પ્રશ્ન : હું મારા બોયફ્રેન્ડ સાથે પાંચ વર્ષથી સ્ટેડી છું. હવે મારો બોયફ્રેન્ડ આગળ અભ્યાસ કરવા માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. હું તેની પ્રગતિથી ખુશ છું પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ વિશે મારા મનમાં અનેક શંકાઓ છે. હું એવું માનું છું કે એકબીજાથી દૂર રહેવાથી સંબંધનો ચાર્મ ઓછો થઇ જાય છે. શું આવા સંબંધો લાંબા સમય સુધી ટકી શકે છે?
ઉત્તર : દરેક પ્રકારની રિલેશનશીપના હકારાત્મક અને નકારાત્મક પાસાં હોય છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ નિષ્ફળ જ જાય છે એવું નથી પણ એમાં પ્રત્યક્ષ સ્પર્શની લાગણીની બાદબાકી થઇ જાય છે. લોંગ ડિન્સ્ટરન્સ રિલેશનશીપના શરૂઆતના કેટલાક મહિનાઓમાં બધુ બરાબર લાગે છે પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ફસ્ટ્રેશન લેવલ પણ વધતું જાય છે.
લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં બીજી બધી લાગણીઓની સાથે સાથે અસુરક્ષિતતાની લાગણી પણ હોય છે. જ્યારે આ લાગણીનું પ્રમાણ વધી જાય છે ત્યારે સંબંધોમાં સમસ્યાની શરૂઆત વધતી જાય છે.
જો થોડી સમજદારીથી કામ લઈને આ અસુરક્ષિતતાની લાગણી પર કાબૂ મેળવવામાં આવે તો લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ સફળ થવાની શક્યતા વધી જાય છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ સફળ સાબિત થશે કે નિષ્ફળ એ નક્કી કરવા માટેનું કોઇ ખાસ ગણિત નથી. આ વાતનો આધાર એની પસંદગી કરનાર પ્રેમીઓની માનસિકતા અને સમજદારી પર છે. જો પ્રેમીઓ સમજદાર હોય તો આ પ્રકારના સંબંધો સફળ નીવડે છે.
સવાલ: મેં 4 વર્ષ પેહલા મારા પતિ જોડ ડિવોર્સ લીધા છે, અને હું ત્યારથી પિયરમાં છું, મારા જ પાડોશમાં રહેતા એક યુવક જોડે મારે પ્રેમ છે અને તેમને 1 સંતાંન પણ છે,પણ તે વારંવાર મારા જોડ શરીર સુખની માંગ કર્યા કરે છે અને એના લીધે હું તૈય્યાર નથી પણ હું તેમને દુઃખી નથી કરવા માંગતી,કેમ કે તે દુઃખી થશે તો મને મૂકી દેશે એની બીક લાગે છે મને ..
એક મહિલા
જવાબ: તમે ખુદ ડિવોર્સ લીધા છે અને તમેં એક એવા પરણિત પુરુષને પ્રેમ કરો છો કે જેને સંતાન છે અને એ તમને માત્ર શરીર સુખ માટે જ પ્રેમ કરે છે,તો આવા સબંધ તમને ક્યારેય સુખ નહિ આપી શકે,જેથી તમેં આવા સબંધ ઉપર ધ્યાન ના આપો,