“@#! મારી સાથે વાત તો કર, તુ મને બહુ ગમે છે”

nation

ગ્રીષ્મા હત્યાકાંડ હજુ નવો છે ત્યા અમદાવાદમાં એક તરફી પ્રેમમાં ગૂલતાન રોમિયો દ્વારા યુવતીની હેરાનગતીનો કિસ્સો સામે આવ્યો છે.એસ વાય બી કોમ અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુવક સામે છેડતીની ફરિયાદ નોંધાઇ

છે. સરકાર એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે તો બીજી તરફ રસ્તે જતી યુવતીઓની પણ સલામતી રહી નથી. મેઘાણીનગરમાં 19 વર્ષીય યુવતીએ વિસ્તારના એક યુવક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. અવાર-નવાર યુવક યુવતીનો પીછો કરીને છેડતી કરતો જોકે યુવતીના પરિવારજનોએ ઈજ્જત જવાના ડરે ફરિયાદ નોંધાવી ન હતી જોકે અંતે યુવકે એવી હરકત કરી કે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બોબી નાડિયા યુવતી ઘરની બહાર નીકળે કે તુરંત તેનો પીછો કરતો

મેઘાણીનગરમાં પરિવાર સાથે રહેતી 19 વર્ષીય યુવતી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા 3 માસથી યુવતીની સોસાયટીની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતો માથાભારે શખ્સ બોબી નાડિયા યુવતી ઘરની બહાર નીકળે કે તુરંત તેનો પીછો કરતો હતો અને “માલ મારી સાથે વાત તો કર, તુ મને બહુ ગમે છે” તેમ કહીને છેડતી કરતો હતો. જોકે યુવતી તેને સતત ઈગ્નોર કરતી હતી. છતા પણ આરોપી અવાર-નવાર તેનો પીછો કરી બિભત્સ શબ્દોનો ઉપયોગ કરીને મનફાવે તેમ ગાળો બોલતો હતો.

યુવતીને ગાળો આપીને ધમકાવી

આ બાબતની જાણ યુવતીએ પિતાને કરતા પિતાએ ઈજ્જત જશે તેમ જણાવી યુવકને ઈગ્નોર કરવા જણાવ્યું હતું.
બીજી ફેબ્રુઆરીના રોજ યુવતી અને તેના માતા ઘરે હાજર હતા, તે સમયે સવારના દસ વાગે આરોપી બોબી નાડિયા યુવતીના ઘરે આવ્યો હતો. ઘરની બહાર ઉભા રહીને આરોપીઓ યુવતીને ગાળો આપી બહાર નિકળવાનું કહ્યું હતું. જેથી યુવતી અને તેના માતા ગભરાઈ જતા ઘરના દરવાજા બંધ કરી દિધા હતા.

નિર્વસ્ત્ર થઈ યુવતીને ઘરની બહાર આવવા મજબૂર કરી

જે બાદ યુવતીના માતાએ બારી ખોલીને બોબી નાડિયાને જતા રહેવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો અને ગંદી ગાળો બોલી યુવતીને બહાર નિકળવા માટે દબાણ કરતો હતો. જેથી યુવતીએ બારીમાં ઉભા રહીને આરોપીનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતુ. જેથી બોબી નાડિયાએ વધુ ઉશ્કેરાઈને પોતાની ટી શર્ટ અને પેન્ટ કાઢી નિવસ્ત્ર થઈને યુવતી અને તેની માતાને ગુપ્તાંગ બતાવી યુવતીને બહાર બોલાવી હતી.

તને છરો મારીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી

જે બાદ બોબી નાડિયાએ યુવતીને બહાર નિકળ તને છરો મારીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને લાકડીથી દરવાજો અને ઘરની બહાર લાગેલી ટીવીની ડિશ તોડી નાખી હતી. જે બાદ પથ્થરો લઈને ઘર પર પથ્થરો ફેંકીને હું બોબી દાદા છુ, તેમ કહી ગાળાગાળી કરી જતો રહ્યો હતો. જે બાદ અંતે આ મામલે યુવતીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડવા તજવીજ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published.