મારો પ્રેમી મને મળવા માટે અને સબંધ માટે દબાણ કરે છે પણ હું એને લગ્નનું કહું તો એ કઈ વિચારતો પણ નથી તો હું એને કઈ રીતે મારો દેહ…

DHARMIK

હું ૨૧ વરસની છું. મારે ભણવું છે પરંતુ મારા માતા-પિતા મારા લગ્ન માટે ઉતાવળ કરે છે. લગ્ન પછી મારો અભ્યાસ બંધ થઈ જશે એનો મને ડર લાગે છે. મારા માતા-પિતાને કેવી રીતે સમજાવું એ સમજ પડતી નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (સુરત)

આજે ભણતરનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. પુરુષ હોય કે સ્ત્રી દરેકે પગભર થવું જરૂરી છે. તમે અભ્યાસ પૂરો કરીને જ લગ્ન કરો એવી મારી સલાહ છે. સાથે સાથે લગ્ન પણ જરૂરી છે. તમે તમારા મમ્મી-પપ્પાને લગ્ન માટે એકાદ-બે વર્ષ રાહ જોવાનું કહો. તેમને ભણતરનું મહત્ત્વ સમજાવો.

આ પછી પણ તેઓ માને નહીં તો લગ્ન પછી તમને અભ્યાસ ચાલુ રાખવા દે એવા યુવક સાથે લગ્ન કરવાની શરત મુકો. લગ્ન માટે ઉમેદવારને મળો ત્યારે પણ તેની સમક્ષ તમારી આ શરત મૂકો. અને જે યુવક અને તેના પરિવારને તમે અભ્યાસ ચાલુ રાખો એનો વાંધો હોય નહીં એની સાથે લગ્ન કરો. આથી તમારી અને તમારા માતા-પિતા બન્નેની મરજી સચવાશે.

હું ૨૧ વરસની છું. મને અમદાવાદમાં નોકરી કરતા ૨૭ વરસના એક યુવાન સાથે છેલ્લા ૧૦ મહિનાથી પ્રેમ છે અમે ફોન દ્વારા એકબીજોન સંપર્ક જાળવી રાખીએ છીએ. તેમજ તક મળે ત્યારે તે મને મળવા પણ આવે છે. પરંતુ તે લગ્ન માટે તૈયાર નથી તેનું માનવું છે કે અમારે આ સંબંધમાં વધુ ગંભીર બનવાની જરૂર છે. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. શું કરવું એની મને સમજ પડતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી(મુંબઈ)

તમે ભાગ્યશાળી છો કે તમને આટલો સમજુ પ્રેમી મળ્યો છે. જે તમારો ગેરલાભ લેવાને બદલે તમને સાચો માર્ગ દેખાડી રહ્યો છે. એક રીતે જોઈએ તો આ યુવકની વાત સાચી છે. લગ્નનો નિર્ણય ઘણો ગંભીર છે અને તેનો નિર્ણય દિલ નહીં અને દિમાગથી લેવો જોઈએ. અને આમ પણ હજુ તમારી ઉંમર ૨૧ વરસની જ છે. આથી તમે એકાદ-બે વર્ષ રાહ જોઈ શકો છો. અને આમ પણ તમારા સંબંધને હજુ એક વર્ષ પણ થયું નથી. અને આટલી જલદી લગ્નનો નિર્ણય લેવાય નહીં. આથી ટેન્શન છોડી દો અને તમારા સંબંધને વધુ મજબૂત થવા દો અને આ માટે યોગ્ય સમયની રાહ જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *