માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા ઘરમાં કરી દો આ ફેરફાર, થશે ખુબજ ફાયદો

DHARMIK

આપણા શાસ્ત્રોમાં અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્રમાં આપણા ઘરમાં કેટલીક વસ્તુઓ ક્યાં રાખવી જોઈએ ઘરમાં યોગ્ય સાફ સફાઈ કરવી જોઈએ જેવી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મીજી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરી દે છે. મા લક્ષ્મીજી કૃપા મેળવવા કઠોર પરિશ્રમની સાથે સાથે આચાર-વિચાર અને રહેવાની રીતભાતમાં પણ કેટલાક ફેરફાર કરવા જોઈએ. આજે આપણે જાણીશું કેવા ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા મેળવી શકીશું.

કહેવાય છે કે ઘરમાં જો તૂટેલું દર્પણ હોય તો તેમજ નકામો અને ભંગાર કે સામાન રાખવો ન જોઈએ. આનાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે. અને તેમની કૃપા રહેતી નથી. વાસ્તુના હિસાબે આનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. જે સ્ત્રીનો વ્યવહાર કઠોર અને નિર્દય હોય છે અને જે ઘરમાં લડાઈ તકરાર કરે છે તે લક્ષ્મીથી વંચિત રહે છે.

જે લોકો પોતાના માતા પિતાનું વારંવાર અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. કહેવાય છે કે જે સ્ત્રી કે પુરૂષ ચરિત્રહીન હોય છે અને ખરાબ પાપો આચરે છે. તેમના ઘરે લક્ષ્મી વાસ નથી કરતા. જે લોકો પોતાના ઘરને અસ્તવ્યસ્ત રાખે છે તેમના ઘરથી લક્ષ્મીજી હંમેશા દૂર રહે છે.

જે વ્યક્તિ આળસુ હોય સૂર્યોદય પછી પણ સુતા રહે તેમના ઘરમાં ક્યારેય લક્ષ્મી ટકતી નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે પુરૂષ પોતાની પત્નીનું અપમાન કરે છે તેને નોકરાણી સમજે છે સૌની સામે તેની સામે ખરાબ વ્યવહાર કરે છે તે હંમેશા આર્થિક સંકટમાં રહે છે. જે સ્ત્રી પોતાના પતિ અંગે ખરાબ બોલે છે લજ્જાનો ત્યાગ કરી અવળચંડાઈ કરે છે તેમના ઘરે લક્ષ્મીજી નથી રહેતા.

Leave a Reply

Your email address will not be published.