મારુ લિંગ નાનું છે,એને મોટું કરવા માટે સારામાં સારી દવા બતાવો જેથી લિંગ અચાનક મોટું થઇ જાય

GUJARAT

પ્રશ્ન : મારા લગ્નને ત્રણ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. મારા સાસરિયા સતત બેબી પ્લાનિંગ વિશે સવાલો કરે છે. હું અને મારા પતિ હમણાં બાળક નથી ઇચ્છતા પણ અમારે આ ચર્ચા પરિવાર સાથે નથી કરવી. પરિવારના આ દબાણનો હું કઇ રીતે સામનો કરું? એક મહિલા (વડોદરા)

ઉત્તર : મા બનવું એ દુનિયાના સૌથી સુખદ અનુભવોમાંથી એક છે પણ આ નિર્ણય કોઇના દબાણમાં લેવામાં આવે એ યોગ્ય નથી. લગ્નના એક-બે વર્ષ થાય એટલે સાસરાવાળા અને બાકીના સંબંધીઓ પણ વહુ પાસેથી બાળકની અપેક્ષા રાખવા લાગે છે. ફેમિલી પ્લાનિંગ ક્યારે કરવું તે બાબત સમગ્ર રીતે સ્ત્રી અને તેના પતિ પર નિર્ભર છે.

પતિ-પત્ની એમ બંનેને જ્યારે લાગે કે તેઓ ત્રીજી વ્યક્તિની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે ત્યારે પ્લાનિંગ કરવું વધારે યોગ્ય ગણાય. જો તમે ખરેખર હાલ બેબી પ્લાનિંગ માટે તૈયાર નથી તો સૌથી પહેલા પોતાની જાતને સમજાવો. પતિ-પત્ની બંને લગ્ન બાદ ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે. તેનો અર્થ એ નથી કે, તમે ઉતાવળમાં આવીને એવો કોઈ નિર્ણય લઈ લો, જે આવનારા સમયમાં તમારા સંબંધો માટે ખોટો સાબિત થાય. જો આ સમયે તમારા માટે કરિયર પહેલી પ્રાથમિકતા છે, તો તે પ્રમાણે આગળ વધો અને તમારા પરિવારને પણ સ્પષ્ટ રીતે આ વાત કહી દો.

જ્યારે બેબી પ્લાનિંગને લઈને કોઈ સવાલ પૂછે ત્યારે અકળામણ થાય એ સ્વાભાવિક છે. જો કે, આ વાતથી પરેશાન થવાના બદલે જે કોઈ સવાલ કરે તેને સ્પષ્ટ કહી દો કે હાલ તમે મા બનવા માટે તૈયાર નથી.

જો તમે ખરેખર લોકોના બેબી પ્લાનિંગને લઈને પૂછવામાં આવી રહેલા સવાલથી કંટાળી ગયા છો, તો હંમેશા જવાબ તૈયાર રાખો. સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે, જવાબ એવો હોય જેનાથી કોઇને ખોટું ન લાગે અને તમારું પણ ખરાબ ન લાગે. તમે તમારા પરિવારજનોને કહી શકો છો કે હાલ તમારી પાસે તેમના પ્રશ્નનો જવાબ નથી.

પ્રશ્ન : મારી ઉંમર ૧૯ વર્ષની છે, મને મારા પેનિસની ચિંતા થઇ રહી છે. મારું પેનિસ નાનું છે, તો તેને મોટું કરવા માટે શું કરવું ? કોઈ રસ્તો બતાવવા વિનંતી કે જેના કારણે મારા પેનિસની સાઇઝ વધી જાય. એવી કોઈ દવા હોય તો એ પણ સૂચન કરવા વિનંતી. પ્લીઝ એવો કોઈ રસ્તો બતાવો જેથી મારી સેક્સલાઇફમાં પ્રોબ્લેમ ન થાય.

જવાબ : ભાઈ, તમે કયા આધારે કહી શકો કે તમારા પેનિસની સાઈઝ નાની છે? આપણા માનવસમાજમાં મોટાભાગના યુવાનોને ડંફાસ મારવાની ટેવ હોય છે કે મારા પ્રજનન અંગની સાઈઝ આટલી મોટી છે અને હું તો સેક્સમાં આટલું લાંબું ટકી શકું છું.

આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ પ્રમાણે ભારતના લોકોનું પ્રજનન અંગ સરેરાશ ૩.૫ ઈંચનું હોય છે. ભારતની વસ્તી કૂદકે અને ભૂસ્કે વધી રહી છે એ હકીકત જ સાબિત કરે છે કે સાઈઝના કારણે કોઈ સમસ્યા થતી નથી. સેક્સમાં કેટલો સમય ટકવું જરૂરી છે એનો કોઈ જ નિયમ નથી. આ બંને હકીકતો એટલા માટે કહી કે તમે સાઈઝની ચિંતા છોડીને ભણવા-ગણવામાં અને નોકરી વ્યવસાયમાં સ્થિર થવામાં નિરાંતે ધ્યાન આપી શકો.

Leave a Reply

Your email address will not be published.