મારી સ્કિન ઉપર પતિના લીધે લવ બાઈટના નિશાન પડી જાય છે જેના લીધે મને વારંવાર શરમમાં મુકાવવું પડે છે

GUJARAT

પ્રશ્ન : હું 24 વર્ષનો યુવક છે. મારી સમસ્યા એ છે કે મને વારંવાર નાની નાની વાતો પર ગુસ્સો આવી જાય છે. મને ખબર છે કે મારા આ સ્વભાવની નકારાત્મક અસર મારા કામ અને સંબંધો પર પડે છે. આ ગુસ્સા પર કાબૂ મેળવવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : ગુસ્સો પણ એક પ્રકારની લાગણી છે પણ એ વાતનું ધ્યાન રાખો કે એની તમારા સંબંધો પર અસર ન પડવી જોઇએ. તપાસી લો કે કઈ સ્થિતિમાં તમને ગુસ્સો વધારે આવે છે. સ્થિતિ અને ગુસ્સાનાં કારણોને સમજો અને તેનાથી પેદા થયેલી પરેશાનીને દૂર કરવાના પ્રયાસ કરો, પરંતુ ગુસ્સાને દબાવશો નહીં. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે જણાવેલ કેટલીક સરળ ટિપ્સનું પાલન કરીને એના પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે.

નક્કી કરો કે જે વાત પર તમને ગુસ્સો આવ્યો છે, તેની પ્રતિક્રિયા તમે 48 કલાક પછી આપશો. આમ કરવાથી એવો ચમત્કાર થશે કે એ જોઈને તમે પોતે પણ આશ્ચર્યમાં પડી જશો. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ ગમતું ગીત ગાવું શરૂ કરી દો અથવા તો કોઈ મ્યૂઝિકલ વાજિંત્ર વગાડો. ગુસ્સાના સમયે ભરાયેલી એનર્જીનો સકારાત્મક ઉપયોગ કરો. કમાનથી છૂટેલું તીર અને મોઢેથી નીકળેલો શબ્દ ક્યારેય પાછો નથી આવતો. જ્યારે ગુસ્સો આવે ત્યારે મૌન બની જાઓ અને લખવું શરૂ કરી દો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.

પ્રશ્ન : હું 25 વર્ષીય પરીણિતા છું. મારા ચાર મહિના પહેલાં જ લગ્ન થયાં છે. મારી ત્વચા બહુ જ પાતળી છે. મારી સમસ્યા એ છે કે મારા ચહેરા અને ગરદન પર વારંવાર લવ બાઇટના નિશાન થઇ જાય છે. આના કારણે મને બહુ શરમ આવે છે. આ લવ બાઇટ ઝડપથી દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : એક પેશનટ કિસ એ એક હૂંફાળા સેક્સની સારી શરૂઆત છે. ઉત્કટ સ્પર્શ અને ઘણી બધી કિસ એને હૂંફાળા પ્રેમ માટે ઉશ્કેરવાનો સારો વિચાર છે. જોકે ઘણી વખત કિસ કરતી વખતે વધારે પડતા ઉત્સાહને કારણે લવ બાઇટનું નિશાન પડી જતું હોય છે. પાતળી ત્વચાવાળી વ્યક્તિને લવ બાઇટની સમસ્યા બહુ સતાવતી હોય છે. હકીકતમાં નાજુક નસ પર વધારે દબાણ આવે તો ત્યાં થોડું લોહી ભેગું થઇ જાય છે. દબાણને કારણે આ નસમાંથી લોહી લીક થવા લાગે છે અને ત્યાં નિશાન પડી જાય છે. આ નિશાનને લવ બાઇટ કહેવાય છે.

આ નિશાન મોટાભાગે બે અઠવાડિયા જેટલો સમય રહે છે અને પછી આપોઆપ ઠીક થઇ જાય છે. જો તમે એને ઝડપથી ઠીક કરવા ઇચ્છતા હો તો કેટલાક ઉપાય અજમાવવા જોઇએ. જે જગ્યાએ લોહી જમા થયું હોય એ જગ્યા પર ગરમ પાણીમાં કપડું ભીંજવીને એનાથી એ જગ્યા પર શેક કરો. આનાથી લવ બાઇટ ઝડપથી નોર્મલ થઇ જશે.

આ ગરમ પાણીનો શેક લવ બાઇટના 12થી 24 કલાકમાં જ કરી લેવો જોઇએ. જો લવ બાઇટને 24 કલાક કરતા વધારે સમય થઇ ગયો હોય તો એના પર આઇસ પેકથી શેક કરવો જોઇએ. આનાથી રક્તવાહિની સંકોચાશે અને આ લવ બાઇટ દૂર કરવામાં મદદ મળશે. લવ બાઇટનું નિશાન હોય એ જગ્યા પર મસાજ કરવાની ભૂલ ન કરવી જોઇએ. મસાજ કરવાથી લવ બાઇટનું નિશાન વધારે ડાર્ક થશે કારણ કે મસાજના દબાણથી રક્તવાહિનીઓને વધારે નુકસાન પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *