મારી ઉંમર ૨૨ વર્ષની છે. મને શરીરે રુવાંટી બહુ છે, જેના કારણે મારી વાઇફ મને પસંદ નથી કરતી

GUJARAT

પ્રશ્ન : મારા લગ્નને ચાર વર્ષ કરતા વધારે સમય થઇ ગયો છે. અમારા લગ્નજીવનમાં કોઇ એક્સાઇટમેન્ટ નથી રહ્યું. આ જ સંજોગોમાં હું મારા પતિના ફ્રેન્ડ માટે આકર્ષણ અનુભવવા લાગી. થોડા દિવસ પહેલા અમે જાતીય સંબંધ માણ્યો પણ હવે મને આ વાતનો અફસોસ થાય છે. હવે મારે આ પરિસ્થિતિમાં શું કરવું જોઇએ? શું મારે જે કંઈપણ બન્યું તે મારા પતિ સામે કબૂલી લેવું જોઈએ? શું તે મને ફરી પ્રેમ કરશે, મારા પર વિશ્વાસ મૂકશે? યોગ્ય સલાહ આપવા વિનંતી. એક મહિલા (સુરત)

ઉત્તર : જ્યારે અનેક સંબંધોની વચ્ચે ગૂંચવણ પેદા થાય ત્યારે કપરી પરિસ્થિતિ ઉભી થાય છે. તમારી તમારા હસબન્ડના ફ્રેન્ડ સાથે નિકટતા સંપૂર્ણ રીતે જાતીય આકર્ષણ હોવાનું લાગી રહ્યું છે. આ સિવાય એવું પણ લાગી રહ્યું છે કે તમારા લગ્નજીવનમાં ભાવનાત્મક જોડાણની ઊણપ છે અને એના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. આ તમારા સંબંધને ખૂબ નુકસાન પહોંચાડે તેવી બાબત છે, જેના પર તમારે અને તમારા પતિએ કામ ધ્યાન આપવાની જરૂર છે.

તેમને બધું સાચું કહી દો કે આ બધું કેવી પરિસ્થિતિમાં થયું હતું અને હવે કશું જ નથી. આ તમને ફરી એક કરી દેશે અને સમસ્યાનું સમાધાન થશે. દરેક પુરુષની માનસિકતા અલગ અલગ હોય છે. જો તમને લાગે કે તમારા પતિ આ વાતને હકારાત્મક રીતે નહીં સ્વીકારે તો પરિસ્થિતિને ભુલીને આગળ વધવામાં જ ભલાઇ છે.

જો તમે યોગ્ય રીતે સાચા મનથી પ્રયાસ કરશો તો તમારો સંબંધ ચોક્કસપણે મજબૂત બનશે. તમારે લગ્નજીવનની ગંભીરતા સમજીને એને સફળ બનાવવાની દિશામાં નક્કર પ્રયાસ કરવાની જરૂર છે અને આ પ્રયાસ પતિ અને પત્નીએ સાથે મળીને કરવો જોઇએ.

તમે લગ્નમાં એક ભૂલ કરી ચૂક્યાં છો. જો તમે પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ નહીં કરો તો આ ભૂલનું પુનરાવર્તન થતું રહેશે અને ભવિષ્ય કલંકિત બની જશે. જો તમને એમ લાગે કે લગ્નજીવનમાં સુધારો થવાની કોઇ શક્યતા નથી તો સંબંધોમાં ગૂંચવણ ઊભી કરવાને બદલે અલગ થઇને નવેસરથી જીવન શરૂ કરવાની શક્યતા તપાસો.

પ્રશ્ન : મારી ઉંમર ૨૨ વર્ષની છે. મને શરીરે રુવાંટી બહુ છે, જેના કારણે મારી વાઇફ મને પસંદ નથી કરતી કે મારી નજીક પણ નથી રહેતી હું શું કરું ?

જવાબ : સ્વચ્છતા દરેકને ગમે છે, તે જ પ્રમાણે જો શરીરની સ્વચ્છતા પહેલાં રાખવામાં આવે છે, અને જો તમારી અસ્વચ્છતાના કારણે તમારી પત્ની તમારી પાસે ન આવતી હોય તો તમારા માટે આ મોટી સમસ્યા કહેવાય. પરંતુ આ કોઇ એવી સમસ્યા નથી જે દૂર ન થઇ શકે. શરીર પરના વાળની સફાઇ કરો, પરફ્યુમનો ઉપયોગ કરો અને શરીરની સ્વચ્છતા રાખશો તો તમારી પત્ની તમારી સાથે ખુશ થઇને તમારી પાસે આવશે.

Leave a Reply

Your email address will not be published.