મારી પત્ની મને નપુંશક ગણાવીને પિયર જતી રહી અને છૂટાછેડા માટે અપીલ કરી, હું શું કરું જેથી હું મર્દ સાબિત થઇ શકું

nation

પ્રશ્ન : મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે. આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે.

જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે. આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મ‌ળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

પ્રશ્ન : હું 24 વર્ષનો યુવક છે. મારી સમસ્યા એ છે કે મને વારંવાર નાની નાની વાતો પર ગુસ્સો આવી જાય છે. મને ખબર છે કે મારા આ સ્વભાવની નકારાત્મક અસર મારા કામ અને સંબંધો પર પડે છે. આ ગુસ્સા પર કાબૂ મેળવવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : ગુસ્સો પણ એક પ્રકારની લાગણી છે પણ એ વાતનું ધ્યાન રાખો કે એની તમારા સંબંધો પર અસર ન પડવી જોઇએ. તપાસી લો કે કઈ સ્થિતિમાં તમને ગુસ્સો વધારે આવે છે. સ્થિતિ અને ગુસ્સાનાં કારણોને સમજો અને તેનાથી પેદા થયેલી પરેશાનીને દૂર કરવાના પ્રયાસ કરો, પરંતુ ગુસ્સાને દબાવશો નહીં. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે જણાવેલ કેટલીક સરળ ટિપ્સનું પાલન કરીને એના પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે.

નક્કી કરો કે જે વાત પર તમને ગુસ્સો આવ્યો છે, તેની પ્રતિક્રિયા તમે 48 કલાક પછી આપશો. આમ કરવાથી એવો ચમત્કાર થશે કે એ જોઈને તમે પોતે પણ આશ્ચર્યમાં પડી જશો. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ ગમતું ગીત ગાવું શરૂ કરી દો અથવા તો કોઈ મ્યૂઝિકલ વાજિંત્ર વગાડો. ગુસ્સાના સમયે ભરાયેલી એનર્જીનો સકારાત્મક ઉપયોગ કરો. કમાનથી છૂટેલું તીર અને મોઢેથી નીકળેલો શબ્દ ક્યારેય પાછો નથી આવતો. જ્યારે ગુસ્સો આવે ત્યારે મૌન બની જાઓ અને લખવું શરૂ કરી દો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે.

સમસ્યા: આજથી ત્રણ વર્ષ પહેલાં જ મારા લગ્ન મારી જ્ઞાતિની છોકરી જોડે થયાં હતાં. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પરંતુ છ મહિનામાં જ પત્ની મને નપુંસક છે તેમ જણાવીને પિયર જતી રહી. છૂટાછેડાની પણ વાત ચાલે છે. આને કારણે મારી અને અમારા કુટુંબની પણ બદનામી થઇ ગઇ છે. ડોક્ટર સાહેબ, હકીકતમાં મારે આવી કોઇ જ તકલીફ નથી. મારી તરફ મારા પોતાના કુટુંબીજનો પણ શંકાથી જોવા લાગ્યા છે. છોકરીવાળા કહે છે કે તમે અમારી જોડે છેતરપિંડી કરી છે. પરંતુ હકીકત જુદી છે. અમે લોકોએ ઘણીવાર સેક્સ માણેલું છે. તેના ફેમિલી ડોક્ટરો વીર્યની તપાસ કરાવવાની સલાહ આપે છે, જેના માટે હું તૈયાર છું. તો શું આ તપાસથી સાબિત થઇ શકશે કે હું પુરુષમાં જ છું?

ઉકેલ: ઘણીવાર છોકરીની ઇચ્છા વગર બળજબરીથી લગ્ન કરાવવાથી આવી સ્થિતિ ઊભી થાય છે. છૂટાછેડાના મોટાભાગના કિસ્સાઓમાં છોકરીવાળા છોકરા ઉપર દોષ નાખતા હોય છે અને છોકરાવાળા છોકરી ઉપર. આ બહુ વિચિત્ર સમસ્યા છે. બેડરૂમમાં શું થાય છે તેની ખબર પતિ-પત્ની સિવાય કોઇને જ હોતી નથી. માટે સાચું કોણ બોલે છે તે નક્કી કરવું અશક્ય બને છે. જોકે, હવે એક નિદાન છે, જેનું નામ ‘રિજિસ્કેન પ્લસ’ છે.

આના પરીક્ષણથી ખબર પડી જાય છે કે કોણ સાચું બોલે છે. ઉપરાંત દુનિયાની દરેક કોર્ટ પણ આના પરિણામને માન્ય રાખે છે. આ પરીક્ષણ માટે ઓછામાં ઓછી બે રાત તમારે હોસ્પિટલમાં રોકાવું પડે. જરૂર પડે તો ત્રીજી રાત પણ. આનાથી ખબર પડે છે કે એક રાતમાં તમને કેટલીવાર ઉત્તેજના આવે છે. વળી, કેટલા ટકા આવે છે તે વધારે અગત્યનું છે.

આમાં ખબર પડે છે કે ઇન્દ્રિયના ઉપરના ભાગમાં કેટલા ટકા અને નીચેના ભાગમાં કેટલા ટકા કડકપણું આવે છે. સાઠ કે તેનાથી વધારે ટકા આવેલું કડકપણું નોર્મલ ગણાય. જો આમ નથી થતું તો તેનું કારણ પણ જાણવા મળી શકે છે. આપના શરીરમાં એક ટીપું પણ જો વીર્ય ના હોય તો પણ આપ જીવનના છેલ્લા દિવસ સુધી જાતીય જીવન તો માણી જ શકો છો.

Leave a Reply

Your email address will not be published.