મેં એકવાર ગર્ભ પડાવી નાખ્યો પછી મને સંતાન નથી રહેતું,હું શું કરું જેથી મને ગર્ભ રહે

GUJARAT

પ્રશ્ન : હું સંયુક્ત પરિવારમાં રહું છું. મારી ત્રણ વર્ષની પુત્રી છે અને હું વર્કિંગ વુમન હોવાથી મારી દીકરીને મારા સાસુ-સસરા જ સાચવે છે. મારી દીકરીને મારા સાસુ-સસરા ઘણા લાડ લડાવે છે. તેને રડતી જોઈ શકતા ન હોવાથી મારા સાસુ-સસરા તેની દરેક જીદ પુરી કરે છે. મને આ ગમતું નથી. હું માનું છું કે નાનપણમાં જો બાળકની આદત બગડી જાય તો એને સુધારવામાં બહુ સમય લાગે છે. હું મારી દીકરીને થોડી શિસ્તમાં રાખવાના પ્રયત્નો કરું છું. આથી તે મારી પાસે આવતી જ નથી. આ સંજોગોમાં શું કરવું એ મને સમજાતું નથી. એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : દરેક માતાની ઉછેર પદ્ધતિ એકબીજા કરતા અલગ હોય છે. કહેવાય છે ને કે વડીલોને સંતાનનું સંતાન અત્યંત લાડલું હોય છે અને એના પર પોતાના પ્રેમનો અભિષેક કરતા હોય છે. હવે જો માતા તરીકે તમને એમ લાગતું હોય કે તમારા સાસુ-સસરા વધારે લાડ કરીને તેને બગાડી રહ્યાં છે તો તમારે સત્તાવાહી શબ્દોમાં તેમને સૂચના આપવાને બદલે પ્રેમથી તમારો અભિગમ સમજાવાનો પ્રયાસ કરવો જોઇએ.

તમે જણાવ્યું છે કે તમે વર્કિંગ મધર છો એટલે તમારી દીકરી તમારાં સાસુ-સસરા સાથે વધારે સમય ગાળતી હોવાના કારણે તેનું બોન્ડિંગ તેમની સાથે વિશેષ હોય એ સ્વાભાવિક છે. આના કારણે તમારે ગુસ્સે થવાની કે અકળાઇ જવાની જરૂર નથી. તમારે આ વાતને હકારાત્મક રીતે વિચારવાની જરૂર છે. તમારે સમજવાની જરૂર છે કે તેઓ તમારી દીકરીનું ધ્યાન રાખે છે ત્યારે જ તમે તમારી કરિયર પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

જો તમારાં સાસુ-સસરા દીકરીની જવાબદારી ન ઉઠાવતા હોત તો તમારા માટે કામની સાથે દીકરીને સંભાળવાનું બહુ મુશ્કેલ સાબિત થાત અને એને કદાચ કોઇ ત્રાહિતના હાથમાં પણ સોંપવી પડતી. આ સંજોગોમાં તમને આખો દિવસ તેની ચિંતા સતાવત.

જો તમે ઇચ્છતા હો કે તમારી દીકરી સાથે તમારું બોન્ડિંગ મજબૂત બને તો તમારી પુત્રી સાથે શક્ય હોય એટલો વધુ સમય પસાર કરો. શિસ્ત ઉપરાંત તેને પ્રેમ પણ કરો. તેને ફરવા લઈ જાવ. તેની સાથે રમો. તમે તેના સારા માટે તેની સાથે કડક રીતે વર્તો છો એ સમજવા માટે તે હજુ ઘણી નાની છે. બળથી નહીં પણ કળથી કામ લો.

સવાલ: અમારા લગ્નને 5 વર્ષ થયા, હું પેહલા એકવાર ગર્ભવતી હતી ત્યારે મેં બાળક પડાવી નાંખ્યું કેમકે હું અને મારા પતિ ત્યારે નહોતા ઇચ્છતા,બીજું હાલ મેં ડોક્ટર જોડ બધી જ જાતની તપાસ કરાવી તો પણ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા,પણ મને પ્રેગ્નન્સી નથી રહેતી,આ માટે હું શું કરું..
એક યુવતી અમદાવાદ

જવાબ: તમે નજીકના ગાયનેકોલોજિસ્ટને મળીને તમારી ફેલોપીયન ટ્યુબની પણ એકવાર તપાસ કરાવો અને મુજબ દવાઓ ચાલુ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *