મારી નણંદને કોઈ જોડ છેલ્લા 8 વર્ષથી પ્રેમ છે તો શું હું મારા ફેમિલીમાં એમનું અફેરનું જણાવી દવ ???

GUJARAT

પ્રશ્ન : હું 18 વર્ષની છું. મારી ખાસ બહેનપણીનો પ્રેમી મારી સાથે ફલર્ટ કરે છે અને તેણે મને કાર્ડ અને ગુલાબનું ફૂલ આપીને તેની સાથે બહાર ફરવા જવાનું નિમંત્રણ આપ્યું હતું. મને એનામાં જરા પણ રસ નથી, પરંતુ મને મારી બહેનપણીની ચિંતા થાય છે. મારે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા)

ઉત્તર : તમારે આ બાબતે માત્ર તમારી જાતને જ કાબૂમાં રાખવાની જરૂર છે. તમારા સિવાય આ છોકરો બીજી છોકરીઓ સાથે પણ ફલર્ટ કરતો હશે. તમે તમારી બહેનપણીને આ વિશે કહેશો તો શક્ય છે કે તે તમારી વાત માનશે નહીં અને તમારી વચ્ચેનો સંબંધ તૂટી જવાની શક્યતા રહેલી છે. આથી ભલાઈ એમાં જ છે કે તમારી બહેનપણી એની જાતે જ આ વાત જાણે. આવી વાત લાંબા સમય સુધી ગુપ્ત રહી શકતી નથી. એક દિવસ તેને કાને આ વાત જરૂર પહોંચશે અને આ પછી તે આ સંબંધ પર જાતે જ પૂર્ણવિરામ મૂકી દેશે.

પ્રશ્ન : મારાં લગ્નને 10 વર્ષ થઇ ગયા છે. મારું અંગત જીવન સારું ચાલી રહ્યું છે અને મારાં સાસુ મને બહુ પ્રેમ કરે છે. મને હાલમાં જ ખબર પડી છે કે મારી નણંદનું છેલ્લા 8 વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે. શું મારે આ વાત મારા પતિ અને સાસુને જણાવી દેવી જોઇએ? આવું કરવાથી મારી નણંદ સાથેના સંબંધો વણસી જશે તો? જો હું ન કહું અને કોઈ ખરાબ પરિણામ આવશે તો? આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક મહિલા (સુરત)

ઉત્તર : તમારી પરિસ્થિતિ ખરેખર સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. એક તરફ તમારો પતિ અને આખો પરિવાર છે અને બીજી તરફ નણંદ. આ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવો બહુ જરૂરી છે. તમારે આ પરિસ્થિતિમાં પ્રેકટિકલ નિર્ણય લેવો જોઇએ. તમે નથી ઇચ્છતા કે તમારો નણંદ સાથેનો સાથેનો સંબંધ બગડે પણ હકીકત એ છે કે એ તમારી નણંદ પછી છે, પરિવારની દીકરી પહેલા. જો તમને તમારા નણંદના જીવન સાથે જોડાયેલી અત્યંત મહત્ત્વની વાત ખબર પડી હોય તો તમારે લાંબો વિચાર કર્યા વગર પરિવારને આ વિશે માહિતી આપવી જ જોઇએ.

તમે પરિવારને આ માહિતી આપશો તો બે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. જો તમારી નણંદનો પ્રેમી યોગ્ય પસંદગી હશે તો એને પરિવારની પણ મંજૂરી મળી જશે અને જો પસંદગી યોગ્ય નહીં હોય તો આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય લેવાય એવી પરિસ્થિતિ ઉભી થશે. જો તમે તમારા પરિવારને તમને ખબર હોવા છતાં નણંદના પ્રેમપ્રકરણ વિશે અંધારામાં રાખશો તો ભવિષ્યમાં તમારા માટે સમસ્યા ઉભી થઇ શકે છે. આ મુદ્દો એવો છે કે આજે નહીં તો કાલે પરિવારને એની માહિતી મળશે જ. જો એ સમયે તેમને ખબર પડશે કે તમને આ વાતની જાણ હોવા છતાં તમે એમનાથી આ વાત સંતાડી છે તો આ વાતની અસર તમારા અને તમારા પરિવારના સંબંધો પર પડી શકે છે. આ કારણે મારી સલાહ તો એ છે કે તમારે તમારા નણંદના પ્રેમ પ્રકરણ વિશે તમારા પરિવારને અને પતિને તો ખાસ જાણ કરી દેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *