બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી વર્ષ-૨૦૧૭માં ચુંટાયેલા કિર્તીસિંહ વાઘેલાનો પણ નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કાંકરેજના ખારીયા ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતાં આ ધારાસભ્યને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી બનાવાતાં પરિવારમાં ખુશીના પોર રહ્યો નથી.
આ મંત્રી સામાન્ય પરિવારમાંથી આવે છે અને ખુબ સરળ સ્વભાવના છે તેનુ ઉદાહરણ તેમનું નિવાસસ્થાન છે. ધારાસભ્ય હોવા છતાં તેઓ માત્ર રૃમના મકાનમાં વસવાટ કરે છે. આ ઉપરાંત વિસ્તારમાં નાનામાં નાના પ્રસંગમાં તેઓ હંમેશા ઉપસ્થિત રહે છે.
વર્ષ-૨૦૧૨માં કોંગ્રેસના સ્વ.ધારસિંહ ખાનપુરા સામે માત્ર ૬૦૦ મતથી તેઓ હાર્યા હતાં છતાં તેમને વર્ષ-૨૦૧૭માં બીજી વખત ટિકિટ આપવામાં આવી હતી. જોકે ચુટણી લડી શકાય તેવી તેમની સ્થિતિ ન હોવાથી તેમના સંમર્થકોએ લોકફાળો કરી તેમને ચુટણી લડાવ્યાં અને તેઓ વિજેતા જાહેર થયાં હતા.
નવ યુવાનની માફક રોજ વહેલી સવારે સાયકલિંગ માટે પણ નિકળી જાય છે. હાલના નેતાઓ લાખો રૃપિયાના ગાડીઓમાં ફરે છે જ્યારે આ ધારાસભ્ય જુના જમાનાની જીપમાં જ ફરે છે.