મારી પત્નીને મારામાં ધીમે ધીમે રસ ઓછો થઇ રહ્યો છે,હું શું કરું જેથી એનો પ્રેમ વધે

nation

પ્રશ્ન : મારાં લગ્નને સાત વર્ષ થઇ ગયાં છે. મારું લગ્નજીવન બહુ સારી રીતે ચાલી રહ્યું છે અને મારા પતિ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. જોકે મને લાગે છે કે મારા પતિ ક્યારેક નાની નાની વાતોમાં જરૂર ન હોય તો પણ મહિલા સહકાર્યો વિશે મારી પાસે ખોટું બોલે છે. આનું શું કારણ હશે? મારા પતિના આ વર્તન માટે શું હું જવાબદાર છું? એક યુવતી (વડોદરા)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે. તમારા પતિ નાની નાની વાતમાં ખોટું બોલે છે પણ આમ છતાં તમે તેમના માટે હકારાત્મક વિચારો ધરાવો છો એ વાત જ સાબિત કરે છે કે તમારા સંબંધો અત્યંત મજબૂત છે. પત્ની પાસે ખોટું બોલવું કે વાત છુપાવવી એ મોટાભાગે પુરુષને ગમતું નથી, પણ છતાં કરવું પડે છે. તેઓ ઘણીવાર ઘરમાં ઝઘડો ન થાય એ માટે પત્નીથી ઘણી વાતો છુપાવે છે.

ઘણીવાર પુરુષો ઓફ્સિની બધી વાત પત્નીને નથી કરી શકતા. ઘણીવાર ઓફ્સિમાં સિનિયર કર્મચારી સ્ત્રી હોય તો પણ પુરુષો પત્નીને નથી કહેતા. ખરેખર તો સાથી કર્મચારી વચ્ચે પ્રેમ કે ખરાબ સંબંધ હોય તેવું જરુરી નથી. એકબીજાની આવડત અને અનુભવના આધારે વધારે શીખવા માટે પણ એકબીજા સાથે મિત્રતાનો સંબંધ રાખતા હોય છે પણ પત્ની આગળ આ વાત નથી કરી શકતા.

ઘણીવાર એવું પણ બને છે કે પતિએ ખુલ્લા મને પોતાની પત્નીને પોતાની સ્ત્રીમિત્રની, સાથી કર્મચારીની વાત કરવાની કોશિશ કરી હશે પણ પત્ની તરફ્થી વિચારોની એ મોકળાશ નહીં મળી હોય. આ કારણોસર ઘરમાં ઝઘડો ન થાય એ માટે મહિલા સહકાર્યો વિશેની વાત કરવાનું ટાળે છે અથવા તો સંતાડે છે. હકીકતમાં સ્ત્રીઓ પતિની મહિલા સહકાર્યકરો વિશે થોડું સ્વસ્થ વલણ કેળવવાની જરૂર છે.

હકીકતમાં કોઈ સાથેની સામાન્ય મિત્રતાથી પત્નીનું સ્થાન જરાય હલતું નથી. ઓફ્સિમાં વિજાતીય વ્યકિત સાથેના સામાન્ય સંબંધો સહજતાથી સ્વીકારતી થઈ છે, પણ આમ છતાં હજુ પણ મોટાભાગની સ્ત્રીઓ પતિના અન્ય સાથેના સહજ સંબંધો સ્વીકારી શકતી નથી અને આ જ કારણસર પતિ પછી વાત છુપાવે છે અથવા ખોટું બોલે છે. જો તમારા પતિ પણ આવું કરતા હોય તો એક વખત પહેલાં તમારું પોતાનું વર્તન તપાસો અને પછી પતિ પર શંકા કરો.

પ્રશ્ન : મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા છે. પહેલાં બે વર્ષ તો અમારી વચ્ચે સારી એવી ઇન્ટિમસી હતી પણ છેલ્લા ત્રણ વર્ષથી અમારા સંબંધો બીબાંઢાળ થઇ ગયા છે. અમે બંને વર્કિંગ છીએ અને અમે રાત્રે જ એકબીજાની સાથે હોઇએ છીએ. મારી પત્ની આ સમય મારી સાથે ગાળવાને બદલે પોતાના ફોનમાં વ્યસ્ત હોય છે. શું હવે મારી પત્નીને મારામાં રસ નથી રહ્યો અને તેનું બીજા કોઇ સાથે અફેર ચાલી રહ્યું છે? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : એ વાત સાચી છે કે ફોન દરેક વ્યક્તિનાં જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. જો તમારી પત્ની સતત પોતાના ફોનમાં વ્યસ્ત હોય એનો મતલબ એમ પણ હોઇ શકે કે તમારી પત્નીને તમારા કરતા ફોન વધારે રસપ્રદ લાગે છે. હવે તમારી પત્નીને આવું કેમ લાગે છે એ માટે તમારે તમારું વર્તન, જીવનશૈલી, તમારી પત્નીનું વર્તન, તેની જીવનશૈલી અને એકબીજા સાથેની કેમિસ્ટ્રીનું ઝીણવટથી અવલોકન કરીને એના પર ધ્યાન આપવાની જરૂર છે. રાત્રે પતિ એ પત્ની એકબીજા સાથે ક્વોલિટી સમય ગાળે તો તેમની વચ્ચે ઇમોશનલ બોન્ડ મજબૂત બને છે અને આ સમયગાળા દરમિયાન તેઓ શારીરિક રીતે એકબીજાની નિકટ આવે છે.

આ રીતે તેઓ એકબીજા સાથે બહુ સારી રીતે કનેક્ટ થઇ શકે છે. જો બંનેમાંથી એક પાર્ટનરને રાતના સમયે મોડી સુધી ફોન જોવાની આદત હોય તો ચોક્કસપણે તેમના સંબંધો પર પણ આ વાતની અસર પડી શકે છે. આવા વર્તનને કારણે બીજો પાર્ટનર ઉદાસ અને નિરાશ થાય છે અને લગ્નજીવનનો સ્પાર્ક ઘટી જાય છેે. જ્યાં સુધી તમારી વાત છે ત્યાં સુધી તમારી આ સમસ્યા પત્ની સાથે સ્પષ્ટ શબ્દોમાં શેર કરો. જો તમારી પત્ની તમારી લાગણીની કદર કરતી હશે તો એ ચોક્કસ મુદ્દો સમજશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *