મારો બોયફ્રેન્ડ મને સમાગમ કરવાનું હોઈ તો પ્રેમથી બોલાવે અને સમાગમ પછી ઝગડો જ કર્યા કરે છે હું કોને ક્વ

GUJARAT

પ્રશ્ન : હું મધ્યમ વર્ગના પરિવારની પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતી છું. હું નસીબદાર છું કે હું જેને પ્રેમ કરતી હતી એ જ છોકરા સાથે અરેન્જ્ડ મેરેજ થવાનાં છે. લગ્ન નક્કી થયાં પછી મને મારા બોયફ્રેન્ડનું વર્તન ખૂબ વિચિત્ર લાગી રહ્યું છે. હકીકતમાં તેનો પરિવાર આર્થિક રીતે સધ્ધર છે પણ આમ છતાં તેનો પરિવાર આડકતરી રીતે દહેજની માગણી કરી રહ્યો છે. મારો ફિયાન્સે પણ કહે છે કે મારે કંઈ જ તારું જોઈતું નથી, પણ તારા પપ્પા તેમની ખુશી માટે તને શું આપવાના છે? તેની આવી વાતો સાંભળીને મારો તો લગ્નમાંથી જ રસ ઉડી ગયો છે. મારે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા)

ઉત્તર : તમારા મનમાં આવી લાગણી થાય એ સ્વાભાવિક છે. પહેલી નજરે ફિયાન્સેનો આવો સવાલ સહજ અને નિર્દોષ હોય એવું જણાતું નથી, પણ જ્યારે તે કે એનો પરિવાર સીધી રીતે કોઇ માગણી નથી કરી રહ્યો ત્યારે તેની પર શંકા જન્માવીને સંબંધને કડવો કરી નાખવાનું યોગ્ય નથી. જ્યારે પણ ખુશીથી કંઈક આપવાની ઇચ્છાની વાત નીકળે ત્યારે તમારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું કે મારા પપ્પા મને આપવા ઇચ્છતા હોય તો પણ મારે એક રૂપિયો પણ નથી લેવો. તમારે ફિયાન્સે સાથે બેસીને આ વિશે વાત પણ કરવી જોઈએ કે હું પપ્પા પાસેથી કશું જ લેવા નથી માગતી અને તેઓ આપે તોપણ આદરપૂર્વક મારે તેને નકારવું છે.

તમારી આ વાતનો શું પ્રતિભાવ મળે છે એના પરથી આખી વાત ખબર પડી જશે. જો દિલ સાફ હોય તો વાંધો નથી, પણ જો એમાં ખોરી દાનત દેખાતી હોય તો હજી કંઈ મોડું નથી થયું. લગ્ન વિશે ફેરવિચારણા કરી લેવી જોઈએ. હકીકતમાં આદર્શ પરિસ્થિતિ એ છે કે તમારો બોયફ્રેન્ડ સારી રીતે તમારી જવાબદારીઓ સમજે અને તમારા પર લગ્ન વખતે કોઇ પણ દબાણ કરવાને બદલે તમારી જવાબદારી નિભાવવામાં તમારો સાથ આપે. તમે મોકળા મનથી આ વાતની તમારા બોયફ્રેન્ડ સાથે ચર્ચા કરો.

આ સિવાય જો તમારે લગ્ન કરવા જ પડે એમ હોય તો લગ્ન વખતે તમે દહેજ નહીં આપો એની સ્પષ્ટતા કરી લો. આમ, પણ દહેજ લેવાની હરકત કાયદાકીય રીતે સજાને પાત્ર ગણાય છે એ વાતનો તમે પણ વાતવાતમાં આડકતરો ઇશારો આપી દો અને તમારી લાગણીને વ્યક્ત કરી દો. જો તમને એમ લાગતું હોય કે આવી રીતે વાતવાતમાં તમારી લાગણી જણાવી દેવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે તો આ ઉપાય પણ અજમાવી લેવો જોઇએ।.

સવાલ: હું 22 વર્ષની યુવતી છું હું 2 વર્ષથી એક યુવક જોડ પ્રેમમાં છું પણ હમણાંથી તેનું વર્તન ખુબજ બદલાઈ ગયું છે એને સમાગમ કરવું હોઈ તો 2 દિવસ મને પ્રેમ બતાવે,અને હું ભોળવાઈને સમાગમ માટે જવ તો સમાગમ કરીને છુટા પડીયે એટલે સાંજે મારે ઝગડા ચાલુ થઇ જાય,હું શું કરું, શું એ મને ખાલી સંભોગ માટે જ લવ કરતો હશે ??
એક યુવતી [જામનગર]

જવાબ: ચોક્સથી મને પણ એવું જ લાગે છે જે તમને લાગે છે કે એ યુવાન ખાલી તમને વાપરવા પૂરતો લવ કરે છે,વાપરવા અર્થાત સમાગમ માટે , તો બેહતર છે કે તમે અત્યારથી જ ચેતી જાવ જેથી તમને આગળ જતા પ્રોબ્લેમ ના રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *