પ્રશ્ન : મારી વય 24 વર્ષની છે. હું છેલ્લા પાંચ વર્ષથી એક યુવકના પ્રેમમાં છું. મેં જ્યારે મારા ઘરમાં આ વાત કરી ત્યારે હોબાળો મચી ગયો. મારા માતા-પિતા મારી વાત સાંભળવા જ તૈયાર નથી. મારા પિતાએ મરવાની ધમકી આપવાની મારી બીજી જગ્યાએ પરાણે સગાઇ કરી દીધી. હું હજી અવઢવમાં છું કે મારે શું કરવું? એક યુવતી (વડોદરા)
ઉત્તર : પરાણે કોઈકની સાથે લગ્નનું ચોકઠું ગોઠવી નાખવાની જિદ સાવ ખોટી છે, પછી એ તમારી જીદ હોય કે તમારા પિતાની. જો તમે એકબીજાને સમજાવી શકો એમ ન હો તો થોડોક સમય માટે લગ્નની વાત જ નેવે મૂકી દો.
તમારી વય હજી 24 જ વર્ષની છે એટલે તમારી પાસે રાહ જોવાનો સમય છે. સૌથી પહેલાં તો જો તમારે લગ્ન ન જ કરવા હોય તો જે જગ્યાએ પરાણે સગાઇ કરી છે ત્યાં સમગ્ર હકીકત જણાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે આ લગ્ન નથી કરવા ઇચ્છતા. તમે હજી એકાદ-બે વરસ લગ્ન માટે થોભી જશો તો વાંધો નહીં આવે.
દબાણમાં બાંધેલા સંબંધો આખી જિંદગી બગાડે છે અને પરાણે કરેલાં લગ્ન પછી બંને પાત્રોની જિંદગી બગડી જાય છે. હકીકતમાં તમારે અત્યારે જીદ કરવાને બદલે થોડું ઢીલું મૂકવાની જરૂર છે. એકવાર તમારા પિતાને એવો અહેસાસ થશે કે તમે તેની વાત સમજી રહ્યા છો તો એ પણ થોડા નરમ બનશે. જો તમારા પિતા અને તમે બંને સમજદારીથી કામ લેશો તો ચોક્કસપણે કોઇ ઉકેલ નીકળશે.
સવાલ- મારો બોયફ્રેન્ડ મને પોતાના દોસ્ત જોડે પણ હવે જવા માટે કહે છે, મેં ના પાડી તો તેને મને ધમકી આપી કે તું નહિ જાવ તો હું તને છોડી દઈશ..હું શું કરું મારાથી એના વગર રહેવાતું નથી
એક યુવતી
જવાબ- પહેલી વાત કે આવા વ્યક્તિને વહેલી તકે છોડવો એજ તો તમારા માટે ભલાઈ છે.બીજું કે તમે કોઈ ધંધો કરાવાતા વ્યક્તિ નથી કે એ કોઈ પણ જોડે તમને મોકલી શકે, મારું માનો તો આને છોડીને કોઈ સારા માણસને શોધી લો