મારી ઉંમર 25 વર્ષની છે પણ મારો પ્રેમી મને વારંવાર સમાગમ માટે કહ્યા કરે છે, હું શું કરૂ

GUJARAT

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૫ વર્ષ છે. હું એક છોકરાને પ્રેમ કરું છું, તે પણ મને કરે છે. તે મને અવારનવાર સેક્સ સંબંધ બનાવવાનો ફોર્સ કરે છે. અમારે એકબીજા સાથે લગ્ન તો કરવાનાં છે તે નક્કી છે તેમ છતાં મને ડર લાગે છે. મને તેની સાથે સંબંધ બનાવવાની ઇચ્છા તો છે પણ બે વાતનો ડર છે.

એક તો પહેલાં હું ઘણી જાડી હતી, મેં ડાયટ કરીને વજન ઉતાર્યું હતું, વજન ઊતરી ગયા બાદ પગ ઉપર સાથળના ભાગમાં સ્ટ્રેચમાર્ક્સ છે. આ સ્ટ્રેચમાર્ક્સ જો તે જોશે તો તેને નહીં ગમે તો, એ વાતનો ડર છે. બીજી વાત લગ્ન પહેલાં સેક્સ કરવામાં કદાચ ગર્ભ રહી જશે તો એ વાતનો ડર છે. મારે શું કરવું જોઇએ? અને સૌપ્રથમ મને સાથળના સ્ટ્રેચમાર્ક્સ દૂર કરવાની કોઇ દવા બતાવશો.

જવાબ : તમારો ડર સાચો છે, લગ્ન પહેલાં સેક્સ સંબંધ બાંધવો સેફ નથી. તેમાં ગર્ભ રહી જવાનો ભય રહે છે. માટે તમારો એ ડર વાજબી છે. રહી વાત સાથળના સ્ટ્રેચમાર્ક્સની તો તમે ડાયટથી વજન ઘટાડો એટલે સાથળની તંગ થયેલી ચામડી શિથિલ થતી હોય છે.
7-Min Scientific Workout and Fitness Magazine – Positively Impacting Your testosterone undecanoate 40 mg capsules for bodybuilding 3 Leg Exercises to do if You Have Lower-Back Pain | Fitness | MyFitnessPal
એ ચામડી શિથિલ થવાથી ત્યાં સ્ટ્રેચમાર્ક્સ થતા હોય છે. તેને દૂર કરવા તમારે કસરત કરવી પડશે, કસરત કરશો તો શિથિલ થયેલી ચામડી તંગ થશે જેને કારણે સ્ટ્રેચમાર્ક્સ દૂર થશે. બીજી વાત કે જો તમારા બોયફ્રેન્ડને તમારા માટે ખરી લાગણી હશે તો તમારા સ્ટ્રેચમાર્ક્સથી તેની લાગણીમાં સહેજ પણ ઓટ નહીં આવે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૧ વર્ષ છે. છેલ્લા ઘણા સમયથી મેં માર્ક કર્યું છે કે મને સ્ત્રીઓમાં રસ નથી રહ્યો. હું મારી સાથે ભણતી છોકરીઓને જોઇને કે તેમના વિચારો કરીને ઉત્તેજિત નથી થતો. હું પોર્ન ફિલ્મો જોઉં છું તો પણ ઉત્તેજના નથી થતી, તેનાથી તદ્દન ઊલટું મને દેખાવડા છોકરાઓ જોઇને ઉત્તેજના થાય છે,

તેમને અડવાનું, તેમની સાથે સેક્સ કરવાનું મન થાય છે. મારામાં આવેલા આ બદલાવને હું સમજી તો ગયો છું, પણ સમાજની દૃષ્ટિએ આ સાચું નથી, મને ડર લાગે છે. ઘરમાં પણ લોકો મને આવા રૂપે નહીં સ્વીકારે. મને એવી કોઇ દવા જણાવશો જેનાથી મારી આ તકલીફ દૂર થાય.

જવાબ : આ કોઇ સમસ્યા નથી. તમે નાહકના ગભરાવ છો, અલબત્ત, સમાજમાં પહેલાં આ વાતને સ્વીકારાતી નહોતી, પણ ધીરેધીરે લોકો આ હકીકત સ્વીકારતાં થયા છે. આ જિનેટિક હોય છે. ગે હોવું એ કોઇ બીમારી નથી કે જેની દવા બજારમાં મળતી હોય. માટે તમે વધારે વિચાર ન કરો. તમે જેવા છો તે જ સ્વરૂપે તમારી જાતને સ્વીકારો, જો તમે સ્વીકારશો તો દુનિયા પણ તમને સ્વીકારશે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *