પ્રશ્ન : હું 40 વર્ષીય મહિલા છું. મારા લગ્નને પંદર વર્ષ જેટલો સમય થઇ ગયો છે. મારા પતિ મારી સાથે ભાગ્યે જ વાત કરે છે. અમારા વચ્ચે દિવસમાં માંડ એક કે બે લાઇનની વાતચીત થાય છે. મને ડર છે કે તેમને હવે અમારા લગ્નમાં રસ નથી રહ્યો. શું મારો ડર સાચો છે? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : લગ્નમાં બંધાયા બાદ જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. કેટલાંક કપલ્સ એકસાથે રહીને મુસીબતોનો સામનો કરે છે, તો કેટલાંક જીવનમાં વાત એટલી હદે વણસી ગઇ હોય છે કે, તેઓના સંબંધને બચાવવાની તમામ કોશિશો ફેલ થઇ જાય છે. જો તમારાં લગ્ન એવા દોરમાંથી પસાર થઇ રહ્યા છે જ્યાં લાંબા સમય સુધી પાર્ટનર તમારી સાથે વાતચીત નથી કરી રહ્યો,
તો આ પહેલો સંકેત છે કે તમારાં સંબંધને કોઇ પણ હાલતમાં બચાવી શકાય તેમ નથી. વ્યક્તિ પરેશાન હોય કે સંબંધને લઇને ચિંતામાં હોય, તે ઇચ્છવા છતાં જીવનસાથી સાથે વાત શેર ના કરી શકે તો સંબંધ તૂટવાના પ્રથમ તબક્કા પર પહોંચી ગયો છે. પતિને લગ્નજીવનમાં રસ છે કે નહીં એ તેની બોડી લેંગ્વેજ દ્વારા પણ જાણી શકાય છે. જો પાર્ટનરને જોઇને તમારાં ચહેરા પર સ્માઇલ નથી આવતી, એકબીજાં સાથે ઉભા હોવા છતાં ટચ નથી કરતાં તો આ એ વાતનો સંકેત છે કે તમે દિલથી એકબીજાંથી ઘણાં દૂર થઇ ગયા છો.
જો વૈવાહિક જીવનમાંથી ઇન્ટિમસી દૂર થઇ જાય તો આ લગ્નજીવન ખતમ થવાનો સંકેત છે. સાથી પ્રત્યે પ્રેમ, સહાનુભૂતિ, બંધન અને સમજદારીને વ્યક્ત કરવાની સૌથી સારી વાત શારીરિક સંપર્ક હોય છે. પરંતુ ઇન્ટિમીની ઉણપ એવા પ્રમુખ સંકેતોમાંથી છે જે જણાવે છે કે, તમારાં લગ્ન હવે તૂટવાના આરે છે. એક હેલ્ધી ફાઇટ સંબંધ માટે જરૂરી હોય છે. જો પતિ-પત્ની એકબીજાં સાથે તકરાર કરવાનું બંધ કરી તો તેનો અર્થ એ છે કે,
તમારાં સંબંધમાં પહેલાં જેવું કશું જ રહ્યું નથી. એટલું જ નહીં, અન્ય સંકેતમાં તમારાં પાર્ટનર પ્રત્યે સન્માન ગુમાવવાનું પણ હોઇ શકે છે. એકબીજાંની રિસ્પેક્ટ ગુમાવી દીધા બાદ તેને ફરીથી સ્થાપિત કરવી મુશ્કેલ હોય છે. જ્યારે લગ્નજીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવવા લાગે અથવા વારંવાર વાતને સંભાળવી પડે તો ઘણીવાર વ્યક્તિએ નિર્ણય નથી કરી શકતો કે તેણે પોતાના સંબંધને બચાવવાની કોશિશ કરવી જોઇએ કે નહીં. એ વાતનો પણ ઇન્કાર ના કરી શકાય કે સંબંધ વ્યક્તિએ પોતે જ બચાવવાનો હોય છે. તમારે આ માટે પ્રયાસો કરવા જોઇએ.
પ્રશ્ન : હું 26 વર્ષની યુવતી છું. મેં છ મહિના પહેલાં અણબનાવને કારણે પાર્ટનર સાથે ચાર વર્ષની રિલેશનશિપ પછી બ્રેક-અપ કરી લીધું હતું. મને આ છ મહિનામાં સમજાઇ ગયું હતું કે અણબનાવનું કારણ ખાસ મોટું નહોતું. મારો એક્સ પાર્ટનર સતત મારો સંપર્ક કરે છે અને હવે મારે ફરીથી તેની સાથે પેચ-અપ કરવું છે. મારે આ માટે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા)
ઉત્તર : પાર્ટનરને કોઇના લીધે પોતાનાથી દૂર જતો જોવું અથવા બીજા કોઇ કારણોસર અલગ થવું ઘણું પીડાદાયક હોય છે. જો તમને બ્રેક-અપ પછી અફસોસ થતો હોય તો કેટલીક ટિપ્સની મદદથી તમે પાર્ટનરને પાછો મેળવી શકો છો. સૌથી પહેલાં એ ચકાસો કે તમારા પાર્ટનરના મનમાં હજુ પણ તમારા માટે કોઇ લાગણી છે કે નહીં? બ્રેકઅપ પછીના થોડા સમય સુધી તમારા એક્સથી દૂર રહો.
આમ કરવાથી તેમને તમારી ચિંતા થઇ શકે છે અને તેનાથી તેઓ તમારી સાથે ફરીથી ઇમોશનલી કનેક્ટ થઇ શકે છે. તમને હંમેશાં માટે ગુમાવી દેવાનો ડર બ્રેક-અપ કરતા પણ વધારે ડરાવી શકે છે. જ્યારે તમે કોઇની પાછળ વધારે ભાગો છો, ત્યારે તમારી વેલ્યુ રહેતી નથી. આ વાત રિલેશનશીપમાં પણ લાગુ પડે છે. શરૂઆતમાં બ્રેકઅપ થયા બાદ કપલ્સ એકબીજાથી તરત દૂર થઇ શકતા નથી.
જોકે તમે સીધા પેચઅપની વાત કરશો તો તમારું પેચઅપ થવું અશક્ય બની જશે. તેઓ સામેથી તમારી પાસે આવે તેની રાહ જોવો, તેમાં ઉતાવળ કરવાની ભૂલ ન કરો. તમારી ઇચ્છા અને મરજી મુજબ કામ કરવાનું શરૂ કરી દો. જ્યારે તમે એ કામ શરૂ કરી દેશો, જે તમારા રિલેશનશિપ દરમિયાન ક્યારેય કર્યા નથી, તો તે એક્સનું ધ્યાન જરૂર ખેંચે છે. જો બધું બરાબર લાગે તો ધીમે ધીમે સંબંધની ફરી શરૂઆત કરી શકો છો.