મારુ લિંગ જમણી બાજુ વધારે નમેલું છે,હું શું કરું

GUJARAT

પ્રશ્ન : હું 24 વર્ષનો યુવક છે. મારી સમસ્યા એ છે કે મને વારંવાર નાની નાની વાતો પર ગુસ્સો આવી જાય છે. મને ખબર છે કે મારા આ સ્વભાવની નકારાત્મક અસર મારા કામ અને સંબંધો પર પડે છે. આ ગુસ્સા પર કાબૂ મેળવવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : ગુસ્સો પણ એક પ્રકારની લાગણી છે પણ એ વાતનું ધ્યાન રાખો કે એની તમારા સંબંધો પર અસર ન પડવી જોઇએ. તપાસી લો કે કઈ સ્થિતિમાં તમને ગુસ્સો વધારે આવે છે. સ્થિતિ અને ગુસ્સાનાં કારણોને સમજો અને તેનાથી પેદા થયેલી પરેશાનીને દૂર કરવાના પ્રયાસ કરો, પરંતુ ગુસ્સાને દબાવશો નહીં. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે જણાવેલ કેટલીક સરળ ટિપ્સનું પાલન કરીને એના પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે.

નક્કી કરો કે જે વાત પર તમને ગુસ્સો આવ્યો છે, તેની પ્રતિક્રિયા તમે 48 કલાક પછી આપશો. આમ કરવાથી એવો ચમત્કાર થશે કે એ જોઈને તમે પોતે પણ આશ્ચર્યમાં પડી જશો.

જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ ગમતું ગીત ગાવું શરૂ કરી દો અથવા તો કોઈ મ્યૂઝિકલ વાજિંત્ર વગાડો. ગુસ્સાના સમયે ભરાયેલી એનર્જીનો સકારાત્મક ઉપયોગ કરો.

કમાનથી છૂટેલું તીર અને મોઢેથી નીકળેલો શબ્દ ક્યારેય પાછો નથી આવતો. જ્યારે ગુસ્સો આવે ત્યારે મૌન બની જાઓ અને લખવું શરૂ કરી દો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.

સવાલ : હું ૨૪ વર્ષની છું. રિસન્ટલી મને બાયલેટરલ પોલીસાઈસ્ટિક ઓવેરીઝ સિન્ડ્રોમનું નિદાન થયું છે. મને મારી મેન્સ્ટ્રુઅલ સાઈકલને લઈને સતત ચિંતા થાય છે. ક્યારે એ રેગ્યુલર થશે. શું મારી આ સ્થિતિથી ચાઈલ્ડ કન્સિવ થવાના મારા ચાન્સીસ અને ક્ષમતા પર કોઈ અસર થશે? પ્લીઝ મને મદદ કરો.

ઉકેલ : હું તમને રેગ્યુલર ગાયનેકોલોજિસ્ટ પાસે ફોલો અપ કરતાં રહેવાનું સજેશન આપું છું કે જે તમારી મેડિકલ હિસ્ટ્રીથી પરિચિત હોય. વળી, તમે તમારું વજન ઘટાડવાની કોશિશ કરો. કેમ કે એનાથી તમારી હેલ્થ પર ઓવરઓલ ફરક પડશે અને એનાથી તમારી મેનસ્ટ્રુઅલ સાઈકલને નોર્મલ થવામાં પણ મદદ મળશે. જો તમે પૂરતા હેલ્ધી બનશો તો ભવિષ્યમાં બાળકને કન્સિવ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહિ થાય.

સવાલ : હું ૨૦ વર્ષનો વર્જિન છું. મારું પેનિસ લગભગ ૫.૫ ઈંચ લાંબું છે, પરંતુ એ ૧૫ થી ૨૦ ડિગ્રીના એન્ગલથી જમણી બાજુએ વળેલું છે. મારી અન્ડરવેરમાં આખો દિવસ પેનિસ જમણી બાજુએ વળેલું હોવાના કારણે જ આમ થાય છે?

ઉકેલ : તમારા પેનિસની આવી સિચ્યુએશન માટે અન્ડરવેર જવાબદાર નથી. ઈન્ટરકોર્સ કરતી વખતે તમને એનાથી કોઈ પરેશાની નહિ થાય. વધુ એડ્વાઈસ માટે કોઈ યુરોલોજિસ્ટને મળો.

Leave a Reply

Your email address will not be published.