પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું અને બે વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું. મારો બોયફ્રેન્ડ હવે તેની કરિયરમાં સેટલ છે એટલે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અને અમારા બંનેના પરિવાર એ માટે તૈયાર છે. મારો બોયફ્રેન્ડ બધી રીતે બરાબર છે પણ અમે અમારી કોર્ટશીપ દરમિયાન અમે જ્યારે શારીરિક રીતે નિકટ આવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે નિષ્ફળતા જ મળી છે. શું આના કારણે હું લગ્ન પછી માતા નહીં બની શકું? એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : જ્યારે કોઈ પુરુષ મહિલાની સાથે જાતીય સંબંધ માણે છે અને જ્યારે આ સંબંધ તેની પરાકાષ્ટાએ ન પહોંચી શકે અથવા તો મહિલાને સંતોષ ન થાય તો પુરુષ માનસિક દબાણ અનુભવે છે.
જેના કારણે તે ભવિષ્યમાં પણ સારી રીતે સંબંધને માણી નથી શકતો અને તેના પાર્ટનરને પણ પૂર્ણ આનંદ આપી શકતો નથી. હંમેશા તેના દિમાગમાં એક જ વાત ફરતી રહે છે કે તે અસામાન્ય છે કે તેનામાં કોઈ ખામી છે.
પરંતુ આ બીમારી નથી, માત્ર એક સમસ્યા છે. જેનું સમાધાન કોઈપણ મનોચિકિત્સક કરી શકે છે. આ સમસ્યાનો ગર્ભ રહેવા સાથે કોઈ સંબંધ નથી. સ્વસ્થ જાતીય સંબંધ માટે પારસ્પરિક વિશ્વાસ, આત્મીયતા, પ્રેમ અને હૂંફ અનિવાર્ય જરૂરિયાત બની જાય છે.
ઘણીવાર જાતીય સંબંધ બાંધવા માટે યોગ્ય વાતાવરણ ન હોય અથવા તો મનમાં ચિંતા કે ગભરાટની લાગણી હોય તો જાતીય ઇચ્છાઓમાં ફેરફાર આવી શકે છે. સમસ્યા વધારે હોય તો હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી ઘણી ઉપયોગી થઇ શકે છે. ઘણીવાર સંભોગ પૂર્વે એકબીજા સાથે સારો એવો આત્મીય સમય ગાળવાથી જાતીય સંબંધ બાંધવાનો આનંદ વધી જાય છે.
સવાલ: હું 24 વર્ષનો છું, મને મારા જ કોલેજમાં ભણતી એક યુવતી ગમતી હતી, આજે કોલેજ બંધ થયે મારે 3 વર્ષ થયાં, હમણા મને એ ફેસબુક ઉપર મળી તો વાત થઈ એ મને મળવા માટે સુરત બોલાવે છે અને કહે છે કે આપણે ફરવા જઈશું, હુ શુ કરું
એક યુવક,
જવાબ: સૌથી પહેલા એ ચેક કરો કે એ એનું ફેક એકાઉન્ટ કે એના કોઈ ભાઈ કે ફિયાન્સી તો નથી વાપરતો ને ? કેમ કે આ સાલું જબરું લાગે કોઈ ડાયરેક્ટર મળવા બોલાવે અને ફરવા જવાનું કહે