મારો પ્રેમી મને રૂમમાં લઇ ગયો અને મંગળસૂત્ર પહેરાવીને બધું કરવા લાગ્યો,પણ હવે મારા ઘરના લોકો મારા લગ્ન બીજે……

GUJARAT

પ્રશ્ન : હું 35 વર્ષનો યુવક છું. મારો બિઝનેસ સારો ચાલે છે. મારી પત્ની મારા કરતા વધારે ભણેલી છે અને સારા પદ પર નોકરી કરે છે. મારા પત્ની ઘરની તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવે છે અને ક્યારેય ઘરમાં આ વાતનો ઘમંડ નથી કરતી. મારી પત્ની સારા સ્વભાવની હોવા છતાં મને એ વધારે ભણેલી હોવાની સમસ્યા સતાવે છે. મારી આ લાગણી દૂર કરવા માટે શું કરું? એક યુવક (નવસારી)

ઉત્તર : આપણા દેશમાં સ્ત્રી પુરુષ બન્નેને સમાન અધિકાર પ્રાપ્ત છે. આજે યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે. તમારે તો એ વાતથી ખુશ થવું જોઇએ કે તમારી પત્નીને સારું શિક્ષણ મળેલું છે. સારી રીતે ભણેલી પત્ની ઘરની સાથે સાથે બહારની જવાબદારી પણ સુપેરે નિભાવે છે. પતિ ઇચ્છે તો પત્નીની યોગ્યતાનો અધિકથી અધિક લાભ લઇ શકે છે.

સંતાનોના અભ્યાસમાં મદદ લઇ શકે છે. ભણેલી સ્ત્રી મહત્વનાં દસ્તાવેજો વાંચીને સમજી શકે છે. તો તેનો લાભ પણ પતિ સરળતાથી લઇ શકે છે. જ્યારે પતિ પત્નીની યોગ્યતાને સહન નથી કરી શકતો ત્યારે એનામાં ક્યારેક હીન હોવાની ભાવના આવી જાય છે. આ યોગ્ય નથી. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વધુ ભણેલી પત્ની પતિ પર રૂઆબ કરતી હોય છે.

જો તમારી પત્ની આવું ન કરતી હોય તો કારણ વગર દુખી થવાનો મતલબ નથી. તમારી જે સમસ્યા છે એ કોઇ નક્કર આધાર વગરની માનસિક સમસ્યા છે અને એનો ઉકેલ માત્ર તમારા હાથમાં જ છે. તમારે વધુ શિક્ષિત પત્ની મેળવી પતિએ ક્ષોભ કરવા કરતાં પત્નીના શિક્ષણનો ફાયદો ઉઠાવી ઘરસંસારને આનંદથી ચલાવવો જોઇએ.

સવાલ- મારી ઉંમર 21 વર્ષની છે હું એ યુવકને ખુબજ પ્રેમ કરું છું અને એ મને, અમે એક દિવસ રૂમમાં ગયા ત્યાં એને મને મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા પણ મારા ઘરવાળા અમને સ્વિકારવા રાજી નથી, મારી લગ્ન તેઓ બીજે ગોઠવે છે તો હું શું કરું..
એક યુવતી- ઘોઘંબા

જવાબ- તમે હજુ પણ તમારા ઘરે તમારા બોયફ્રેન્ડને બોલાવીને વાત કરી શકો છો અને પરિવારના સભ્યોને સમજાવી શકો છો, જો તમારે સામે પાત્ર સારું હશે તો કોઈ ના નહિ પાડે યોગ્ય રીતે વાત કરો તો વધુ સારું, અને કદાચ તમારા પરિવારના લોકો ના માને તો એ લોકો તમારું ખોટું તો નહીં જ વિચારતા હોઈને ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *