પ્રશ્ન : મારા નજીકના ભવિષ્યમાં લગ્ન છે. હું આ લગ્નથી ખુશ છું પણ મને ફર્સ્ટ નાઇટથી બહુ ડર લાગે છે. જો હું યોગ્ય રીતે જાતીય સંબંધ ન બાંધી શક્યો તો? મારે શું ધ્યાન રાખવું જોઇએ? એેક યુવક (વડોદરા)
ઉત્તર : લગ્ન અને ફર્સ્ટ નાઇટ વખતે માત્ર યુવતીઓને નહિ પણ યુવકોને પણ ચિંતા થતી હોય છે. આ બહુ સ્વાભાવિક લાગણી છે. લગ્નની પ્રથમ રાત્રે વરરાજા-વધૂને એકબીજાને નજીકથી જાણવાની તક મળે છે. ડરથી ભરેલ એક્સાઈટમેન્ટ તમને નર્વસ પણ કરી શકે છે, ખાસ કરીને એવા પુરુષોને જેઓ આનાથી પહેલા ક્યારેય કોઈ મહિલાની નજીક રહ્યા નથી.
જ્યાં સુધી જાતીય સંબંધની વાત છે ત્યાં સુધી તમે સેક્સ વિશે વિચારી રહ્યા હોવ પરંતુ સામેવાળી વ્યક્તિની ઈચ્છા શું છે તે જાણવુ ખૂબ જ જરૂરી છે. બની શકે છે કે, પહેલી રાત્રે તે સેક્સ માટે તૈયાર ના હોય અને તમે બંને થાકી ગયા હો. શક્ય છે કે પહેલીવાર તમે સમય કરતા પહેલા ક્લાઇમેક્સ પર પહોંચી જાઓ. જોકે એમાં ચિંતા કરવાની જરૂર નથી.
સમય અને પ્રેક્ટિસ સાથે બધુ બરાબર થઇ જશે. જોકે તમારે લગ્ન પહેલાં ફિમેલ ઓર્ગેઝમ વિશે કેટલીક જાણકારી મેળવી લેવી જોઇએ. જો આમ છતાં તમે થોડી સમસ્યા અનુભવતા હો તો કોઈ યોગ્ય ડોક્ટરને કન્સલ્ટ કરીને તેમની સલાહ લઇ લેવી જોઇએ. માન્યતા છે કે ફર્સ્ટ નાઇટના દિવસે જાતીય સંબંધ બાંધવો જરૂરી છે પણ આ સત્ય નથી.
સત્ય તો તે છે કે ઘણા લોકો ફર્સ્ટ નાઈટ સેક્સ કરતા નથી. આમ તમારા પ્લાન પ્રમાણે બધુ ના થાય તો નિરાશ થવાની જરૂર નથી. જાતીય સંબંધ સારી રીતે બાંધી શકાય એની પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે. આ માત્ર શારીરિક પ્રક્રિયા નથી. જો તમે હકારાત્મક વિચારીને કોઇ પણ ડર અને ચિંતા વગર એકબીજાનો સાથ માણવામાં ધ્યાન કેન્દ્રિત કરશો તો ચોક્કસપણે કોઇ સમસ્યા ઊભી નહીં થાય.
પ્રશ્ન : મારો બોયફ્રેન્ડ કોન્ડોમ વિના સેક્સ કરવાનો આગ્રહ રાખે છે. જોકે, હું આ પ્રેક્ટિસથી બિલકુલ કમ્ફર્ટેબલ નથી. હું જાણું છું કે, તે હેલ્ધી છે અને મને એ વિશ્વાસ છે કે તેને કોઈ સેકસ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ નથી. હું પિલ લઈ રહી હોવાથી પ્રેગ્નન્ટ થવાની પણ મને ચિંતા નથી અને હું રેગ્યુલરલી એ લઉં છું. પ્રોબ્લેમ એ છે કે, હું ફીલ કરું છું કે આ તો કોઈ એક વ્યક્તિમાં ઘણો બધો વિશ્વાસ મૂકવા જેવું છે. મારે શું કરવું જોઈએ?
જવાબ : હું ચોક્કસ તમારી વાત સાથે સંમત છું. તે કોન્ડોમનો ઉપયોગ કરે એવો તમારે સતત આગ્રહ રાખવો જોઈએ. તમે સમજાવો કે કોન્ડોમ તમારા બંને માટે સેફ છે.