મેં અને મારી GF એ સમાગમ કર્યું પણ જોકે એને એની અંડરવિયર પેહરી રાખી હતી, તો શું એ પ્રેગ્નન્ટ થઇ શકે ???

GUJARAT

પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા હજી લગ્ન નથી થયા પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે શારીરિક રીતે સક્રિય છું. મારી સમસ્યા એ છે કે મને લાગે છે કે શારીરિક સંબંધ બાંધ્યા પછી મને માથાનો દુખાવો થાય છે. આવું થવા માટે શું કારણ જવાબદાર હશે? એક યુવક (નવસારી)

ઉત્તર : તમારી સમસ્યા થોડી અલગ છે, પણ આવું ક્યારેક થઇ શકે છે. જાતીય સંબંધ બાંધ્યા પછી ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરે છે. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે ડોક્ટરની સલાહ પ્રમાણે પેઇનકિલર લઇ શકો છો.

આ પરિસ્થિતિ માટે ક્યારેક માનસિક સ્થિતિ પણ જવાબદાર હોઇ શકે છે. ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી જો તમારા મનમાં તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનતા હશો તો એની માનસિક આડઅસર પણ માથાના દુખાવામાં કારણભૂત બની શકે છે. વ્યક્તિ જાતીય સંતોષ મેળવ્યા પછી તેણે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી અનુભવતી હોય ત્યારે પણ આવું થઈ શકે છે.

જો આવી કોઈ માન્યતાઓ ધરાવતા હો તો એ દૂર કરવી જરૂરી છે. જો એવું ન હોય તો કોઈ સારા ન્યુરોલોજિસ્ટને બતાવીને જરૂર પડે તો મગજનું સ્કેનિંગ કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાની દિશા મળશે. જો કોઇ શારીરિક સમસ્યા હશે તો સમયસર નિદાન થવાથી સારવાર માટે સમય પણ મળશે.

સવાલ : હું ૧૮ વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડની ઉંમર પણ ૧૮ વર્ષ છે. અમે એક અઠવાડિયા પહેલાં સેક્સ કર્યું હતું. મારી ગર્લફ્રેન્ડે અન્ડરવિયર પહેરી રાખી હતી, પરંતુ હું સંપૂર્ણપણે વસ્ત્રહીન અવસ્થામાં હતો. તેના 16 માર્ચ થી પિરિયડ શરૂ થવાના હતા, પરંતુ મેન્સ્ટ્રુએટિંગ શરૂ થવાના છે એવા કોઈ સંકેત જ તેને મળ્યા નથી. શું તે પ્રેગ્નન્ટ હોય શકે?

ઉકેલ : સ્પર્મ્સ ખૂબ જ વર્સેટાઈલ છે. વજાઈનાની આસપાસ પેનિસ ટચ થયું હોય તો ચાન્સીસ છે. યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવો. કોઈ જાતના વિલંબ કર્યા વિના ગાયનેકોલોજિસ્ટને મળો.

Leave a Reply

Your email address will not be published.