મારી ઉમર 17વર્ષ છે અને મારો બોયફ્રેન્ડ 25નો છે,પણ અમારા લગ્ન કરાવવાની અમારી ફેમિલી ના પાડે છે…..

GUJARAT

પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું. છ મહિના પછી મારા લગ્ન છે. મને લગ્ન પછીના જીવન વિશે અનેક સવાલો સતાવી રહ્યા છે જેના કારણે હું ભારે મૂંઝવણ અનુભવું છું. હું લગ્ન પહેલા જ મારા સાસુ-સસરા સાથે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવા માગુ છું પણ મારી મમ્મી ના પાડે છે અને કહે છે કે લગ્ન પછી બધુ બરાબર થઇ જશે. હું શું કરું? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : જેમ તમે લગ્ન કરીને બીજા પરિવારમાં જઇ રહ્યા છો એવી જ રીતે સામેનો પક્ષ પણ કોઇ નવા સભ્યને પરિવારમાં સ્થાન આપવાનો છે. આમ, બંને પક્ષના મનમાં કેટલાક પ્રશ્નો હોય એ સ્વાભાવિક છે. જો તમારે કોઇ મુદ્દા પર સાસરિયાં સાથે વાત કરવી હોય તો શાલિનતાથી લગ્ન પહેલા જ સ્પષ્ટતા કરી લો એ જરૂરી છે. તમે માત્ર પતિ સાથે નહીં તેના સમગ્ર પરિવાર સાથે લગ્ન કરો છો.

લગ્ન બાદ તમારા નિર્ણયો ફક્ત તમારા પતિને નહીં તમારા સાસુ-સસરા પર પણ અસર કરે છે. તમારી હાલની જીવનશૈલી અને લગ્ન પછી કેવી રીતે જીવવા માગો છો તે અંગે ચર્ચા કરવી જરૂરી છે. આ ચર્ચાથી એ ફાયદો થશે કે તમે જાણી શકશો કે તમારા રૂટિનમાં તે લોકો કેવા ફેરફારો ઈચ્છે છે, જેથી કરીને સહસમતિથી તમે નિર્ણય લઈ શકો. આ સિવાય તમે હાઉસવાઈફ રહેવા માગો છો કે લગ્ન પછી પણ કામ ચાલુ રાખવા માગો છે તે અંગે તમારા પાર્ટનર અને સાસરિયા સાથે ચર્ચા કરી લેવી જોઈએ. તમારા મનમાં જે પણ લક્ષ્યો હોય તેની ચર્ચા ખુલ્લા દિલે તેમની સાથે કરી લો.

સવાલ: હું 17 વર્ષની છું અને મને એક 25 વર્ષના યુવાન જોડે પ્રેમમાં છું પણ મારા ઘરના લોકોને આ પ્રેમસંબંધ નથી પસંદ,જેથી અમારા લગ્ન થાય તેવી શક્યતા હાલ પૂરતી જણાતી નથી,પણ હું તેના જોડ ભાગીને મેરેજ કરવા તૈયાર નથી,પણ તે મને ભાગીને મેરેજ કરવા માટે કહ્યા કરે છે,હું તેના વગર રહેવા નથી માંગતી,હું શું કરું
એક યુવતી

જવાબ: હાલ હજુ તમારી જ ઉંમર મેરેજ માટે થઇ નથી,બિજુ તમારા ઘરના લોકોએ કેમના કહ્યું એ મને ખબર નથી, પણ કોઈ સંજોગમાં તમારા ફેમિલીના લોકો તમારું ખોટું તો ઇચ્છતા જ નથી,આથી આ સંબંધ ઉપર હમણા જ પૂર્ણવિરામ મૂકી દેવો એ જ યોગ્ય વિકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published.