મારી પત્ની મને કિસ પણ નથી કરવા દેતી,હું સિગરેટ પિવ છું. શું એના લીધે એને મારા મોઢામાંથી ખરાબ સ્મેલ આવતી હશે ???

GUJARAT nation

પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું. મારો પરિવાર નવસારીમાં છે અને મારું ભણવાનું પૂરું કરીને બે વર્ષથી હું મુંબઇમાં જોબ કરું છું. હું મારી ઓફિસના યુવકના પ્રેમમાં છું. તે પણ પરિવાર વગર એકલો જ રહે છે. અમે બન્ને વર્કિંગ હોવાથી મળવાનો અને સાથે ફરવાનો સમય પણ નથી મળતો. એ જ કારણોસર વિચારી રહ્યાં છીએ કે લિવ-ઇનમાં રહીશું તો પરસ્પરને વધુ જાણી શકીશું. મારા પેરન્ટ્સ તો એ માટે જરાય તૈયાર નહીં થાય. આ કારણોસર અહીં અમે કોઈને કહ્યા વિના સાથે રહેવાનું શરૂ કરીએ એવો વિચાર પણ કરી રહ્યાં છીએ, પણ સમાજનો ડર લાગે છે. શું કરું? એક યુવતી (મુંબઈ)

ઉત્તર : લગ્નમાં બન્ને વ્યક્તિ પરસ્પરની અને પરિવારની સહમતીથી સમાજની હાજરીમાં એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરે છે અને પછી સહજીવન શરૂ કરે છે. લિવ-ઇનમાં સમાજ અને કાયદાનું બંધન ન હોવાથી ન ફાવ્યું તો હું મારા રસ્તે અને તું તારા રસ્તે. આવી છટકબારી હોવાને કારણે સહજીવનની શરૂઆત જ ખોટી સમજણથી શરૂ થાય છે.

તમે લગ્ન કરીને સાથે રહો કે લિવ-ઇનમાં, જો એકબીજાની મર્યાદાઓનો સ્વીકાર કરવા જેટલી સહિષ્ણુતા ન હોય તો બેમાંથી એકેય નથી ચાલતા. લગ્ન વ્યવસ્થા કેટલાક અંશે સહિષ્ણુતા કેળવાય એ માટેનું વાતાવરણ પૂરું પાડે છે, પણ લિવ-ઇનમાં ‘સ્વતંત્ર’ માઇન્ડસેટ સાથે આગળ વધો તો એમાં જરૂરી ઉષ્મા અને હૂંફની ગેરહાજરી વર્તાય છે. મને એવું લાગે છે કે જે કામ તમારે છુપાઈને કરવું પડે એ કદી ન કરવું. તમારી ઉંમર પણ કંઈ ૨૫ વર્ષથી વધુની હોય એવું મને નથી લાગતું ત્યારે એકમેકને સમજી લેવા સાથે રહેવાની ઉતાવળ શા માટે? એમ છતાં લિવ-ઇનમાં રહેવું જ હોય તો બંનેના માતા-પિતાને કોન્ફિડન્સમાં લઈને કન્વિન્સ કરવાનું આવશ્યક છે.

પ્રશ્ન : હું કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છે. હું દેખાવમાં બહુ સુંદર છું અને મારું ફ્રેન્ડ સર્કલ પણ બહુ વિશાળ છે. હું છેલ્લાં બે વર્ષથી મારા બોયફ્રેન્ડ સાથે સ્ટેડી છું અને તેની સાથે બહુ ખુશ છું. હું તેની સાથે જ લગ્ન કરવા ઇચ્છું છું. મારા ફ્રેન્ડ્સને આ રિલેશનશીપ વિશે ખબર છે અને તેમને મારી આ ચોઇસ ખાસ ગમતી નથી. મારી બહેનપણીઓને મારો બોયફ્રેન્ડ બબૂચક લાગે છે પણ મને તો તે લાઇવ અને હેન્ડસમ લાગે છે. મારી બહેનપણીઓનું કહેવું છે કે હું પ્રેમમાં છું એટલે મને તેની નબળાઈ નથી દેખાતી. સમજાતું નથી કે મારી ચોઇસ ખોટી છે કે ફ્રેન્ડ્સનો અભિપ્રાય? એક યુવતી (વડોદરા)

ઉત્તર : એ વાત સાચી છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિને પોતાનું પ્રેમપાત્ર હંમેશાં સર્વગુણસંપન્ન લાગતું હોય છે. કોઈ એની ઊણપ બતાવે તો પણ એને જોવાની તૈયારી ન હોય. જોકે દરેક ઘટનાને એક જ રીતે ન જોવી જોઈએ. કોઈ તમારા બોયફ્રેન્ડ માટે કંઈક કહે અને તમારો એમાંથી આત્મવિશ્વાસ હલવા લાગે એ કેવું? આજની જનરેશન પોતાના કરતાં પોતાના ફ્રેન્ડસર્કલના ઓપિનિયનને વધુ મહત્ત્વ આપતી થઈ ગઈ છે અને એટલે જ પોતાની સ્વતંત્ર બુદ્ધિશક્તિથી સાચું શું અને ખોટું શું એ નક્કી નથી કરી શકતી.

તમારી વય મુજબ તમને તમારા અંદરના અવાજને બદલે ફ્રેન્ડ્સની કમેન્ટ્સ વધુ મહત્ત્વની તો નથી લાગતીને? હું જરાય નથી કહેતી કે તમારાં ફ્રેન્ડ્સ ખોટું જ કહેતા હશે. બીજી તરફ તમારી ચોઇસ પણ ખોટી છે એવું પણ ન ધારી શકાય.

તમે જો પ્રેમની પટ્ટી બદલીને જોવાની તૈયારી દાખવી શકતા હો તો એક લિટમસ ટેસ્ટ જાતે જ કરવો જોઈએ. હજી તમે ભણી રહ્યા છો ત્યારે તમારે આ સંબંધને આગળ વધારવાની ઉતાવળમાં પડવું ન જોઈએ. લોકો કે ફ્રેન્ડ્સ શું માને છે એના કરતાં તમારી પોતાની સ્વતંત્ર વિવેકબુદ્ધિ શું કહે છે એ સમજવા માટે જાતને સમય આપવો જોઈએ.

સમસ્યા : અમારાં લગ્નને સાતેક મહિના થયાં છે. મારી પત્ની મારી નજીક આવવામાં આનાકાની કરે છે. તે કહે છે કે મારા મોઢામાંથી વાસ આવે છે. એમાં પણ ચુંબન કરતી વખતે અને વધુ નજીકની ક્ષણોમાં આવું વધારે બને છે. મને સિગારેટ પીવાની પણ આદત છે. શું દરેક વ્યસનીઓને આવું અનુભવાતું હશે? પત્નીના જાતીય સહયોગ વગર મને જરા પણ ગમતું નથી. હું શું કરું?

ઉકેલ : સેક્સ એ કુદરતની અદ્્ભુત ભેટ છે. જોકે, સેક્સનો આનંદ મેળવવા માટે યોગ્ય વાતાવરણ, જગ્યા, સમય અને સાથી હોવા જરૂરી છે. નહીંતર સેક્સ ત્રાસદાયક બની જાય છે. શરીરમાંથી આવતી પરસેવાની વાસ, મોંમાંથી આવતી પાન-તમાકુની વાસ એ કોઇ પણ વ્યક્તિને સેક્સથી વિમુક્ત કરી શકે છે. આનો ઉપાય સરળ છે. જાતીય સંબધ પહેલાં તમે બ્રશ કરી લો અથવા તો મોઢામાં ઇલાયચી, પીપરમીન્ટ જેવી દુર્ગંધ રહિત વસ્તુઓ ટૂંક સમય માટે રાખીને મમળાવો. શક્ય હોય તો સિગારેટ છોડી દો.

આમ પણ સિગારેટ, તમાકુ, દારૂ વગેરે સેક્સ અને હેલ્થ માટે સારાં નથી. તેથી ખરાબ લત છોડીને પત્ની અને પરિવાર સાથે રાજીખુશીથી લાઈફનો આનંદ માણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *