મારી પ્રેમિકાએ અગાઉ એક સંબંધી યુવક સાથે શરીરસુખ માણ્યું હતું, એની સાથે લગ્ન કરી શકાય..?

GUJARAT

એક સમસ્યાથી એવો ઘેરાયો છું કે મને કંઈ જ સમજ પડતી નથી. ‘મોજીલા માણસ ’માં આપની કોલમ યૌવનની સમસ્યા વાંચતો હોવાથી મને વિશ્વાસ છે કે આપ મને નિરાશ નહીં કરો. મારી જે સમસ્યા હું તમને જણાવવા માંગું છું તે આ મુજબ છે. હું હમણાં ગયા વર્ષે જ પીજી થઈને એક કંપનીમાં સર્વિસે જોડાયો છું. હું કોલેજમાં હતો ત્યારે મને એક ગર્લફ્રેન્ડ સોનિકા (નામ બદલ્યું છે) સાથે લવ થઈ ગયો હતો. એ મને ખૂબ ચાહે છે. એ તો મને એવું કહે છે કે તે મારા વિના જીવી નહીં શકે, અને મેરેજ કરશે તો મારી સાથે જ કરશે.

હું પણ તેની સાથે જ મેરેજ કરવા માંગું છું. મેં એને પ્રોમિસ આપ્યું છે કે હું પીજી કરીને સર્વિસ કરતો થઈશ પછી ચોક્કસ મેરેજ કરીશું. તેણે રાહ જોવા હા પાડીને હવે હું સર્વિસ કરતો થયો એટલે મેં તેને મેરેજ વિશે કહેતા એ ખૂબ રાજી થઈને પછી એકદમ ગંભીર બની ગઈ હતી. એણે મને કહ્યું કે તે મેરેજ કરતા પહેલાં એક વાત કહેવા માંગે છે, જે સાંભળ્યા પછી મેરેજ કરવા કે ના કરવા તે અંગે તું નિર્ણય લેજે..!

એણે મને પછી એવું જણાવ્યું કે તેને મારી સાથે ફ્રેન્ડશિપ થઈ એ પહેલા એક યુવક સાથે તેણે શરીરસુખ માણ્યું હતું. એ યુવક તેનો સંબંધી છે. એના તરફ તેને કોઈ લવ નથી, પરંતુ આવેગમાં આવીને તેની સાથે શરીરસંબંધ બાંધી બેઠી હતી. પછી બહુ પસ્તાવો થયો હતો અને તેની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો.

મેરેજ બાદ કોઈને કોઈ રીતે તને જાણ થાય તો તને દગો કર્યો એવું લાગે, એટલે હવે તારે જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે, પરંતુ હું તું મારી સાથે મેરેજ નહીં કરે તો કુંવારી રહીશ, પણ બીજા કોઈ સાથે મેરેજ નહીં કરું..! સર.. હવે તમે જ કહો મારે શું કરવું જોઈએ..? મેરેજ બાદ કોઈ સમસ્યા સર્જાશે તો..? તમે યોગ્ય માર્ગદર્શન આપો.

શરદ (નામ બદલ્યું છે), તારો ઈ-મેઈલ ખૂબ લાંબો હતો, પરંતુ તારી સમસ્યા બરોબર સમજી શકાઈ છે. તારી સમસ્યા એવી છે કે આવા સંજોગોમાં કોઈ પણ દ્વિધામાં મુકાઈ જાય..! જે વ્યક્તિને લાંબા સમયથી લવ કર્યો હોય, જેના વિશે અનેક સપનાંઓ સજાવ્યાં હોય એ છેલ્લી ઘડીએ એવું કહે કે મેરેજ જ શક્ય નથી તો શું થાય..? દિલ તૂટી જ જાય..!

જેના પર ભરોસો રાખ્યો હોય અને જેની સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું હોય તેણે આમ કર્યું હોય તે માની જ ના શકાય. તેની હકીકત જાણ્યા પછી કોઈ જ મેરેજ કરવા તૈયાર ના થાય..! આવી પરિસ્થિતિમાં શું કરવું, તે ના જ સૂઝે, પરંતુ આવા સમયે જ કસોટી થતી હોય છે. ત્યારે જ ગંભીરતાપૂર્વક વિચારીને નિર્ણય લેવાનો હોય છે.

જિંદગીમાં એવી ઘટનાઓ બનતી જ રહે છે કે જ્યારે ધીરજ અને સમજણની કસોટી થતી હોય છે. તારી સમસ્યાની વાત કરીએ તો તારા અને સોનિકા વચ્ચે પ્રેમ હોવો એ હકીકત છે. તમે બંને એકબીજાને ચાહો જ છો..! હવે તે અગાઉ સોનિકાને આપેલા વચન મુજબ એની સાથે મેરેજ કરવાનો છે, પરંતુ તે પહેલા જ સોનિકાએ જે રહસ્યો સ્ફોટ કર્યો છે તેથી તારા પગ તળેથી જમીન સરકી ગઈ છે.

હવે સોનિકા સાથે મેરેજ કરતા તારું મન અચકાય છે. એ આમ તો સ્વાભાવિક પણ છે, છતાં તારે એક બાબતને ખાસ લક્ષમાં લેવાની છે અને તે એ છે કે સોનિકાએ ખૂબ જ પ્રામાણિક્તા દર્શાવી છે. તારી સાથે કોઈ છળકપટ કર્યું નથી. એણે જે છે તે તને દર્શાવીને એનો પ્રેમ જ ઉજાગર કર્યો છે. તે ધારત તો તને એણે તેના સંબંધી યુવાન સાથે આવેશમાં-આવેગમાં આવી શરીરસંબંધ બાંધ્યો તે વાત તને કરી જ ના હોત અને તને ક્યારેય ખબર પણ ના પડત..!

શક્ય છે કે તે યુવાન સાથે શરીરસંબંધ બાંધતી વખતે સોનિકાના મનમાં તેને જ જીવનસાથી બનાવવાની ઈચ્છા હોય અને એટલે જ તે તેને વશ થઈ હોય..! તું એને મળ્યા પછી આખી સ્થિતિ જ બદલાઈ ગઈ..! એને તું ખૂબ ગમવા માંડયો અને એ તને પ્રેમ કરવા માંડી. તને પણ એ ગમી ગઈ અને તું ય એના પ્રેમમાં એવો પડી ગયો છે કે એની સાથે મેરેજ કરવા નિર્ણય લીધો અને તે પીજી કરીને સર્વિસ લાગતા જ મેરેજ કરવાનું સોનિકાને વચન પણ આપી દીધું. આમાં કશું જ ખોટું નથી થયું.

તારે સોનિકાને શાબાશી આપવી જોઈએ કે તેણે ખૂબ જ હિંમતપૂર્વક પોતાનાથી થયેલી ભૂલનો એકરાર કર્યો. આમ તો તે ભૂલ પણ ના હતી. એ તો તારી સાથે લવ થઈ ગયો એટલે તે ભૂલ માની લેવાઈ છે. આવી ઘટનાઓ અનેક લોકોના કેસમાં બનતી હોય છે, જે ક્યારેય જાહેર થતી નથી. સોનિકાએ પોતાનું દિલ ના ડંખે તે હેતુથી તને સાચી હકીકત જણાવી છે. તને એ કહ્યા પછી એ હળવીફુલ થઈ શકી છે. તું મેરેજ કરીશ તો એ ખુશ થશે જ, પરંતુ તું આ હકીકત જાણ્યા પછી મેરેજ કરવા ઈન્કાર કરીશ તો ય એ દુઃખી નહીં થાય કારણ કે, એને એ વાતનો સંતોષ હશે કે તેણે તને છેતર્યો નથી.

સાચો પ્રેમ આવો જ હોય છે. એ ત્યાગ, બલિદાન, સત્ય અને વિશ્વાસ પર નિર્ભર હોય છે. એમાં દુઃખને અવકાશ નથી. હા.. એણે તારી સાથે લવ થયા પછી અને મેરેજ પછી કોઈ અન્ય પુરુષ સાથે શરીરસંબંધ બાંધ્યો હોત તો એ અવશ્ય ગુનો હોત, એ પાપ હોત, પરંતુ સોનિકાએ ખરા પ્રેમનું દર્શન કરાવ્યું છે અને ધારો કે હું તને તેની સાથે મેરેજ નહીં કરવા સલાહ આપું તો ય સમય જતા તું સોનિકા સાથે જ મેરેજ કરીશ અથવા તેના સિવાય અન્ય કોઈને નહીં પરણે, કારણકે, તું પણ તેને સાચો પ્રેમ કરે છે.

આમ બધી રીતે વિચાર્યા બાદ તું સોનિકાને મળીને કહી દે કે તું એને જ પ્રેમ કરે છે અને તેના સિવાય બીજી કોઈનો વિચાર સુધ્ધાં કરી શકે એમ નથી. એના જીવનમાં જે થયું તે એક સ્ખલન હતું. એ ભૂલી જવામાં જ બંનેનું હિત છે. તે જણાવ્યું એ બદલ આભાર પરંતુ મને એની સાથે કંઈ લેવાદેવા નથી. યુ આર માય લવ ડાર્લિંગ..!

બસ.. આટલા શબ્દો જ તમારા બંનેના જીવનને ઉજાળવા કાફી છે..!

Leave a Reply

Your email address will not be published.