મારી પુત્રીની ઉંમર ૧૬ વર્ષની છે. તેના કાનમાંથી છેલ્લા કેટલાક મહિનાથી પસ નીકળે છે. ક્યારેક તો કાનમાં દુ:ખાવો પણ ઘણો થાય છે. આ માટે શું કરવું?
એક બહેન (મહેમદાવાદ)
કાનમાંથી પસ નીકળવાનો અર્થ એ હોઈ શકે છે કે તમારી પુત્રીના કાનના પડદામાં કાણું પડી ગયું હશે અને એમાં ઇન્ફેકશન થવાથી આમ થતું હશે. તમારે આટલો વખત રાહ જોઈ બેસી રહેવું હોતું. આમ જનરલ પ્રેક્ટિશનરની દવા કામ લાગી શકે તેમ નથી. તમારે તમારી પુત્રીને કોઈ ઇ.એન.ટી નિષ્ણાતને દેખાડવાની જરૂર છે. ઘણી વાર એન્ટિબાયોટિક દવા કામ કરી જાય છે, પરંતુ કોઇ કિસ્સામાં આમાં ઓપરેશનની પણ જરૂર પડે છે. ડૉકટરની સલાહ વિના કાનમાં કોઈ દવા નાખો નહીં કે કોઈ અખતરા કરો નહીં. સમય નહીં ગુમાવતા ઇએનટી ડૉક્ટરની સલાહ લઈ યોગ્ય ઉપચાર કરવો.
હું ૧૬ વરસની છું. મને ૨૩ વરસના એક યુવક સાથે પ્રેમ છે. બે વરસના પ્રેમ પછી તે ઘણો પઝેઝિવ બની ગયો છે. મારી દરેક હિલચાલ પર તેની નજર રહે છે. હું ક્યાં જાઉં છું, કોની સાથે છું તેમજ ક્યારે ઘરે પાછી ફરું છું એ બધુ જ મારે તેને જણાવવું પડે છે. તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હું તેની સાથે સેક્સ સંબંધ બાંધીશ તો તે આમ નહીં કરે. આ દરમિયાન મારી મુલાકાત ૧૯ વરસના એક છોકરા સાથે થઈ હતી. જે છોકરીઓને ઘણું માન આપે છે. અને જીવન પ્રત્યે ઘણો ગંભીર છે. મારા પઝેઝિવ મિત્ર સાથે મારે સંબંધ કેવી રીતે તોડવો?
એક યુવતી (મુંબઈ)
આમા તમને કોઈ મદદ કરી શકે તેમ નથી. તમારી જાતે જ નિર્ણય લેવો પડશે. કારણ કે, આ બન્નેને તમે જ સારી રીતે ઓળખો છો. મારી સલાહ માનવી હોય તો આમ સમય વેડફવા કરતા આ બન્ને છોકરાઓથી લાંબો બ્રેક લો અને અભ્યાસમાં ધ્યાન પરોવો.