો અમે દિવસમાં ચારથી પાંચ વખત સેક્સ એન્જોય કરતા હતા. હવે મેં સેક્સમાં ઈન્ટરેસ્ટ ગુમાવ્યો છે. જોકે, મારી પાર્ટનરને હજી એનું ખૂબ એડિકશન છે. તમારી શું સલાહ છે?
ઉકેલ : ડેટિંગ દરમિયાન સેક્સ એક્સપેરિમેન્ટસનું તમે અનુભવી રહ્યા છો એવું જ પરિણામ આવે છે. તમારે બંનેએ તમારી સેક્સ લાઈફને લાઈવ રાખવી જોઈએ. ભલે ઓછી વખત જ સેક્સ કરો, પણ એ હેપ્પી અને ઈન્ટરેસ્ટિંગ હોવું જોઈએ.