સમુદ્ર શાસ્ત્રમાં, વ્યક્તિના શરીર પર રહેલા અંગોનો આકાર અને તેના પર રહેલા નિશાન ભવિષ્ય અને સ્વભાવ વિશે જણાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, સમુદ્રશાસ્ત્રમાં વ્યક્તિના શરીર પર રહેલા તલને વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. એટલે કે શરીર પર તલ ક્યાં છે તેના પરથી ભવિષ્ય અંગે જાણી શકાય છે. અહીં આપણે હોઠની ઉપરના તલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, વાસ્તવમાં કોઈપણ વ્યક્તિના હોઠ પર કે તેની આસપાસ તલ હોય તો તે લોકોનું ધ્યાન ખૂબ ખેંચે છે. ખાસ કરીને મહિલાઓના હોઠ પર તલ ખુબજ આકર્ષક લાગે છે.
હોઠ નીચે તલ હોય તો…
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હોઠની નીચે તલ હોય તો તે વ્યક્તિ પોતાના કામમાં નિષ્ણાત હોય છે, જેના કારણે તે પોતાના કાર્યક્ષેત્રમાં લોકોમાં લોકપ્રિય રહે છે. સાથે જ આ લોકોને હિંમતવાન, હોંશિયાર, મહેનતુ અને ઈમાનદાર માનવામાં આવે છે. આ લોકો ફરવાના શોખીન હોય છે. ઉપરાંત, તેઓ મજબૂત મનોબના અને ઈચ્છા શક્તિ ધરાવતા હોય છે.
હોઠ પર તલ હોય તો…
જો કોઈ વ્યક્તિના હોઠની જમણી બાજુ તલ હોય તો તે વ્યક્તિ પોતાના જીવન સાથી પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હોય છે. તેમજ બંને લોકો વચ્ચે સારી સંવાદિતા છે. જ્યારે વ્યક્તિ જીવનસાથીને પૂછ્યા પછી નિર્ણય લે છે. આ લોકો નસીબ કરતાં પોતાની મહેનતમાં વધારે વિશ્વાસ રાખે છે. તેમજ આવી વ્યક્તિ સારા વસ્ત્રો પહેરવાનો અને હરવા-ફરવાના શોખીન હોય છે. આ લોકો વ્યવહારુ અને દૂરંદેશી હોય છે.