મારી પત્ની મને સમાગમ દરમિયાન સહકાર નથી આપતી જેથી મને જોવે એવી મજા નથી આવતી

GUJARAT

હું કોલેજમાં હતી ત્યારે એક છોકરો મારી ઘણી પ્રશંસા કરતો હતો. તેની સાથે મારે મૈત્રી હતી. પરંતુ હવે મારા લગ્ન થઇ ગયા છે અને એક પુત્ર પણ છે. મારા પતિ પણ પ્રેમાળ છે અને મારો ઘણો ખ્યાલ રાખે છે. એક દિવસ અચાનક જ એની સાથે મુલાકાત થઇ અને હવે તે મને મળવા માગે છે. મારે શું કરવું?
એક બહેન (ગુજરાત)

તમારી સામે આ એક પડકાર છે. જેમા તમારી પરિપક્વતાની કસોટી થશે. તમારા પતિ સાથે તમારા સંબંધો પ્રેમાળ હોય અને તમે તમારા સંસારમાં સુખી હો તો તમારી સામે આ સમસ્યા ઊભી જ થઇ નહોત. કોઇ પણ સામાન્ય વ્યક્તિ પણ તમને સલાહ આપતે કે આ મિત્રને મળવાનું શરૂ કરીને તમારા સંસારમાં આગ ચાંપવાની મૂર્ખાઇ કરવાની જરૂર નથી. એક મૈત્રી હદ ઓળંગી શકે છે. એ તમને સમજાવવાની જરૂર હોય એમ મને લાગતું નથી. હા, તમારા પતિ સાથે આ વાતની ચર્ચા કરી તમે તેમની હાજરીમાં તેને મળી શકો છો. પરંતુ આ બાબતે તેમના મનમાં શંકાના બીજ રોપાશે તો સમસ્યા ઊભી થઇ શકે છે.

હું ૧૭ વરસની છું. મારી સામેની બિલ્ડીંગમાં રહેતો એક છોકરો મને પ્રેમ કરે છે. હું એને ગુમાવવા માગતી નથી. ભવિષ્યમાં એના જેવો બીજો યુવક મને મળશે કે નહીં એ હું જાણતી નથી. શું મારે એની સાથે લગ્ન કરી લેવા જોઇએ?

એક યુવતી (નવસારી)

લગ્ન માટે તમારી ઉંમર હજુ ઘણી નાની છે. શું એ છોકરો પણ તમારી સાથે લગ્ન કરવા માગે છે? આ પ્રશ્નનો ઉત્તર ‘હા’ હોય તો તમારે હજુ થોડા વર્ષ રાહ જોઇ એ છોકરો ભણી-ગણીને કમાતો થાય અને પરિવારનો આર્થિક બોજો ઉઠાવી શકે પછી જ લગ્નનો વિચાર કરવો જોઇએ. ભવિષ્યમાં તમને આવો છોકરો મળશે કે નહીં એ કોઇ કહી શકે તેમ નથી અને તમારે અત્યારથી તેની ચિંતા કરવાની પણ જરૂર નથી. હમણા તો તમારે બંનેએ અભ્યાસમાં અને સારી કારકિર્દી બનાવવાનો વિચાર કરવાનો છે.

હું ૨૭ વર્ષનો છું. મારી પત્ની સેક્સ દરમિયાન મને સહયોગ આપતી નથી. મને પણ લાગે છે કે તે મારા સંતોષ માટે પરાણે મારી સાથે સેક્સ સંબંધ બાંધે છે. શું હું એને સંતોષ આપી શકતો નથી એટલે તે આમ કરતી હશે? આ વિષય પર હું એની સાથે વાત કરું છું તો તે ટાળી દે છે. મારે શું કરવું એ જણાવશો.

એક ભાઈ (સુરત)

* સેક્સમાં અરૂચિ પાછળ ઘણા કારણો કામ કરે છે. તણાવ, ચિંતા, શારીરિક કે માનસિક બીમારી, સેક્સ દરમિયાન કોઇ વસ્તુને કારણે અસુવિધા જેવા ઘણા કારણો આ માટે જવાબદાર છે. એમ પણ હોઇ શકે છે કે તમારા બંને વચ્ચે વાતચીતનો અભાવ હોય અથવા તો તમારી પત્નીને એની પરેશાની વિશે જણાવતા સંકોચ થાય છે. તમે તેની સાથે પ્રેમપૂર્વક વાત કરો અને એ પછી પણ ફેર પડે નહીં તો કોઇ સેક્સોલોજીસ્ટ કે સાયકોલોજીસ્ટની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published.