મારી ઉંમર 28 વર્ષની છે,મને માસિક પણ નિયમિત છે પણ બાળક નથી થતું હું શું કરું

GUJARAT

સમસ્યા : મારી ઉંમર 30 વર્ષની છે. હું શરીરે થોડી ભરાવદાર છું. આવતા મહિને મારાં લગ્ન છે. મારા પતિ શરીરે એકવડિયા બાંધાના છે. લગ્ન પહેલાં અમે એકબીજાને કિસ કરી હતી અને તક મળે ત્યારે થોડી શારીરિક મસ્તીઓ પણ માણી હતી.

દસ દિવસ પહેલાં એકાંત મળતા અમે સમાગમ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પ્રવેશ પહેલાં જ એમને સ્ખલન થઇ ગયું હતું. આ કારણે મારી નજર તેમના શિશ્ન પર ગઈ હતી, તે એકદમ નાના બાળક જેવું હતું.

ઘરે પણ કોઇને વાત કરવી શક્ય નથી. મારી ફ્રેન્ડ્સનું કહેવું છે કે જાડી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ સંતોષી શકતો નથી. તેમાંય પાછું મારા પતિનું શિશ્ન લગભગ બે-અઢી ઇંચ જેટલું જ છે. તો શું મારે જાતીય સુખથી આજીવન વંચિત રહેવું પડશે?

ઉકેલ : સૌ પ્રથમ તો જાડી સ્ત્રીમાં કામેચ્છા વધારે હોય છે તે અને આવી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ ન સંતોષી શકે એ વાત પણ સાવ ખોટી છે. પ્રથમ સમાગમ વખતે શીઘ્ર સ્ખલન થવું તે સામાન્ય બાબત છે.

ઘણીવાર લાંબા સમય બાદ કરેલા સમાગમ વખતે પણ આવું બનતું હોય છે. પ્રથમ વખતના સમાગમ વખતે મનમાં રહેલો ડર કે પત્નીને સંતોષ મળશે કે નહીં, કોઇ જોઈ જશે તો અથવા બાળક રહેવાના ડરના કારણે પણ ઘણીવાર સ્ખલન જલદી થઈ જતું હોય છે, જેની ચિંતા કરવાની જરૂર નથી. જેમ જેમ સમાગમ નિયમિત થતો જશે તેમ તેમ શીઘ્ર સ્ખલનની તકલીફ દૂર થતી જશે અને જો તેમ ના થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

આજના સમયમાં નવી આવેલી દવાઓથી શીઘ્ર સ્ખલનમાં સાતેક દિવસમાં જ ફરક પડી જતો હોય છે. બીજું કે તમે પતિનું શિશ્ન સ્ખલન બાદ શિથિલ અવસ્થામાં જોયું હશે એટલે તે બાળક જેવું લાગતું હશે. સ્ખલન પછી દરેક પુરુષનું શિશ્ન શિથિલ જ થઇ જતું હોય છે. આ અવસ્થામાં તેની લંબાઇ એક ઇંચ હોય તો પણ ચિંતા ના કરવી. ઉત્તેજિત અવસ્થામાં શિશ્નની લંબાઇ બે ઇંચ કે તેથી વધારે હોય તો તે સ્ત્રીના જાતીય સંતોષ માટે પૂરતી છે.

સમસ્યા : સાહેબ, મારી ઉંમર 28 વર્ષની છે. ત્રણ વર્ષના મારા દાંપત્યજીવનમાં બાળક ન થવાથી મને બહુ જ બેચેની થાય છે. માસિક પણ સમયસર આવે છે. ગર્ભધારણ કરવા માટે અમારે કયા દિવસે સમાગમ કરવો જોઇએ? મહેરબાની કરીને આનો જલદી જવાબ આપવા વિનંતી.

ઉકેલ : સૌપ્રથમ તમે પતિ-પત્ની નિષ્ણાત ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લો. ચાર-પાંચ દિવસ સુધી જાતીય સંબંધથી દૂર રહીને સારી લેબોરેટરીમાં પતિના વીર્યનો રિપોર્ટ કરાવી લો. જો તેમાં કોઇ ખામી ના હોય તો પછી આપની તપાસ કરાવી લો.

જો આપ બંનેના રિપોર્ટ નોર્મલ હોય તો મહિનાના ચોક્કસ દિવસોએ સંબંધ રાખો. આ દિવસો એટલે કે માસિક આવે તેને પ્રથમ દિવસ ગણો. આ પ્રથમ દિવસથી ગણીને તેરમા દિવસથી સોળમા દિવસમાં દરરોજ સંબંધ રાખો, કારણ કે આ દિવસોમાં તમારુ સ્ત્રીબીજ છૂટું પડશે અને જો આ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થશે તો બાળક રહેશે. ચાર-પાંચ મહિના આ રીતે પ્રયત્ન કરી જુઓ,

પરંતુ જો આમાં સફળ ના થાઓ તો સોનોગ્રાફી કરાવીને સ્ત્રીબીજ અલગ થયાનો ચોક્કસ સમય જાણી શકાય છે અને તે પછી ઇન્જેક્શન દ્વારા પતિના વીર્યને લેબોરેટરીમાં સાફ કરાવી ગર્ભાશયમાં સીધું મૂકી શકાય છે. આમ કરવાથી પણ બાળક રહી શકે છે. આજની તારીખમાં વ્યંધ્યત્વની સારવાર શક્ય છે, પરંતુ ધીરજ રાખવી બહુ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.