મારી રૂમપાર્ટનર રાત્રે ઊંઘમાં ઉત્તેજનાભર્યા અવાજો કાઢે છે,જાને કોઈ જોડ સમાગમ કરતી હોઈ તો હું ઊંઘી પણ નથી શક્તિ

nation

પ્રશ્ન : કોલેજમાં ભણતી મારી દીકરી રોજ રાત્રે મોડી ઘરે આવે છે. એને પૂછીએ ત્યારે એ કહે છે કે એની બહેનપણીઓ સાથે હતી. જોકે મને લાગે છે કે એ ખોટું બોલે છે. મારે મારી દીકરીને કેવી રીતે સમજાવવી? એક મહિલા (નવસારી)

ઉત્તર : કોલેજમાં ભણતી યુવતી આમ પુખ્યવયની હોય છે પણ તેને દુનિયાનો પ્રત્યક્ષ અનુભવ નથી હોતો. આ કારણોસર તમને તમારી દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. સામા પક્ષે તમારી વધારે પડતી ઉલટતપાસથી અકળાઇને દીકરી ખોટું બોલવાનું શરૂ કરી શકે છે. આ મામલામાં ગુસ્સે થવાના બદલે કે પછી અકળાઇ જવાના બદલે સમજદારીથી કામ લેવાની જરૂર છે.

સૌથી પહેલાં તો દીકરીની તમામ બહેનપણીઓના ફોનનંબર અને સંપર્કની વિગતો હાથવગી રાખો. તમારી દીકરી રોજ રાત્રે મોડી ઘરે આવે છે અને એ પોતાની બહેનપણીઓની સાથે હોવાનો ખોટો જવાબ આપતી હોય તો એ ચિંતાનો વિષય છે. દીકરી જ્યારે સારા મૂડમાં હોય ત્યારે તેની સાથે આ મુદ્દે સંવાદ સાધો. તમે આ અંગે તમારી દીકરીને પ્રેમથી સમજાવીને પૂછો અને એને જણાવો કે દીકરી મોડી રાત સુધી બહાર રહે તે માતા-પિતા માટે ચિંતાજનક છે.

આ મુદ્દો માત્ર ચિંતાજનક નથી પણ સલામતી માટે પણ ગંભીર છે. તમે દીકરીને દુનિયાના સારા અને નરસા પાસાની માહિતી આપો અને સાથે સાથે તેના પર વિશ્વાસ પણ રાખો. જો તમને તમારી દીકરીની સતત ચિંતા થતી હોય તો તમારી માનસિક શાંતિ માટે એક વાર એની બહેનપણીઓને પણ પૂછી જુઓ પણ એ ખ્યાલ રાખજો કે આ રીતે તમારી દીકરી વિશે પૃચ્છા કરીને એનાં મિત્રવર્તુળમાં એની કે તમારી છાપ ન બગડે.

પ્રશ્ન : હું 22 વર્ષની છું. મેં જયારે મારા ફિયાન્સ સાથે ઈન્ટરકોર્સનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ જ પેઈન થયું. મેં ગાયનેકોલોજીસ્ટની પણ સલાહ લીધી. તેમણે મને એક જેલ પ્રિસ્ક્રાઈબ કરી. તેમણે મને મારા વજાઇનલ મસલ્સ ટાઈટ ન કરવાની પણ સલાહ આપી હતી પણ આ બધું કર્યા પછી પણ મારી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. મેં મારી વર્જિનિટી છ વર્ષ પહેલાં ગુમાવી હતી અને ત્યારે મને કોઈ જ તકલીફ નહોતી પડી. આ સમસ્યા અત્યારની મારી રિલેશનશિપમાં તકલીફ ઊભી કરી રહી છે. એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : જો તમને જાતીય સંબંધ બાંધતી વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઇ શકે છે. ઘણી વખત શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે, જેથી સંભોગ દરમિયાન ચીકાશ થતા વાર લાગે છે. યોગ્ય ચીકાશ વગર જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ઘર્ષણ થાય છે જેથી દુ:ખાવો થાય છે. આનો સરળ અને ઘરગથ્થુ ઉપાય એટલે કે ફોરપ્લેમાં સમય વધારે આપો અને સાથે સાથે જરૂર પડે ત્યારે ક્રીમનો ઉપયોગ કરો.

આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દુર થઇ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુ:ખાવો થઇ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને સેકન્ડ ઓપનિયન લઈ શકો છો. જો તમે પહેલીવાર જાતીય જીવન માણ્યું ત્યારે તમને કોઈ દુઃખાવો નહોતો થયો અને અત્યારે થઈ રહ્યો છે તો તેનું કોઈ કારણ તો હોવું જ જોઈએ. આ કારણ શારીરિક અથવા તો માનસિક હોઈ શકે છે. આ કારણ વિશે જાણીને એને દૂર કરવાથી તમારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

પ્રશ્ન : હું કોલેજમાં અભ્યાસ કરતી યુવતી છું. હું ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરું છું. મારી રૂમ પાર્ટનર ઘણીવાર નિંદરમાં ઉત્તેજનાભર્યા અવાજો કરે છે અને રાત્રે એકાએક તે જાતીય રીતે ઉત્તેજિત થઈ જાય છે અને નવાઈની વાત એ છે કે તેને બીજા દિવસે કંઈ યાદ નથી હોતું. મને તેનું આ વર્તન બહુ વિચિત્ર લાગે છે. શું તેને કોઈ માનસિક બીમારી છે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : તમને કદાચ થોડું સમજવામાં અટપટું લાગશે પણ સ્લીપ ઓર્ગેઝમ એક હકીકત છે. છોકરામાં આ સ્થિતિને સ્વપ્નદોષ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે મહિલાઓને તેને અનુભવ થાય છે તો તેને સ્લીપ ઓર્ગેઝમ કહે છે. સ્લીપ ઓર્ગેઝમ એક્ચ્યુઅલ ફિઝિકલ ઓર્ગેઝમ હોય છે. તમને જાણીને હેરાની થશે કે તેનો અનુભવ કરનારા મોટાભાગના લોકોને ઊંઘમાંથી જાગ્યા બાદ તે ઈરોટિક સપનું યાદ નથી હોતું. રિસર્ચ કરનારા લોકોએ જાણ્યું કે એવી મહિલાઓના શરીરમાં કેટલાક શારીરિક ફેરફાર પણ થયા હતા અને તેમના વજાઇનલ બ્લડ ફ્લોમાં પણ વધારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.